ETV Bharat / bharat

ગુજરાતથી ઉત્તરાખંડ આવેલા 22 યાત્રાળુ કોરોના પોઝિટિવ - ઋષિકેશ

ગુજરાતથી ઉત્તરાખંડ આવેલા 22 યાત્રાળુઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઋષિકેશમાં RT-PCR ટેસ્ટના રિપોર્ટ પછી આ અંગેની સમગ્ર માહિતી સામે આવશે. ખાસ વાત તો એ છે કે, રિપોર્ટ આવે ત્યાં સુધી આ યાત્રાળુઓ ઋષિકેશ જવા રવાના થઈ ગયા છે.

ગુજરાતથી ઉત્તરાખંડ આવેલા 22 યાત્રાળુ કોરોના પોઝિટિવ

author img

By

Published : Mar 23, 2021, 8:28 AM IST

  • યાત્રાળુઓ પોઝિટિવ હોવા છતાં ઋષિકેશ જવા થયા રવાના
  • કોરોના પોઝિટિવ યાત્રાળુઓ ગુજરાતી આશ્રમમાં રોકાયા હતા
  • 4 દિવસ પહેલા મુનીની રેતી ચેકપોસ્ટમાં યાત્રાળુઓએ કરાવ્યો રિપોર્ટ

આ પણ વાંચોઃ નવસારીમાં શાળા બાદ બીએડ કોલેજના 2 પ્રાધ્યાપકો કોરોના પોઝિટિવ

ઋષિકેશઃ ગુજરાતથી ઉત્તરાખંડ આવેલા 22 યાત્રાળુઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઋષિકેશમાં RT-PCR ટેસ્ટના રિપોર્ટ પછી આ અંગેની સમગ્ર માહિતી સામે આવશે. ખાસ વાત તો એ છે કે, રિપોર્ટ આવે ત્યાં સુધી આ યાત્રાળુઓ ઋષિકેશ જવા રવાના થઈ ગયા છે. આ સૂચના પછી આરોગ્ય વિભાગની ટીમ હવે આ યાત્રાળુઓના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવાની તૈયારી કરી રહી છે.

આ પણ વાંચોઃ લોકસભાના સ્પિકર ઓમ બિરલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, AIIMSમાં દાખલ

આરોગ્ય વિભાગની ટીમ હવે આ યાત્રાળુઓના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવાની તૈયારી કરી

આ અંગે મળતી માહિતી અનુસાર, ઋષિકેશના મુનીની રેતી વિસ્તારમાં બસ લઈને 22 યાત્રાળુઓ આવ્યા હતા. જોકે, આ તમામ યાત્રાળુઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 4 દિવસ પહેલા મુનીની રેતી ચેકપોસ્ટ પર આ યાત્રાળુઓએ RC-PCR ટેસ્ટ કરાવ્યો હતો. સોમવારે આ તમામનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તમામ યાત્રાળુઓ ઋષિકેશથી નીલકંઠ મહાદેવ મંદિર ગયા અને ત્યાંથી મુનિની રેતીના શીશી ઝાડી સ્થિત એક ગુજરાતી આશ્રમમાં રોકાયા હતા. આ સૂચના પછી આરોગ્ય વિભાગની ટીમ હવે આ યાત્રાળુઓના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવાની તૈયારી કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.