ETV Bharat / bharat

2021 વિધાનસભા ચૂંટણી પરિણામો: અસ્તિત્ત્વ, સુરક્ષા અને ટકી જવા માટેનો મત - રજિબ બેનરજી

ભાજપના રથને વ્હિલચેરમાં બેસેલી એક નારીએ અટકાવી દીધો. અથવા કહો કે એ નેરેટિવને અટકાવી દીધો કે જો ભગવો પક્ષ પશ્ચિમ બંગાળમાં સત્તામાં આવી જશે તો લઘુમતી માટે અસ્તિત્વનો સવાલ થઈ જશે? લઘુમતીઓએ બીજા બધા સેક્યુલર પક્ષોને પડતા મૂકીને માત્ર તૃણમૂલ કોંગ્રેસને મત આપીને ભાજપના રથને અટકાવી દીધો.

2021 વિધાનસભા ચૂંટણી પરિણામો
2021 વિધાનસભા ચૂંટણી પરિણામો
author img

By

Published : May 3, 2021, 9:31 PM IST

ન્યૂઝ ડેસ્ક : ભાજપને સત્તામાં આવતો અટકાવી શકવા માટે માત્ર મમતા બેનરજી જ સક્ષમ છે એવી માન્યતાને કારણે લઘુમતીઓ એક થઈ ગઈ. બીજા પરિબળો પણ ખરા કે જે ભાજપની વિરુદ્ધમાં ગયા હોય. તેના કારણે જ 2019માં લોકસભા ચૂંટણીમાં ભાજપે જ્યાં જોરદાર સફળતા મેળવી હતી તે જંગલમહાલ વિસ્તારમાં આ વખતે ભાજપનો સફાયો થઈ ગયો.

જંગલમહાલ વિસ્તારમાં મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉમટી હતી અને તે સૌએ ટીએમસીને મતો આપ્યા, જેથી ભાજપને પોતાના વિસ્તારમાં જીતતો અટકાવી શકાય. મતુઆ લોકોને આકર્ષવા માટેના પ્રયાસો છતાં ભાજપને સફળતા મળી નહીં.

આ હકીકતમાં ભાજપના વિરોધમાં મમતાને આપવામાં આવેલો મત છે. તેથી જ 2016ની વિધાનસભાની ચૂંટણી કરતાંય આ વખતે તૃણમૂલ કોંગ્રેસને વધારે સારી જીત મળી છે. ભાજપને કોંગ્રેસ અને ડાબેરીના મતો મળ્યા હતા, તે આ વખતે સાગમટે મમતા બેનરજીને મળ્યા અને તેના કારણે આ બંને પક્ષોનો પશ્ચિમ બંગાળમાંથી સાફ થઈ ગયા.

કોલકાતામાં ભાજપને સારો દેખાવ કરવાની આશા હતી, પરંતુ ત્યાં પણ ભાજપને જાકારો મળ્યો છે. પક્ષપલ્ટુઓને લઈને ભાજપને એવી આશા હતી કે તે સારો દેખાવ કરશે, પરંતુ એવું થયું નહીં. ટીએમસીને દગો આપીને ભાજપના ખોળે બેસી ગયેલા મોટા ભાગના પક્ષપલ્ટુઓ હારી ગયા. રજિબ બેનરજી, બૈશાલી દાલમિયા જેવા નેતાઓ પણ હારી ગયા. માત્ર શુભેન્દુ અધિકારી પોતે મમતા બેનરજીને હરાવીને પોતાની સૌને ચોંકાવી ગયા. નંદીગ્રામમાં પાતળી બહુમતીથી શુભેન્દુ જીતી ગયા.

કેરળમાં પણ ભાજપ માટે આવું જ થયું છે. અહીં પણ તેનો સંપૂર્ણ સફાયો થઈ ગયો છે અને બીજા પાંચ વર્ષ સુધી કેરળ વિધાનસભામાં તેમની કોઈ હાજરી નહીં હોય. ઉત્તર અને મધ્ય કેરળની લઘુમતીઓએ પણ પોતાની વફાદારી બદલી અને પોતાના મતો ડાબેરી મોરચાને આપ્યા. તેમને લાગ્યું હતું કે ભગવો પક્ષ સત્તામાં આવી જશે તો તેમના અસ્તિત્વ માટે ખતરો થશે.

ઉત્તર કેરળમાં મુસ્લિમ લીગનો દબદબો હતો, પરંતુ આ વિસ્તારમાં પણ પણ મુસ્લિમોએ ડાબેરીઓને મતો આપ્યા. એ જ રીતે મધ્ય કેરળમાં ખ્રિસ્તીઓની સારી એવી વસતિ છે, તેમણે પણ ડાબેરી મોરચાની તરફેણ કરી. હિન્દુ બહુમતી ધરાવતા દક્ષિણ કેરળમાં પણ ભાજપનો દેખાવ ખાસ કંઈ રહ્યો નહીં, કેમ કે તેની પાસે કોઈ યોગ્ય મુદ્દો ન હતો.

નેરેટીવને કારણે જ ડીએમકેને તામિલનાડુમાં આ વખતે ફરી સત્તા મળી. ડીએમકે સગાવાદના આધારે ચાલતી પાર્ટી હોવાના આક્ષેપો છતાં જીતી ગઈ. માત્રી બીજી પેઢીના એમ. કે. સ્ટાલીન જ નહીં, ત્રીજી પેઢીના રાજકુંવરે પણ સારી કામગીરી બતાવી. સ્ટાલીનના પુત્ર ઉદયનિધિ સ્ટાલીન પણ ચેપૂક બેઠક પર સારી લીડથી જીતી ગયા. જયલલિતાને કારણે એઆઈએડીએમકેને મહિલા મતદારોનો સાથ મળતો હતો, પરંતુ આ વખતે આ મહિલાઓએ પણ ડીએમકેને ટેકો આપ્યો.

10 વર્ષ પછી ડીએમકે સત્તા પર આવ્યો અને એટલું જ નહીં, સત્તાનું હસ્તાંતરણ નવી પેઢીને સરળતાથી થયું. બહુ મોટી ઉંમરે એટલે કે 45 વર્ષનું રાજકારણ કર્યા પછી આખરે સ્ટાલીનને સત્તા મળી.

સમગ્ર દેશ કોરોના સંકટમાં ઘેરાયેલો છે તેવા વખતે સ્ટાલીન સત્તા પર આવ્યા છે. ડીએમકે સત્તા પર આવ્યા પછી પોતાની અગ્રતા શું છે તે વિશે સ્પષ્ટ હોવાનું લાગે છે. તેના પ્રવક્તા મનુસુંદરમે રવિવારે કહ્યું કે પક્ષ સામે ઘણા પડકારો છે અને સત્તા પર આવ્યા પછી આરોગ્યના સંકટ પર સૌથી વધુ ધ્યાન આપશે.

પશ્ચિમ બંગાળ અને કેરળથી વિપરિત ભાજપ માટે આસામમાંથી સારા સમાચાર આવ્યા. હકીકતમાં કોંગ્રેસે આસામમાં એવો પ્રચાર કર્યો હતો કે સ્થાનિક લોકોની ઓળખ બચાવવા માટે પ્રયાસો જરૂરી છે. પરંતુ તેનો ફાયદો ભાજપને થયો અને સાથે જ ભાજપે વિકાસનો મુદ્દો પણ ચલાવ્યો. સીએએ અને એનઆરસી વિરોધી નારાઓથી આસામમાં કોઈ ફાયદો થયો નહીં. કોંગ્રેસ, બોડોલેન્ડ પિપલ્સ ફ્રન્ટ, ડાબેરી પક્ષો અને AIUDFની મહાજોત બની હતી, પરંતુ ફાયદો થયો નહીં. કદાચ એટલા માટે ભાજપના હેમંતા બિશ્વા શર્માનું કદ વધારે મોટું હતું અને તેઓ મતદારોને મનાવી શક્યા. ભાજપે વાયદો કર્યો હતો કે આસામ કરારની કલમ 6નો અમલ કરવામાં આવશે, જેમાં સ્થાનિક આસામી પ્રજાને રક્ષણ આપવાની વાત છે. બદરુદ્દીન અજમલને કોમી ચહેરા તરીકે ચગાવાયો અને સ્થાનિક આસામી પ્રજા માટે તેઓ જોખમ છે તેવી હવા ચલાવવામાં આવી. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રિપુન બોરા પણ હારી ગયા, તે દર્શાવે છે કે લોકોએ આ મહાજોતને કજોડું જ ગણ્યું હતું.

હવે ભાજપ માટે પડકાર એ હશે કે મુખ્ય પ્રધાન અને હેમંતા બિશ્વા શર્મા વચ્ચે સંતુલન સાધવું, કેમ કે લાંબા સમયથી શર્માની મહત્ત્વાકાંક્ષા આસામના મુખ્ય પ્રધાન બનવાની છે. શું આસામમાં ભાજપ સર્વાનંદ સોનોવાલ અને શર્મા વચ્ચે સંતુલન જાળી શકશે? આસામ જેવી જ સ્થિતિ ભાજપ માટે તામિલનાડુમાં પણ હશે કે કેમ તેવી શંકા છે, કેમ કે હાર પછી હવે એઆઈએડીએમકેના પલાનીસ્વામી અને પનીરસેલ્વમ વચ્ચે જૂથબંધી વધી શકે છે.

બીજું એ જોવાનું પણ રસપ્રદ રહેશે કે ધારાસભ્ય ના બની શકેલા મમતા બેનરજી છ મહિનામાં કેવી રીતે વિધાનસભામાં પ્રવેશ કરે છે. આ વખતે તેઓ કઈ બેઠક પરથી લડવાનું પસંદ કરશે? શું કોલકાતાની ખારદા બેઠક પરથી તેઓ ચૂંટણી લડશે. આ બેઠકની ચૂંટણી મુલતવી રહી છે, કેમ કે તેના ઉમેદવારનું કોરોનાથી અવસાન થયું હતું.

- બિલાલ ભટ્ટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.