ETV Bharat / bharat

LPG Cylinder Blast: નોઈડાની ઝૂંપડપટ્ટીમાં ગેસ સિલિન્ડર ફાટતા 2 બાળકોના મોત - 2 Children Dead Including Newborn In LPG Cylinder Blast In Noida Sector 8

નોઈડાના સેક્ટર 8ની ઝૂંપડપટ્ટીમાં ઘરેલું ગેસ સિલિન્ડર ફાટવાને કારણે લાગેલી આગમાં 6 લોકો દાઝી ગયા હતા. નવજાત શિશુ સહિત બે બાળકોનું જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અન્ય ચાર ઘાયલ લોકોને સફદરગંજ દિલ્હી રિફર કરવામાં આવ્યા છે.

2 Children Dead, Including Newborn In LPG Cylinder Blast In Noida Sector 8

author img

By

Published : Feb 12, 2023, 10:59 AM IST

Updated : Feb 12, 2023, 11:30 AM IST

નવી દિલ્હી: નોઈડાના સેક્ટર 8માં આવેલી ઝૂંપડપટ્ટીમાં ઘરેલું ગેસ સિલિન્ડર ફાટવાને કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં કુલ 6 લોકો દાઝી ગયા હતા. જ્યારે નવજાત શિશુ સહિત 2 બાળકોના મોત થયા છે. ચાર લોકોને સારવાર માટે સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ઘાયલો પૈકી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

ગેસ સિલિન્ડર બ્લાસ્ટ હતા લાગી આગ: પોલીસની ટીમે તરત જ ચારેય ઘાયલોને જિલ્લા હોસ્પિટલ નિથારી મોકલ્યા હતા. ત્યરબાદ તેને દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. આ દર્દનાક અકસ્માતની સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે. લોકો બે નિર્દોષ લોકોના સળગતા મૃત્યુને લઈને અસ્વસ્થ છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ ગેસ સિલિન્ડરમાં લીકેજ હોવાનું સામે આવ્યું છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો Student Beaten up in Rajkot : રાજકોટ મારવાડી કોલેજના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને ચાર વિદ્યાર્થીઓએ માર માર્યો

આગ પર કાબુ: મળેલી માહિતી અનુસાર શનિવારે રાત્રે 2.52 કલાકે D-221ની સામેની ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતાં ચાર મિનિટ બાદ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ 20 મિનિટની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. મૃતકોમાં એક બાળકની ઉંમર 12 વર્ષ છે જ્યારે નવજાત બાળકી (છોકરી)ની ઉંમર 12 દિવસ છે.

આ પણ વાંચો Car Hit Baratis : ભાખિયુ નેતાએ સ્કોર્પિયો વડે બારાતીઓને કચડી નાખ્યા, બેન્ડના સભ્યનું મોત, 31 બારાતી ઈજાગ્રસ્ત

આગ લાગવાની ઘટનામાં બે બાળકોના મોત: મૃતકોમાં એક બાળકની ઉંમર 12 વર્ષ છે જ્યારે નવજાત બાળકી (છોકરી)ની ઉંમર 12 દિવસ છે. આગ લાગવાનું કારણ ગેસ સિલિન્ડર લીકેજ હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં આ ઘટનામાં 12 વર્ષીય બાળક અને 12 દિવસના નવજાત શિશુનું મોત નીપજ્યું હતું. તે જ સમયે, પરિવારના બાકીના સભ્યો ઘાયલ થયા હતા.

Last Updated : Feb 12, 2023, 11:30 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.