કિવઃ યુક્રેનના સ્વાસ્થ્ય પ્રધાન વિક્ટર લાયશ્કોએ (Ukraines Health Minister Viktor Lyashko) કહ્યું છે કે, રશિયન હુમલામાં (Russia Ukraine War) 198 લોકો માર્યા ગયા છે અને 1000થી વધુ ઘાયલ થયા છે. લિશ્કોએ શનિવારે કહ્યું કે, મૃતકોમાં 3 બાળકો પણ સામેલ છે. તેમના નિવેદનથી એ સ્પષ્ટ નથી થયું કે, માર્યા ગયેલાઓમાં કેટલા સૈનિકો અને નાગરિકો હતા.
આ પણ વાંચો: Ukraine Russia Invasion : ઝેલેન્સકીએ ચેતવણી આપી, કહ્યું- "આ છેલ્લી વખત હશે જ્યારે તમે મને જીવતો જોશો"
રશિયન હુમલામાં 33 બાળકો સહિત 1115 લોકો ઘાયલ
લિશ્કોએ જણાવ્યું હતું કે, ગુરુવારે ઉત્તર, પૂર્વ અને દક્ષિણથી યુક્રેનમાં મોટા પ્રમાણમાં હવાઈ અને મિસાઈલ હુમલાઓ અને લશ્કરી કાર્યવાહી સાથે શરૂ થયેલા રશિયન હુમલામાં 33 બાળકો સહિત 1115 લોકો ઘાયલ થયા હતા. રશિયન સૈનિકોએ શનિવારે વહેલી સવારે યુક્રેનની રાજધાની કિવ પર હુમલો કર્યો અને શહેરમાં વિસ્ફોટના અવાજો સંભળાયા હતા. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ (Ukraine President Volodymyr Zelensky) દેશ છોડવાનો ઇનકાર કર્યો છે અને તેમના દેશવાસીઓને મક્કમ રહેવા વિનંતી કરી છે. ઝેલેન્સકીએ કહ્યું કે, લડાઈ હજુ ચાલુ છે અને યુક્રેનનું ભવિષ્ય નક્કી કરશે.
આ પણ વાંચો: INDIA RUSSIA RELATIONS: અમેરિકાને ભારત અને રશિયાના સંબંધોથી કોઈ સમસ્યા નથી..