નવી દિલ્હી: મુંબઈ અને તેના ઉપનગરોમાં ભારે વરસાદ પડવાથી થોડા જ કલાકોમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલીક જગ્યાએ વાહન વ્યવહાર ખોરવાયો હતો. પૂર્વ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થયો હતો, જ્યારે રાજ્યના કેટલાક અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. રાજ્યમાં માઉન્ટ આબુ અને પ્રતાપગઢમાં સૌથી વધુ આઠ સેન્ટિમીટર વરસાદ (Mount Abu Received Eight Centimeters Of Rain) નોંધાયો છે.
-
Gujarat | With roads & bylanes submerged and rainwater inundating residential premises alike, the flood situation in Navsari district remains grim pic.twitter.com/7rymDUoj9u
— ANI (@ANI) July 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Gujarat | With roads & bylanes submerged and rainwater inundating residential premises alike, the flood situation in Navsari district remains grim pic.twitter.com/7rymDUoj9u
— ANI (@ANI) July 13, 2022Gujarat | With roads & bylanes submerged and rainwater inundating residential premises alike, the flood situation in Navsari district remains grim pic.twitter.com/7rymDUoj9u
— ANI (@ANI) July 13, 2022
મધ્યપ્રદેશમાં વીજળી પડતાં 3 વિદ્યાર્થીઓના મોત : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જોકે, શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહનવ્યવહારને અસર થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લઘુત્તમ તાપમાન 26.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા એક ડિગ્રી ઓછું હતું. તે જ સમયે, સવારે 8:30 વાગ્યે હવામાં ભેજનું પ્રમાણ 93 ટકા હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, મંગળવારે સવારે 8 વાગ્યા સુધી છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં બે મિમી વરસાદ નોંધાયો છે. મધ્યપ્રદેશના અગર માલવા જિલ્લાના સોયતખુર્દમાં મંગળવારે બપોરે વીજળી પડતાં સરકારી શાળાના 3 વિદ્યાર્થીઓના (3 Students Death In Lightning Strike In MP) થયા હતા અને અન્ય ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. મંગળવારે ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો કારણ કે છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં વધુ 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 1 જૂનથી રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 69 લોકોએ જીવ ગુમાવ્યા છે.
-
#WATCH | Mumbai: Amid incessant heavy rainfall lashing the city, Andheri subway continues to remain submerged under the rainwaters pic.twitter.com/gvNeeLnboF
— ANI (@ANI) July 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Mumbai: Amid incessant heavy rainfall lashing the city, Andheri subway continues to remain submerged under the rainwaters pic.twitter.com/gvNeeLnboF
— ANI (@ANI) July 13, 2022#WATCH | Mumbai: Amid incessant heavy rainfall lashing the city, Andheri subway continues to remain submerged under the rainwaters pic.twitter.com/gvNeeLnboF
— ANI (@ANI) July 13, 2022
આ પણ વાંચો: વરસાદે ક્યાંક લીધો વિરામ તો ક્યાંક હજી પણ અનરાધાર
સૌરાષ્ટ્રના કચ્છ અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ : રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી કુલ 27,896 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી 18,225 હજુ પણ આશ્રય ગૃહોમાં છે અને બાકીના લોકો તેમના ઘરે પરત ફર્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે અને સોમવાર રાતથી સૌરાષ્ટ્રના કચ્છ અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, મંગળવારે સવારે 6 વાગ્યાથી કચ્છના અંજાર તાલુકામાં 6 કલાકમાં 167 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે જીલ્લાના ગાંધીધામ તાલુકામાં 145 મીમી વરસાદ નોંધાયો હતો.
નર્મદા જિલ્લામાં 21 લોકોને બચાવ્યા : દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, વલસાડ અને તાપી જિલ્લા તેમજ રાજ્યના મધ્ય ભાગમાં આવેલા પંચમહાલ અને છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગએ (IMD) બુધવારે સવાર સુધી સૌરાષ્ટ્રના વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લાઓ તેમજ કચ્છ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વાનુમાન 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદ ચાલુ હોવાથી પૂર્ણા અને અંબિકા નદીઓ વહેતી થઈ છે, જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. સંયુક્ત ઓપરેશનમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સએ (SDRF) સોમવારે રાત્રે નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક કર્ઝન નદીના કિનારે પાણીમાં અચાનક વધારો થવાથી ફસાયેલા 21 લોકોને બચાવ્યા હતા.
નાસિક, પાલઘર અને પુણે જિલ્લામાં રેડ એલર્ટ : જાહેરમહારાષ્ટ્રના ઘણા ભાગોમાં અવિરત વરસાદને કારણે થયેલા અકસ્માતોમાં 3 બાળકો સહિત ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 95 લોકોને બચાવી લેવાયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યના પીડિત જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની (NDRF) 13 ટીમો અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ત્રણ ટીમો તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ નાસિક, પાલઘર અને પુણે જિલ્લામાં અતિશય વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે મંગળવારે નાસિક શહેરમાં શાળાઓ અને કોલેજો બંધ રહી હતી અને લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ જવા માટે કહેવામાં આવ્યું હતું, અધિકારીઓએ જણાવ્યું હતું.
પુણેમાં ત્રણ ભાઈ-બહેનોના થયા મોત : થાણે જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સવારે 8:30 વાગ્યા સુધી 106.3 મિમી વરસાદ નોંધાયો છે. મુંબઈના ઉપનગરમાં એક માળખું ધરાશાયી થતાં 2 લોકોના મોત થયા હતા, જ્યારે પૂર્વ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં એક વ્યક્તિ ડૂબી ગયો હતો, અધિકારીઓએ જણાવ્યું હતું. મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં મંગળવારે પૂરમાં એક SUV વાહન પુલ પરથી ધોવાઈ જતાં મધ્યપ્રદેશના 3 લોકોના મોત થયા હતા અને અન્ય 3 લોકો ગુમ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. અકસ્માતમાં માર્યા ગયેલા લોકો મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના રહેવાસી હતા. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન એકમના વડા અવિનાશ સાવંતે જણાવ્યું હતું કે, રાબોડીના રહેમત નગર વિસ્તારમાં બપોરે એક મકાનનો એક ભાગ ધરાશાયી થયો હતો, પરંતુ આ સમયગાળા દરમિયાન કોઈ જાનહાનિ થઈ ન હતી. મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ચાકન વિસ્તારમાં મંગળવારે પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાથી ચારથી આઠ વર્ષની વયના ત્રણ ભાઈ-બહેનોના મોત થયા હતા.
કેરળના ત્રણ ઉત્તરીય જિલ્લાઓમાં વરસાદ માટે ઓંરેજ એલર્ટ : કેરળના વાયનાડ, કાસરગોડ અને કન્નુર જિલ્લામાં આગામી 24 કલાક માટે નારંગી ચેતવણી જારી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે રાતથી અહીં ભારે વરસાદની ચેતવણી આપી છે. ઓરેન્જ એલર્ટ આગામી 24 કલાકમાં 100 મીમીથી વધુ વરસાદની આગાહી કરે છે. બુધવારે રાજ્યના અન્ય તમામ 11 જિલ્લાઓને યલો એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા હતા. કેરળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ નીચાણવાળા વિસ્તારો, નદી કિનારા અને પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને અત્યંત સાવચેત રહેવા જણાવ્યું છે. કેરળ પોલીસ અને કેરળ અગ્નિશમન અને બચાવ વિભાગ પણ ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્વયંસેવકો સાથે હાઇ એલર્ટ પર છે.
કર્ણાટકમાં વરસાદે મચાવી તબાહી : કર્ણાટકમાં મંગળવારે ભારે વરસાદને કારણે ઉત્તર કન્નડ જિલ્લાના માર્કવાડા ગામમાં દિવાલ ધરાશાયી થતાં એક મહિલા અને તેની પુત્રીનું મોત થયું હતું. દરિયાકાંઠાના અને ઉત્તર કર્ણાટક પ્રદેશમાંથી ભૂસ્ખલન, શાળાની ઇમારત અને મકાન ધરાશાયી થવાની અનેક ઘટનાઓ નોંધાઈ છે. મૃતકોની ઓળખ 35 વર્ષીય રુક્મિણી વિટ્ટલ અને તેની 13 વર્ષની પુત્રી શ્રીદેવી વિટ્ટલ તરીકે થઈ છે. ઘટના સમયે મૃતકો સૂતા હતા. પડોશીઓએ કાટમાળ હટાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં પીડિતોનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. દરમિયાન, અધિકારીઓએ મંગળવારે દક્ષિણ કન્નડ જિલ્લાના પુટ્ટુર નજીક કનિયુર ખાતે એક યુવકનો મૃતદેહ મેળવ્યો હતો. બીજા મૃતદેહની શોધ ચાલુ છે. મૃતક યુવકો કારમાં મુસાફરી કરી રહ્યા હતા, જે પૂરના પાણીમાં વહી ગયા હતા. જ્યાંથી કાર મળી આવી હતી ત્યાંથી 250 મીટર દૂર લાશ મળી આવી હતી.
મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો : ઉત્તર કર્ણાટકમાં કૃષ્ણા નદી અને દક્ષિણ કર્ણાટકમાં કાવેરીના કિનારે રહેતા લોકોને ભારે વરસાદ બાદ સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈ, ગૃહ પ્રધાન અર્ગા જ્ઞાનેન્દ્ર, મહેસૂલ પ્રધાન આર.કે. અશોક અને ઉર્જા પ્રધાન વી. સુનિલ કુમારે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મૈસૂર પહોંચ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા મુખ્યપ્રધાન બોમાઈએ કહ્યું કે, અમારી પાસે જાનહાનિ, મકાન પડવાની ઘટનાઓની માહિતી છે.
આ પણ વાંચો: Pavagadh Ropeway Service : પાવાગઢમાં રોપ વે સર્વિસ રહેશે બંધ, યાત્રાધામનો નિર્ણય
પ્રથમ તબક્કામાં રાજ્યમાં પાક નુકસાનનો સર્વે કરવામાં આવ્યો : ખેતીને થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવી રહ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે, ભારે વરસાદને કારણે રોડ કનેક્ટિવિટી ખોરવાઈ છે. ભૂસ્ખલન થાય છે, કોડાગુ જિલ્લામાં ભૂકંપ આવે છે અને દરિયાઈ ધોવાણ થાય છે. ઉત્તર કર્ણાટકમાં નદી કિનારે આવેલા મકાનોને નુકસાન થયું છે. પ્રથમ તબક્કામાં રાજ્યમાં પાક નુકસાનનો સર્વે કરવામાં આવ્યો છે. હું સાંજે વિગતો મેળવીશ. મુખ્યપ્રધાન બોમાઈએ કહ્યું કે, રાષ્ટ્રીય આપત્તિ પ્રબંધન પ્રાધિકરણને રાજ્યમાં બચાવ અને રાહત કાર્ય માટે 739 કરોડ રૂપિયાનું ભંડોળ મળ્યું છે. રાહત કાર્ય શરૂ કરવા માટે નાણાંની અછત નથી.