- સોનાના દાગીના મદુરાઇથી કન્યાકુમારી લવાયા હતા
- તિરુનેલવેલી જિલ્લામાથી 12 કરોડના સોનાના દાગીના કબજે કરાયા
- આવક અધિકારીઓ સોનાના દસ્તાવેજો તપાસી રહ્યા હતા
ચેન્નઇ: તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી પહેલા, ઉડતી ટુકડીએ તિરુનેવેલી જિલ્લામાં વાહન ચેકિંગ કર્યું હતું. આ વાહન ચેકિંગ કરતા સમયે એક કારમાંથી આશરે 12 કરોડ રૂપિયાના સોનાના દાગીના કબજે કર્યા હતા. આ સોનાના દાગીનાની તપાસમાં કરતા જાણવા મળ્યું હતું કે,સોનાના આભૂષણ મદુરાઈ એરપોર્ટથી કન્યાકુમારી લાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ દિલ્હીમાં પોલીસ એન્કાઉન્ટરમાં બે વોન્ટેડ આરોપી ઝડપાયા
આ સોનાના દાગીના અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કન્યાકુમારીનો એક વેપારી બલ્કમાંથી દાગીના ખરીદે છે અને નજીકની દુકાનમાં વેચે છે. આ અંગે આવકવેરા અધિકારીઓ જ્વેલરીના દસ્તાવેજો ચકાસી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.
આ પણ વાંચોઃ જેલ સહાયક લાંચ લેતા રંગે હાથે ઝડપાયા