ETV Bharat / bharat

ઉત્તરાખંડમાં દ્વારાહાટના ભૈરવનાથ મંદિરમાં 11મી સદીનું શિવલિંગ ચોરાયું

દ્વારાહાટના પ્રસિદ્ધ ભૈરવનાથ મંદિરમાં દૂર દૂરથી લોકો મહાદેવના દર્શન કરવા આવતાં હોય છે, પરંતુ હવે આ મંદિરમાંથી 11મી સદીનું શિવલિંગ ચોરાઈ ગયું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

ઉત્તરાખંડમાં દ્વારાહાટના ભૈરવનાથ મંદિરમાં 11મી સદીનું શિવલિંગ ચોરાયું
ઉત્તરાખંડમાં દ્વારાહાટના ભૈરવનાથ મંદિરમાં 11મી સદીનું શિવલિંગ ચોરાયું
author img

By

Published : Feb 11, 2021, 7:12 PM IST

  • ઉત્તરાખંડમાં ભૈરવનાથ મંદિરમાંથી શિવલિંગની ચોરી થતાં લોકોમાં રોષ
  • મામલાની ગંભીરતા જોતાં મંદિર ક્ષેત્રમાં પોલીસના જવાનો તહેનાત કરાયાં
  • સવારે દર્શનાર્થીઓ શિવલિંગના દર્શન માટે આવ્યાં પણ શિવલિંગ ગાયબ હતું

અલમોડાઃ દ્વારાહાટના પ્રસિદ્ધ ભૈરવનાથ મંદિરમાં તસ્કરો શિવલિંગ ચોરી ગયા છે. સૂચના પર દ્વારાહાટના લોકોમાં રોષ જોવા મળ્યો છે. આ મામલાની ગંંભીરતાને જોતે મંદિર ક્ષેત્રમાં પોલીસને તહેનાત કરી દેવામાં આવી છે. આ શિવલિંગ 11મી સદીનું છે.

સીસીટીવીમાં અજાણ્યાં વ્યક્તિ મંદિરમાં જતો દેખાયો

જાણવા મળે છે કે, દ્વારાહાટમાં કત્યૂરી શાસનકાળમાં બનેલું આ પ્રસિદ્ધ ભૈરવનાથ મંદિરમાં દર્શનાર્થીઓ દર્શન માટે આવ્યા હતા, પરંતુ શિવલિંગ જ ગાયબ થઈ ગયું હતું. આ અંગેની માહિતી મળતા મંદિરમાં સ્થાનિક લોકોની ભીડ ઉમટી પડી હતી. આ સાથે જ ઘટનાથી લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે, પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરાથી કેટલાક પૂરાવા હાથ લાગ્યા છે, જેમાં કોઈ અજાણ્યો વ્યક્તિ મંદિરમાં જતો દેખાઈ રહ્યો છે. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં આ શિવલિંગની કિંમત ખૂબ જ ઊંચી મનાય છે

આ મામલાની ગંભીરતા જોતા એસએસપી પંકજ ભટ્ટ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, ભારતીય પુરાતત્વ વિભાગ હેઠલ આવતું આ મંદિરમાં બુધવારે સવારે કર્મચારીઓને શિવલિંગ ગાયબ જોવા મળ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, શિવલિંગ તોડીને લઈ જવામાં આવ્યું હતું. ગાયબ શિવલિંગની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ખૂબ જ ઊંચી માનવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.