- દિલ્હીમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં 100 ડૉક્ટરના મોત
- બીજી લહેરમાં 420 અને દિલ્હીમાં 100 ડૉક્ટર્સના મોત થયા
- 12 ડૉક્ટર્સ એવા છે જેમણે કોરોના રસીના બન્ને ડોઝ લીધા છે
નવી દિલ્હી : કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટર માટે પણ જીવલેણ સાબિત થઇ રહી છે. દિલ્હી સહિત સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં ડૉક્ટરના મોત કોરોના સંક્રમણને કારણે થયા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, આ સાથે એક યાદી જાહેર કરી છે, જેમાં કોરોના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા ડૉક્ટર્સના નામ છે. આ યાદી મુજબ સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરમાં 420 અને દિલ્હીમાં 100 ડૉક્ટર્સના મોત થયા છે. મોટી સંખ્યામાં ડૉક્ટર્સ એવા પણ છે કે, જેમણે કોરોના રસીના બન્ને ડોઝ લીધા છે.
રસીના બન્ને ડોઝ લીધેલા 12 ડૉકટર્સના મોત
IMA અનુસાર દિલ્હીમાં 12 ડૉક્ટર્સ એવા છે, જેમણે કોરોના રસીના બન્ને ડોઝ લીધા હતા, પરંતુ તેમ છતાં તેમને કોરોના સંક્રમિત થયા હતાં અને તેમને કોરોના સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા હતા. જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. કે. કે. અગ્રવાલનો પણ સમાવેશ થાય છે. કોરોના રસીના બન્ને ડોઝ લીધા હોવા છતાં કેન્દ્ર સરકારે પોતાનો જીવ ગુમાવનારા ડૉકટર્સની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ચિંતા વ્યક્ત કરી છે. NITI આયોગે પણ સ્પષ્ટ કર્યું છે કે, ભારતમાં ઉત્પાદિત બન્ને રસીઓને આપાતકાલિન ઉપયોગ માટે છૂટ આપવામાં આવી છે.
આ પણ વાંચો - સરકારી પેનલની ભલામણઃ કોવિશીલ્ડ રસીના બે ડોઝ વચ્ચે 12-16 અઠવાડિયાનો તફાવત હોવો જોઈએ
અધૂરી રસીથી સંપૂર્ણ પ્રૂફ સંરક્ષણની અપેક્ષા રાખવી યોગ્ય નથી
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા જારી કરવામાં આવેલી યાદી મુજબ, કોરોનાની પ્રથમ લહેરમાં દિલ્હીમાં કોરોના ચેપને કારણે માત્ર 23 ડૉક્ટર્સનાં મોત થયા હતા. કોરોનાની બીજી લહેરમાં મોટાભાગના ડૉક્ટર્સે રસીના બન્ને ડોઝ લીધા હોવા છતાં અત્યાર સુધીમાં 100 ડૉક્ટર્સ મૃત્યુ પામ્યા છે. IMAનો આ આંકડો એકદમ ભયાનક છે. આ ડેટા અહીં મર્યાદિત નથી. ડૉક્ટર્સના મૃત્યુનો સિલસિલો યથાવત છે.
આ પણ વાંચો - નિષ્ણાંત સમિતિએ 2થી 18 વર્ષની વય માટે કોવેક્સિન રસીના બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણની કરી ભલામણ
1 એપ્રિલથી 15 મે દરમિયાન એકલા દિલ્હીમાં 100 ડૉક્ટર્સના મોત
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સેક્રેટરી જનરલ ડૉ. જયેશ લેલે કહે છે કે, તેમને જાણવાથી ખૂબ જ દુઃખ થાય છે કે, 1 એપ્રિલથી 15 મે દરમિયાન લગભગ દોઢ મહિના દરમિયાન સમગ્ર દેશમાં 400થી વધુ ડૉક્ટર્સ કોરોના ચેપથી મૃત્યુ પામ્યા છે. ડિસેમ્બર-2020 સુધીમાં કોરોનાની પ્રથમ લહેરમાં સમગ્ર દેશમાં 740 ડૉક્ટર્સ મૃત્યુ પામ્યા હતા, તો બીજી લહેર એટલી જોખમી કેમ છે?
આ પણ વાંચો - મોદી 10 રાજ્યોના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સાથે કરશે વાતચીત, મમતા પણ આપશે હાજરી
આ અંગે ડૉક્ટર જયેશ જણાવે છે કે, કોરોનાની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા 4 ગણી વધી ગઇ છે. જુલાઇ અને સપ્ટેમ્બર સુધીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 94,000 સુધી પહોંચી ગઇ હતી. 1 એપ્રિલ, 2021 પછી કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, જે હવે 4 લાખ નજીક પહોંચી ગયો છે.
આ પણ વાંચો - પશ્ચિમ રેલવેએ એક જ દિવસમાં 450 ટન ઓક્સિજનનું પરિવહન કર્યું
પેરામેડિકલ સ્ટાફ અને ડૉકટર્સ પર ભારણ આવ્યું
લગભગ 20 દિવસ સુધી 3.50 લાખથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાઇ રહ્યા હતા, જે પરથી અનુમાન લગાવી શકાય કે, પેરામેડિકલ સ્ટાફ અને ડૉકટર્સ પર ભારણ આવ્યું છે. તેમને સતત 15 કલાક કામ કરવું પડી રહ્યું છે. તેમને પૂરતો આરામ નથી મળતો. આ સમય દરમિયાન જો કોરોના સંક્રમણ થાય તો નબળી ઇમ્યુનિટીને કારણે તેમનો વાયરલ લોડ વધારે હોય છે. જે કારણે મોટી સંખ્યામાં ડૉકટર્સ કોરોનાને કારણે મરી રહ્યા છે.
આ પણ વાંચો - હવે તમે 250ની કોવિસેલ્ફ કીટથી જાતે કોરોના ચકાસી શકાશે
ડૉકટર્સને બચાવવા કરી અપીલ
ડૉ. જયેશ લેલે દ્વારા સરકાર પાસે ડૉક્ટર્સના પરિવારોની આર્થિક સુરક્ષાની માગ કરવામાં આવી છે. આ સાથે ડૉકટર્સની નિમણૂક કરવાની માગ કરી છે, જેથી આવી સ્થિતિ ન આવે જેથી એક ડૉક્ટર પર વધારે કામનું ભારણ ન આવે. ગત દોઢ વર્ષથી કોરોના સામે લડતા ડૉક્ટર્સ ખૂબ જ ડરી ગયા છે, બીમાર પડી રહ્યા છે, જો ડૉકટર્સ નહીં રહે, તો દર્દીઓની સારવાર કોણ કરશે? તેથી ડૉક્ટરની સલામતીને પ્રાધાન્ય આપવું પડશે.
આ પણ વાંચો - દિલ્હીમાં વધુ એક અઠવાડિયા માટે લંબાયું લોકડાઉન, 31મે સવારે 5 વાગ્યા સુધી લાગૂ રહેશે