ETV Bharat / bharat

100 crore vaccination : દેશનો સૌથી મોટો ખાદીનો તિરંગો લાલ કિલ્લા પર ફરકાવાશે

કોરોના મહામારીથી બચવા માટે દેશભરમાં કોરોના વેક્સિનેશન (Corona Vaccination) ચાલી રહ્યું છે. ત્યારે હવે દેશ એક નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે. કારણ કે, દેશમાં કોરોનાની વેક્સિનના (Corona Vaccination) ડોઝની સંખ્યા 100 કરોડ પૂર્ણ થવા આવી છે. ત્યારે 100 કરોડની સંખ્યા પૂર્ણ થવા પર દેશમાં સૌથી મોટા ખાદી તિરંગાને આજે લાલ કિલ્લામાં (Red Fort) ફરકાવવામાં આવશે. સત્તાવાર સૂત્ર તરફથી આ માહિતી મળી છે.

100 કરોડ ડોઝઃ દેશનું સૌથી મોટો ખાદી તિરંગો લાલ કિલ્લા પર પ્રદર્શિત કરાશે

author img

By

Published : Oct 21, 2021, 8:29 AM IST

Updated : Oct 21, 2021, 10:17 AM IST

  • ભારતમાં કોરોના વેક્સિનેશનના ડોઝની સંખ્યા 100 કરોડની નજીક પહોંચી
  • 100 કરોડની સંખ્યા પૂર્ણ થવા પર દેશમાં સૌથી મોટા ખાદી તિરંગાને આજે લાલ કિલ્લામાં ફરકાવાશે
  • આ તિરંગાની લંબાઈ 225 ફૂટ અને પહોળાઈ 150 ફૂટ છે અને તેનું વજન લગભગ 1,400 કિલો છે

નવી દિલ્હીઃ કોરોના મહામારીથી બચવા માટે દેશભરમાં કોરોના વેક્સિનેશન (Corona Vaccination) ચાલી રહ્યું છે. ત્યારે 100 કરોડની સંખ્યા પૂર્ણ થવા પર દેશમાં સૌથી મોટા ખાદી તિરંગાને આજે લાલ કિલ્લામાં (Red Fort) ફરકાવવામાં આવશે. સત્તાવાર સૂત્ર તરફથી આ માહિતી મળી છે. તેમણે જણાવ્યું હતું કે, આ તિરંગાની લંબાઈ 225 ફૂટ અને પહોળાઈ 150 ફૂટ છે અને તેનું વજન લગભગ 1,400 કિલો છે. તેમણે કહ્યું હતું કે, આ તિરંગો 2 ઓક્ટોબરે ગાંધી જયંતી પર લેહમાં ફરકાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- Gujarat Corona Update: 24 કલાકમાં 14 પોઝિટિવ કેસ નોંધાયા, 22 દર્દીઓ થયા કોરોનાથી મુક્ત, કુલ એક્ટિવ કેસ 176

મોડું કર્યા વગર વેક્સિન લગાવવા કેન્દ્રિય આરોગ્ય પ્રધાનની અપીલ

દેશમાં કોરોનાની વેક્સિનના ડોઝની સંખ્યા 100 કરોડ પૂર્ણ થવા આવી છે. ત્યારે આ તમામની વચ્ચે કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Union Health Minister Mansukh Mandvia) બુધવારે કોરોના વેક્સિનેશન (Corona Vaccination) માટે યોગ્ય લોકોને મોડું કર્યા વગર વેક્સિન લગાવવા અને ભારતની ઐતિહાસિક વેક્સિનેશન યાત્રામાં યોગદાન આપવાની અપીલ કરી હતી. ભારતમાં કોરોના વેક્સિનેશન અંતર્ગત 100 કરોડ ડોઝ આપવાની ખુશી ઉજવવા માટે અનેક કાર્યક્રમોની યોજના બનાવવામાં આવી છે. દેશમાં 100 કરોડ ડોઝ આપવા અંગે કેન્દ્રિય આરોગ્ય પ્રધાન લાલ કિલ્લાથી ગાયક કૈલાશ ખેરનું ગીત અને ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ જાહેર કરશે.

આ પણ વાંચો- Corona update : 14,623 નવા કેસ સામે આવ્યા, 197 મોત

100 કરોડ વેક્સિનના ડોઝના સ્વર્ણિમ પ્રસંગે સહભાગી થવા કેન્દ્રિય આરોગ્ય પ્રધાનની અપીલ

કેન્દ્રિય આરોગ્ય પ્રધાને ટ્વિટ કરી જણાવ્યું હતું કે, દેશ કોરોના વેક્સિનેશનમાં (Corona Vaccination) સદી બનાવવાની નજીક છે. આ સ્વર્ણિમ પ્રસંગે સહભાગી બનવા માટે દેશવાસીઓને મારી અપીલ છે કે, જેમનું વેક્સિનેશન બાકી છે. તેઓ તાત્કાલિક વેક્સિન લગાવીને ભારતની આ ઐતિહાસિક સ્વર્ણિમ વેક્સિનેશન યાત્રામાં (Historic Golden Vaccination Journey) પોતાનું યોગદાન આપે. તો આ તરફ સ્પાઈસજેટ 100 કરોડ ડોઝની ઉપલબ્ધી હાંસલ થવા પર આજે દિલ્હી એરપોર્ટ પર વિશેષ ડ્રેસ આપશે. આ પ્રસંગે કેન્દ્રિય આરોગ્ય પ્રધાન, નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને સ્પાઈસજેટના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહ ઉપસ્થિત રહેશે.

લાલ કિલ્લા પર 1,400 કિલોનો તિરંગો ફરકાવાશે

તિરંગા અંગે વાત કરીએ તો, એક સૂત્રએ જણાવ્યું હતું કે, આ તિરંગાની લંબાઈ 225 ફૂટ અને પહોળાઈ 150 ફૂટ છે અને તેનું વજન લગભગ 1,400 કિલો છે. તેમણે કહ્યું હતું કે, આ તિરંગો 2 ઓક્ટોબરે ગાંધી જયંતી પર લેહમાં ફરકાવવામાં આવ્યો હતો. આ તિરંગો ભારતમાં કપાસ ખાદીના હાથથી બનેલો છે. તો અત્યાર સુધી સૌથી મોટો તિરંગો પણ છે.

100 કરોડ વેક્સિનના ડોઝ પૂર્ણ થતા તેની જાહેરાત વિમાનો, જહાજો, મેટ્રોલ અને રેલવે સ્ટેશન પર કરાશે

કેન્દ્રિય આરોગ્ય પ્રધાને આ પહેલા કહ્યું હતું કે, જ્યારે ભારત વેક્સિનના 100 કરોડ ડોઝ લગાવવાની ઉપલબ્ધી પ્રાપ્ત કરશે ત્યારે તેની જાહેરાત વિમાનો, જહાજો, મેટ્રો અને રેલવે સ્ટેશન પર કરવામાં આવશે. આ ઉપલબ્ધી હાંસલ કરવાની ખુશી શહેરમાં કેન્દ્ર સરકારના હોસ્પિટલ્સમાં પણ ઉજવવામાં આવશે. બુધવારે રાત્રે 10.50 મિનીટ સુધી કોવિન પોર્ટલથી (CoWin Portal) પ્રાપ્ત માહિતી અનુસાર, દેશમાં કોરોના વેક્સિનના 99.7 કરોડ ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે. જ્યારે લગભગ 75 ટકા પુખ્ત વયના લોકોને વેક્સિનના ઓછામાં ઓછા એક ડોઝ લાગી ચૂક્યા છે. જ્યારે 31 ટકા વસતીને બંને ડોઝ લગાવવામાં આવ્યા છે.

લોકો વેક્સિનનો બીજો ડોઝ પણ લઈ લે, જેથી કોરોનાથ બચી શકેઃ કેન્દ્રિય આરોગ્ય પ્રધાન

કેન્દ્રિય આરોગ્ય પ્રધાને કહ્યું હતું કે, વેક્સિનના 100 કરોડ ડોઝ લગાવ્યા પછી અમે મિશન અંતર્ગત સુનિશ્ચિત કરીશું કે, જેમણે પહેલો ડોઝ લીધો છે. તેમને બીજો ડોઝ પણ લાગે, જેથી કોરોનાથી તેમની સુરક્ષા નિશ્ચિત થઈ શકે. કેન્દ્રએ કહ્યું હતું કે, જે ગામમાં 100 ટકા વેક્સિનેશન થઈ ચૂક્યું છે. તેમને 100 કરોડ ડોઝ લગાવવાની ઉપલબ્ધી મનાવવા માટે આ અભિયાનમાં મહત્ત્વપૂર્ણ કામ કરનારા આરોગ્યકર્મીઓની પ્રશંસામાં પોસ્ટર બેનર લગાવવા જોઈએ.

Last Updated : Oct 21, 2021, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.