ચંદીગઢઃ પંજાબમાં આમ આદમી પાર્ટી સરકારના 10 પ્રધાનોએ શપથ (New ministers Oath in Punjab) લીધા છે. જેમાં એક મહિલા પ્રધાનનો પણ સમાવેશ છે. પંજાબના ગવર્નર બનવારીલાલ પુરોહિતે પંજાબ કેબિનેટમાં પ્રધાનોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
આ પણ વાંચો: Panjab New CM Bhagwant Mann : ભગવંત માને પંજાબના મુખ્યપ્રધાન તરીકે લીધા શપથ
હરપાલ સિંહ ચીમા સતત બીજી વખત ચૂંટણી જીત્યા : હરપાલ સિંહ ચીમાએ પ્રધાન તરીકે શપથ લીધા હતા. હરપાલ સિંહ ચીમાની ઉંમર 47 વર્ષ છે. તેઓ દિરબા બેઠક પરથી ધારાસભ્ય બન્યા છે. હરપાલ સિંહ ચીમા સતત બીજી વખત ચૂંટણી જીત્યા છે. તેઓ પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. હરપાલ સિંહ ચીમા વ્યવસાયે વકીલ છે. AAP ધારાસભ્ય ડૉ બલજીત કૌરે પણ પ્રધાન તરીકે શપથ લીધા હતા, તે મલોટ સીટથી ધારાસભ્ય બન્યા છે. બલજીત કૌર પૂર્વ સાંસદ પ્રોફેસર સાધુ સિંહની પુત્રી છે. તે નવેમ્બર 2021માં આમ આદમી પાર્ટીમાં જોડાઈ હતી. ડૉ.બલજીત કૌરે સરકારી નોકરી છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો છે.
-
पंजाब का नया मंत्रिमंडल कल शपथ ग्रहण करेगा। पंजाब की AAP सरकार में होने वाले सभी मंत्रियों को बहुत-बहुत शुभकामनाएँ।
— Bhagwant Mann (@BhagwantMann) March 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
पंजाब की जनता ने हम सबको बहुत बड़ी ज़िम्मेदारी दी है, हमें दिन-रात मेहनत कर लोगों की सेवा करनी है, पंजाब को एक ईमानदार सरकार देनी है। हमें रंगला पंजाब बनाना है। pic.twitter.com/Z5wDmD9Zpg
">पंजाब का नया मंत्रिमंडल कल शपथ ग्रहण करेगा। पंजाब की AAP सरकार में होने वाले सभी मंत्रियों को बहुत-बहुत शुभकामनाएँ।
— Bhagwant Mann (@BhagwantMann) March 18, 2022
पंजाब की जनता ने हम सबको बहुत बड़ी ज़िम्मेदारी दी है, हमें दिन-रात मेहनत कर लोगों की सेवा करनी है, पंजाब को एक ईमानदार सरकार देनी है। हमें रंगला पंजाब बनाना है। pic.twitter.com/Z5wDmD9Zpgपंजाब का नया मंत्रिमंडल कल शपथ ग्रहण करेगा। पंजाब की AAP सरकार में होने वाले सभी मंत्रियों को बहुत-बहुत शुभकामनाएँ।
— Bhagwant Mann (@BhagwantMann) March 18, 2022
पंजाब की जनता ने हम सबको बहुत बड़ी ज़िम्मेदारी दी है, हमें दिन-रात मेहनत कर लोगों की सेवा करनी है, पंजाब को एक ईमानदार सरकार देनी है। हमें रंगला पंजाब बनाना है। pic.twitter.com/Z5wDmD9Zpg
ભગવંત માનના કેબિનેટના 10 રત્નો
1. હરપાલ સિંહ ચીમા : દિરબા વિધાનસભા બેઠક પરથી સતત બીજી વખત ધારાસભ્ય બનેલા હરપાલસિંહ ચીમા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રહી ચુક્યા છે. ચીમા વ્યવસાયે વકીલ છે અને શરૂઆતથી જ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. તેમને આમ આદમી પાર્ટીનો મોટો દલિત ચહેરો માનવામાં આવે છે.
2. હરભજન સિંહ ETO : ભગવંત માને પોતાની કેબિનેટમાં હરભજન સિંહ ETOનો પણ સમાવેશ કર્યો છે. હરભજન સિંહ ETO જંડિયાલા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. હરભજન સિંહ 2012 માં ETO બન્યા અને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધા પછી 2017 માં આમ આદમી પાર્ટીમાં જોડાયા.
3. ડૉ. બલજીત કૌર : ડૉ. કૌર આમ આદમી પાર્ટીના પૂર્વ સાંસદ સાધુ સિંહની પુત્રી છે. ડૉ.બલજીત કૌર મલોટ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ડૉ. બલજીત કૌર વ્યવસાયે નેત્ર ચિકિત્સક છે.
4. ડૉ.વિજય સિંગલા : માણસાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા ડૉ.વિજય સિંગલાએ પ્રખ્યાત પંજાબી ગાયક અને કૉંગ્રેસના ઉમેદવાર સિદ્ધુ મુસેવાલાને હરાવ્યા હતા. તેઓ વ્યવસાયે ડેન્ટલ સર્જન છે.
5. લાલચંદ કટારુચક : કટારુચક ભોઆ વિધાનસભા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. તેઓ લાંબા સમયથી સમાજ સેવામાં સક્રિય છે અને પ્રથમ વખત ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચ્યા છે. લાલચંદ કટારુચાકે કોંગ્રેસના દિગ્ગજ નેતા જોગીન્દર પાલને હરાવ્યા.
6. ગુરમીત સિંહ મીટ હેર : ગુરમીત સિંહ મીટ હેર સતત બીજી વખત બરનાલાથી ધારાસભ્ય બન્યા છે. B.Tech નો અભ્યાસ કર્યા બાદ તેઓ સિવિલ સર્વિસની તૈયારી કરવા દિલ્હી ગયા હતા. ગુરમીત દિલ્હીમાં અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન સાથે સંકળાયેલા હતા અને બાદમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 32 વર્ષીય મીત હરે બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
7. હરજોત સિંહ બેન્સ : હરજોત શ્રી આનંદપુર સાહિબ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. હરજોત સિંહ બેન્સે રાણા કેપી સિંહને હરાવ્યા હતા, જે અગાઉની સરકાર દરમિયાન પંજાબ વિધાનસભાના સ્પીકર હતા. લંડનમાં ભણેલા હરજોત સિંહ વકીલ છે. ગત વખતે તેઓ સાહનેવાલથી ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. હરજોત આમ આદમી પાર્ટીની યુવા પાંખના પ્રમુખ પણ છે.
8. લાલજીત ભુલ્લર : લાલજીત ભુલ્લરે પટ્ટી સીટ પરથી આદેશ પ્રતાપ સિંહ કૈરોનને હરાવ્યા હતા. કૈરોન પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલના જમાઈ છે. લાલજીત સિંહ ભુલ્લર કે જેઓ પાટીની અનાજ માર્કેટમાં કામ કરતા હતા તે કોઈ સમયે કૈરોની નજીક રહેતા હતા.
9. કુલદીપ સિંહ ધાલીવાલ : અજનલા સીટથી ધારાસભ્ય બનેલા કુલદીપ સિંહ ધાલીવાલ સાત વર્ષ પહેલા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા.
10. બ્રહ્માશંકર ઝિમ્પા : બ્રહ્માશંકર ઝિમ્પા હોશિયારપુર બેઠક પરથી ચૂંટણી જીત્યા. તેમણે ચન્ની સરકારના મંત્રી સુંદર અરોરાને હરાવ્યા હતા.
ભગવંત માને કેબિનેટના પ્રધાનોને અભિનંદન પાઠવ્યા :
મુખ્યપ્રધાન ભગવંત માને કહ્યું હતું કે, “પંજાબની AAP સરકારમાં સામેલ થયેલા તમામ પ્રધાનોને ખૂબ ખૂબ અભિનંદન. પંજાબની જનતાએ આપણા બધાને ઘણી જવાબદારીઓ સોંપી છે, અમારે લોકોની સેવા કરવા, પંજાબને ઈમાનદાર સરકાર આપવા માટે દિવસ-રાત મહેનત કરવી પડશે. અમારે રંગલા પંજાબ બનાવવું છે.' આ નવી સરકારમાં બલજીત કૌર એકમાત્ર મહિલા પ્રધાન હશે. આ ઉપરાંત હરભજન સિંહ ઈટો, વિજય સિંઘલા, લાલ સિંહ કાત્રુચાક, ગુરમીત સિંહ મીત હાયર, કુલદીપ સિંહ ધાલીવાલ, લાલજીત સિંહ ભુલ્લર, બ્રહ્મ શંકર અને હરજોત સિંહ બેન્સ સહિતના પ્રધાનોએ શપથ લીધા હતા.
આ પણ વાંચો: Punjab Assembly Result 2022 : સોશિયલ મીડિયા પર ખાલિસ્તાન અને કુમાર વિશ્વાસ થયા ટ્રેન્ડ, જુઓ ટિપ્પણી
AAP સરકારની પ્રથમ કેબિનેટ બેઠક બપોરે યોજાશે : પંજાબ કેબિનેટમાં મુખ્યપ્રધાન સહિત 18 પ્રધાનો હોઈ શકે છે. શપથ લીધા બાદ પ્રધાનો ચાર્જ સંભાળશે અને AAP સરકારની પ્રથમ કેબિનેટ બેઠક બપોરે યોજાશે. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે બુધવારે માનને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીને 117 સભ્યોની વિધાનસભામાં કુલ 92 બેઠકો મળી છે.