ETV Bharat / assembly-elections

ઝઘડિયા વિધાનસભા બેઠક જીતવા અપક્ષ લડત આપનાર છોટુ વસાવા સાથે એક મુલાકાત, જૂઓ શું કહે છે - છોટુ વસાવા સાથે એક મુલાકાત

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પૈકી ઝઘડિયા વિધાનસભા બેઠક ( Zaghadiya Assembly Seat ) ખૂબ રસપ્રદ બની રહી છે. ત્યારે અપક્ષના ઉમેદવાર એવા છોટુ વસાવા ( Independent Candidate Chhotu Vasava ) સાથે મુલાકાત કરી હતી.

ઝઘડિયા વિધાનસભા બેઠક જીતવા અપક્ષ લડત આપનાર છોટુ વસાવા સાથે એક મુલાકાત, જૂઓ શું કહે છે

author img

By

Published : Nov 15, 2022, 8:38 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

ભરુચ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઝઘડિયા વિધાનસભા બેઠક ( Zaghadiya Assembly Seat ) જીતવા માટે અપક્ષ તરીકે મેદાનમાં આવનારા છોટુ વસાવા ( Independent Candidate Chhotu Vasava ) એ જણાવ્યું હતું કે બિરસા મુંડાની 147 મી જન્મ જયંતી નિમિત્તે બિરસા મુંડાને યાદ કરી બિરસા મુંડા દાદા જે પ્રમાણે આદિવાસીઓના હક માટે લડતા હતાં તે વારસો અમે અવિરતપણે ચાલુ રાખીશું અને ભ્રષ્ટાચારી પાર્ટીઓ સામે સતત લડત આપીશું.

આમ આદમી પાર્ટી પોતાને બાપ માનતો હોય ત્યારે અમે તેઓને ખુલ્લા પાડીશું

જનતાને અપીલ ઝઘડિયા વિધાનસભાની બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવારી કરનાર છોટુ વસાવા ( Independent Candidate Chhotu Vasava ) એ જણાવ્યું હતું કે 147 વર્ષ પહેલાં જે અમારી પ્રજા પર અત્યાચારો થયાં તેની સામે બિરસા મુંડા દાદાએ લડત આપી હતી. પરંતુ તે સમયે એ લોકોની સંખ્યા ખૂબ ન હતી. હું જનતાને અપીલ કરું છું કે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી હોય તેવા લોકોના લીધે આ દેશમાં આવી સમસ્યાઓ ઊભી થઈ છે ત્યારે આ લોકોની સામે લડત આપીને તેઓને જાકારો આપે. વસાવાએ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મલ્ટીનેશનલ કંપનીઓનું નામ આપી આ મલ્ટીનેશનલ કંપનીઓથી દૂર રહેવા ભારત દેશની જનતાને અપીલ કરી હતી.

છોટુ વસાવાના મોટા આક્ષેપ છોટુ વસાવા ( Independent Candidate Chhotu Vasava ) એ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં કોરોના નામનો રોગ લાવી લોકોને મારી નાખવા ત્યારબાદ મોરબીમાં ઝુલતા પુલની ઘટનામાં 136 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા તેમાં ભાજપના સાંસદ મોહન કુંડારિયાના પરિવારના 12 લોકોના મોત થયા હતા. તેમ છતાં પણ તેમને શોક મનાવવાનો પણ ભારતીય જનતા પાર્ટીએ સમય નહીં આપ્યો. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે ભાજપ કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી હોય તો લોકોએ પોતાનું મગજ બનાવીને આ લોકોને જાણવા જોઈએ ત્યારે જે લોકો નવા પાર્ટીમાં જોડાયા છે તે લોકોની પણ હાલત આવી થવાની છે.

અપક્ષ તરીકે ફોર્મ ભરવાનું કારણ શું છોટુ વસાવા ( Independent Candidate Chhotu Vasava ) સતત 7 વર્ષથી ઝઘડિયા વિધાનસભાની બેઠક પરથી જીતતા આવે છે ત્યારે આ વખતે અપક્ષ તરીકે ફોર્મ ભરવાનું કારણ શું એવા પ્રશ્નનો જવાબ આપતાં તેમણે ( Chhotu Vasava ) જણાવ્યું હતું કે ભાજપને જીતથી અટકાવવા માટે અપક્ષ તરીકે ઉમેદવારી કરી છે. ભાજપને અમે કોઈપણ સંજોગોમાં જીતવા નહીં દઈએ. અમારું ખોટું ભાજપ સરકારે જ કર્યું છે નથી કે અમારા છોકરાઓએ અમારી સાથે ખોટું કર્યું કે નથી કોંગ્રેસે પણ કર્યું છે. પરંતુ સૌથી વધારે નુકસાન હેરાનગતિ ભાજપ સરકારે જ કરી છે. પાર્ટીને અમે શું કામ ચાન્સ આપીએ કેમકે તેઓ અમારી જળ જંગલ જમીનની સંપત્તિઓ લૂંટી લેવાની ફિરાકમાં છે. અમારી જળ જંગલ સંપત્તિ અહીંયાના સ્થાનિક લોકો હોય છે અને તેઓ પોતાનું ગુજરાન ચલાવે અને અમારે કોઈ કંપનીઓ લાવીને અમારી સંપત્તિ ઝૂંટવી જાય તેવી સરકાર અને તેવા લોકો અમારે જોઈતા નથી.

કેટલા મતથી જીત તમે અપક્ષ તરીકે ઉમેદવારી કરી છે તો કેટલા મતોથી જીતશે તેમ પૂછવા પર છોટુ વસાવા ( Independent Candidate Chhotu Vasava ) એ જણાવ્યું હતું કે હું ( Chhotu Vasava ) જીવીશ ત્યાં સુધી ઉમેદવારી કરીશ અને મારા જીતનો આંકડો તમારાથી ગણી શકાય નહીં એટલો હશે.

ત્રિપાંખીયા જંગ વિશે મત ગુજરાતના ઇલેક્શનમાં આ વખતે ત્રિપાંખીયા જંગ ખેલાવાનો છે ત્યારે આમ આદમી પાર્ટી ફ્રીમાં વીજળી આપવાની વાત કરે છે તે બાબતે તમારું શું કહેવું છે એવા પ્રશ્ન પર તેમણે ( Independent Candidate Chhotu Vasava ) જણાવ્યું હતું કે ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય આ બધા અમારી માટે સમસ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી પોતાને બાપ માનતો હોય ત્યારે અમે તેઓને ખુલ્લા પાડીશું અને અમે ( Chhotu Vasava ) બધાના બાપ છીએ.

સમગ્ર ગુજરાતની જનતાને છોટુ વસાવાએ કઈ બાબતે અપીલ કરી છોટુ વસાવા ( Independent Candidate Chhotu Vasava ) એ ગુજરાતની જનતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે ભાજપની સરકાર છે. તેમ છતાં પણ મોંઘવારી છે બેરોજગારી અને અરાજકતા છે. ત્યારે આવા તત્વોને મોરબી જેવા બીજા કાંડ ન કરે એટલા માટે આ લોકોને વોટ આપવાની કોઈ જરૂર નથી અને જો તમે વોટ આપશો તો મોરબી કાંડ અને મોંઘવારી બેરોજગારી અરાજકતા આ બધા મુદ્દાઓમાં આવનારા સમયમાં વધારો થશે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.