વડોદરા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વડોદરા શહેર અને જિલ્લામાં મહત્તમ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આદરવામાં આવેલા જનજાગૃતિ અભિયાનના ( Voting Awareness Campaign by Baroda Dairy ) ભાગરૂપે બરોડા ડેરી દ્વારા દૂધના પાઉચ ઉપર અવસર અભિયાનના લોગો પ્રિન્ટ ( Avsar logo on milk pouch ) કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. પ્રતિદિન સાડા પાંચ લાખ ઘરોમાં મતદાન કરવા માટેનો સંદેશો પહોંચતો થશે.
આ રીતે ગોઠવાયું તંત્ર જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરની સૂચનાના પગલે અવસર ઓલ વોટર્સ સ્પિરિટેડ અવેર એન્ડ રિસ્પોન્સીબલ અભિયાનના નોડેલ અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ જિલ્લા સહકાર વિભાગ અને બરોડાના ડેરીના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમાં આ અભિયાનને ઘરઘર સુધી પહોંચાડવા ( Avsar logo on milk pouch ) માટે સૂચના આપવામાં આવી હતી. જેના ભાગ રૂપે 500થી પણ વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ચૂંટણી તંત્ર દ્વારા સમજૂતી કરારો કરી મતદાન કરવા અને કરાવવા માટે અભિયાનમાં ( Voting Awareness Campaign by Baroda Dairy ) જોડાવવાનું નિયત કરવામાં આવ્યું હતું.
અવસરના લોગો પ્રિન્ટ કરવાનું શરૂ મતદાન કરી લોકશાહીના આ મહાઉત્સવને મનાવવાનો સંદેશો ( Voting Awareness Campaign by Baroda Dairy ) ઘરઘર સુધી પહોંચાડવા માટે બરોડા ડેરી દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. બરોડા ડેરી દ્વારા દૂધના પાઉચમાં અવસરના લોગો પ્રિન્ટ ( Avsar logo on milk pouch ) કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. બરોડા ડેરી દ્વારા પ્રતિદિન સાડા પાંચ લાખ પાઉચ દૂધનું વિતરણ કરવામાં આવે છે. એનો મતલબ એ કે રોજના આટલા ઘરો સુધી મતદાન કરવાનો સંદેશો જશે. વડોદરા શહેર અને જિલ્લા ઉપરાંત છોટા ઉદેપુર તથા તિલકવાડા સુધી બરોડા ડેરીના દૂધનું વિતરણ કરવામાં આવે છે. પ્રતિદિન 140 જેટલા મિલ્ક કેરિયર દ્વારા આટલા વિસ્તારને આવરી લેવામાં આવે છે.