ETV Bharat / assembly-elections

ભાજપના બળવાખોર નેતાઓ ભાજપના જ ઉમેદવારોને આપશે ભારે ટક્કર, એક્સપર્ટ વ્યૂ શું કહે છે સાંભળો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માં વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક ( Vaghodia Assembly Seat ) જેટલી ચર્ચિત બની એવી જ પાદરા વિધાનસભા બેઠક ( Padra Assembly Seat ) પણ બની છે. આ બંને બેઠક પર ભાજપને ભાજપના જ બળવાખોર નેતાઓ ( BJP Rebellious Leader ) પડકાર આપી રહ્યાં છે. ત્યારે કઇ રીતે વોટબેંકનું સમીકરણ ( Vote bank Equation ) બેસશે તે નિષ્ણાતની નજરે જોઇએ.

ભાજપના બળવાખોર નેતાઓ ભાજપના જ ઉમેદવારોને આપશે ભારે ટક્કર, એક્સપર્ટ વ્યૂ શું કહે છે સાંભળો
ભાજપના બળવાખોર નેતાઓ ભાજપના જ ઉમેદવારોને આપશે ભારે ટક્કર, એક્સપર્ટ વ્યૂ શું કહે છે સાંભળો
author img

By

Published : Nov 19, 2022, 3:11 PM IST

Updated : Nov 21, 2022, 1:47 PM IST

વડોદરા ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 )ને લઈ રાજ્કીય પક્ષ ભરપૂર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વડોદરા જિલ્લા શહેરની વિધાનસભા બેઠકોની વાત કરવામાં આવે તો કુલ 10 બેઠકો આવેલ છે. આ બેઠકોમાં ખાસ કરીને વાઘોડિયા વિધાનસભા બેઠક ( Vaghodia Assembly Seat )અને પાદરા વિધાનસભા બેઠક ( Padra Assembly Seat ) આ વિધાનસભા ચૂંટણીમાં મહત્વની ભૂમિકા સાબિત થશે. કારણ કે અહીં ભાજપના જ નેતાઓ ટિકિટ કપાતા ભાજપ સામે અપક્ષ ઉમેદવારી કરી છે. ત્યારે ચોક્કસથી આ બન્ને બેઠકો પર જોરદાર ટક્કર જામશે. આ બન્ને બેઠકો પર ભાજપના બળવાખોર નેતાઓની ભૂમિકા વિશે ETV BHARAT દ્વારા રાજકીય વિશ્લેષક શું કહી રહ્યા છે તે જાણો.

બળવાખોર નેતાઓએ વોટબેંકના સમીકરણ જોઇ અપક્ષ ઉમેદવારી કરી?

રાજકીય નિષ્ણાત શું કહી રહ્યા છે વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક ( Vaghodia Assembly Seat )અને પાદરા વિધાનસભા બેઠક પર વિધાનસભાની ચૂંટણીને ભાજપના જ બળવાખોર નેતાઓ ભાજપના જ ઉમેદવારો સામે ટક્કર આપે તેવી ભીતિ સેવાઇ રહી છે. ત્યારે રાજકીય વિશ્લેષક ડોક્ટર જયેશ શાહે જણાવ્યું હતું કે વાઘોડિયા બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય અને હાલના અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ ( BJP Rebellious Leader )છેલ્લા છ ટર્મથી ચૂંટતા આવ્યા છે. ટિકિટ ન મળતા બળવાખોરી કરી ભાજપ દ્વારા ભારે સમજાવટ બાદ પણ મધુ શ્રીવાસ્તવ ( Madhu Shrivastav ) અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે તેઓ પહેલા અપક્ષ અને ભાજપમાંથી જીતતા આવ્યા હોય પરંતુ આ વખતે સક્ષમ અપક્ષ છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા જેઓ વર્ષ 2017 માં અપક્ષમાં 52 હજાર જેટલા વોટ મેળવ્યા હતા. 2017માં મધુ શ્રીવાસ્તવ જીત પાછળ રાજુ અલવા કરી અપક્ષ ઉમેદવાર 32 હજાર જેટલા મત કાપતા તેઓ જીત્યા હતાં. પરંતુ આ વખતે અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ભાજપના અશ્વિન પટેલ,અને કોંગ્રેસના સત્યજીતસિંહ ગાયકવાડ સામે મધુ શ્રીવાસ્તવને જીતવું ખૂબજ મુશ્કેલ છે.

દિનેશ પટેલનું રાજકીય વજન પાદરા વિધાનસભા બેઠક ( Padra Assembly Seat ) ની વાત કરવામાં આવે તો આ બેઠક પર દિનેશ પટેલ ( Dinesh Patel ) અપક્ષ, ભાજપ અને કોંગ્રેસ દરેક પાર્ટીમાંથી જીતતા અને હારતા આવ્યા છે. આ બેઠક પર ભાજપ દ્વારા ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. પરંતુ ભાજપાની ભૂલ છે કે સ્થાનિક ક્ષત્રિયને નહીં પણ આયાતી ક્ષત્રિયને ટિકિટ આપતા દિનેશ પટેલ ( BJP Rebellious Leader ) ની નારાજગી જોવા મળી હતી. તેઓ સહકારી નેતા છે અને ગામડાઓમાં ખૂબ મોટી વોટબેંક ( Vote bank Equation )છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ક્ષત્રિય ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. તો આમ આદમી પાર્ટીમાંથી સંદીપસિંહ રાવને ટિકિટ અપાઈ છે. આ બેઠક પર દિનેશ પટેલ (દિનુમામા) કળા કરી જાય અને ભાજપ અને કોંગ્રેસને આ બેઠક પર કપરા ચઢાણ દેખાઈ રહ્યા છે તેવું રાજ્કીય વિશ્લેષક કહી રહ્યા છે.

વાઘોડિયા બેઠકનું જાતિ સમીકરણ વાઘોડિયા વિધાનસભા બેઠક ( Vaghodia Assembly Seat )પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો આ બેઠક પર કુલ 2,46,645 મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,26,747 અને સ્ત્રી મતદારોની સંખ્યા 1,19495 છે જ્યારે અન્ય 3 મતદારો નોંધાયા છે.આ બેઠક પર ક્ષત્રિય મતદારો ( Vote bank Equation )સૌથી વધુ સંખ્યા છે. ક્ષત્રિય 1,07,622 ,પટેલ 24,139,વસાવા 26,407,ઓ બી સી 10,943 ,રથોડીયા 8,822, મુસ્લિમ 3,279 અને અન્ય જાતિના મતદારોનો સમાવેશ થાય છે. આ બેઠક પર ભાજપા, કોંગ્રેસ, આપ,બીએસપી ઉમેદવાર અને અપક્ષ તરીકે 2 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.

પાદરા બેઠક પરનું જાતિ સમીકરણ પાદરા વિધાનસભા બેઠક ( Padra Assembly Seat ) પર જાતિ સમીકરણની વાત કરવામાં આવે તો આ બેઠક પર ક્ષત્રિય મતદારોનું ( Vote bank Equation ) સૌથી વધુ પ્રભુત્વ જોવા મળતું હોય છે. આ બેઠક પર કુલ 2,37,788 મતદારો નોંધાયા છે જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,22,094 છે તો સ્ત્રી મતદારોની સંખ્યા 1,15,692 છે અને 02 અન્ય મતદારો નોંધાયા છે. જેમાં ક્ષત્રિય 1,12,173 , પટેલ 29,743, મુસ્લિમ 23,283, એસસી - એસટી 18,000 અને અન્ય 36,000થી વધુ મતદારો છે. ત્યારે આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપના ક્ષત્રિય ઉમેદવાર છે તો અન્ય બીએસપી ઉમેદવાર અને અપક્ષમાં 4 ઉમેદવારોમાં દિનેશ પટેલનો સમાવેશ થાય છે ત્યારે આ બેઠક પર દિનેશ પટેલ અન્ય પક્ષ માટે પડકાર સાબિત થશે.

Last Updated : Nov 21, 2022, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.