વડોદરા: ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને (Gujarat assembly election 2022) લઈને ભાજપે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. વડોદરા શહેર અને જિલ્લાની (Vadodara city and district) 10 બેઠકો પૈકી ભાજપે 8 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કર્યાં છે.જેમાં 4 બેઠકો પર ઉમેદવાર રિપીટ કર્યાં છે 4 બેઠકો પર નવા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. વડોદરામાં વાઘોડિયાના MLA મધુ શ્રીવાસ્તવની (Waghodia MLA Madhu Srivastava) ટિકિટ કપાઈ ગઈ છે. તો સાવલી બેઠક પર કેતન ઇનામદારને (Ketan Inamdar) રિપીટ કરવામાં આવ્યા છે. વડોદરાના પૂર્વ સાંસદ બાલકૃષ્ણ શુક્લને (Former Vadodara MP Balakrishna Shukla) રાવપુરાની ટિકિટ મળી છે. અકોટા બેઠક પર ભાજપે નવા ચહેરા તરીકે ચૈતન્ય દેસાઈને ટિકિટ આપી છે.
કોણ છે બાલકૃષ્ણ શુક્લ?: બાલકૃષ્ણ શુક્લ 2008થી 2010 દરમિયાન વડોદરાના મેયર રહી ચુક્યા છે. 2009થી 2014 માં વડોદરાના સાંસદ હતા. આ ઉપરાંત 2009થી 2014 સુધી વિવિધ કમિટીઓના સભ્ય પણ રહી ચુક્યા છે. ભાજપે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ટિકિટ કાપીને બાલકૃષ્ણ શુક્લ ટિકિટ આપી છે. ભુપેન્દ્ર પટેલ કેબિનેટમાં મંત્રી રહી ચૂકેલા રાજેન્દ્ર ત્રિવેદીને ચૂંટણીના થોડા સમય પહેલા જ અચાનક મંત્રી પદ પણ છીનવી લેવામાં આવ્યું હતું. જો કે ફરી તેમને રિપીટ કરવામાં આવે તેવી પુરી આશા હતી પરંતુ તેમના સ્થાને બાલકૃષ્ણ શુક્લને ટિકિટ આપવામાં આવી છે.
વડોદરામાં થશે ભવ્ય જીત: બાલકૃષ્ણ પટેલ સૌનો આભાર માનતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને પાર્ટીએ જે જવાબદારી સોંપી છે એ જવાબદારીપૂર્વક નિભાવી રહ્યો છું. હાલ લોકશાહીનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે લોકોમાં ઉત્સાહની ચૂંટણી લડતા હોય છે. વડોદરા ખાતે ભાજપના દરેક ઉમેદવાર 1લાખથી વધુ માર્જિનથી ચૂંટણી જીતશે તેવી પણ તેમને આશા વ્યક્ત કરી હતી.
ડેમેજ કંટ્રોલના પ્રયાસ: ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા બાદ વડોદરા જિલ્લાની પાંચ બેઠકો પૈકી વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠક ઉપર ભડકો થયો છે અને વાઘોડિયા બેઠકના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કરજણ-પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્યઓ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વાઘોડિયા પહોંચ્યા છે. જ્યાં તેઓએ કાર્યકરો બેઠક યોજી હતી.પરંતુ મધુ શ્રીવાસ્તવ બેઠકમાં ગેરહાજર રહ્યા હતા.