ETV Bharat / assembly-elections

ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં અલગ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે વડાપ્રધાન - વડાપ્રધાન

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઠેર ઠેર સભાઓ અને રેલીઓ યોજી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અલગ અલગ અંદાજ (different style of prime minister narendra modi) જોવા મળી રહ્યા છે.ક્યાંક તેઓ વડીલોના આશીર્વાદ (PM Narendra Modi meets Manek ba at Bavla) લેતા જોવા મળે છે તો ક્યાંક નાની બાળકીની કવિતા સાંભળતા (Gujarat daughter poem to Pm modi) જોવા મળે છે

ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં અલગ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે વડાપ્રધાન
the-prime-minister-is-seen-in-different-estimations-in-the-gujarat-assembly-election-campaign
author img

By

Published : Nov 26, 2022, 6:09 PM IST

હૈદરાબાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે સમગ્ર ગુજરાતનું (gujarat election campaign 2022)ભ્રમણ કરી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અલગ અલગ(different style of prime minister narendra modi) અંદાજ જોવા મળી રહ્યા છે. ગુરૂવારે તેઓ અમદાવાદના બાવળા પહોંચ્યા હતા.સભા પછી તેઓ સીધા 104 વર્ષીય માણેકબાને મળવા પહોંચ્યા હતા. તે દરમિયાન તેમણે માણેકબાના આશીર્વાદ લઈ તેમની સાથે ઘણી વાતો પણ કરી હતી.માણેકબાના પરિવારજન (PM Narendra Modi meets Manek ba at Bavla) આર.સી.પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવળાની અંદર જનસભા સંબોધતી વખતે લીલાબા અને યાદ કરતા ભાવુક થયા હતા

ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારમાં અલગ અલગ અંદાજમાં જોવા મળી રહ્યા છે વડાપ્રધાન

બાળકીએ સંભળાવી કવિતા: સુરેન્દ્રનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભા બાદ ગુજરાતની દીકરીએ વડાપ્રધાનને ભાજપ વિશેની કવિતા સંભળાવી હતી. લીંબડી બેઠકના ઉમેદવાર કિરીટસિંહ રાણાના ભાણીબા આઘ્યાબાએ ભાજપ વિશે સુંદર શૈલીમાં વખાણ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સામે પ્રસ્તુત (Gujarat daughter poem to Pm modi) કરી હતી. વડાપ્રધાન મોદી પણ દીકરીના આગવી શૈલીમાં વખાણ સાંભળી મંત્રમુગ્ધ બન્યા હતાં. સાથે જ વડાપ્રધાન મોદીના ચેહરા પર ખુશી પણ જોવા મળી હતી.

ફોટો ફ્રેમ ગિફ્ટ સ્વીકારી: વડાપ્રધાન મોદીએ જામનગર આવીને રોડ શૉ કર્યો હતો. વડાપ્રધાન મોદી રસ્તા પર ચાલીને લોકોને મળ્યા હતા. આ સાથે લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. જો કે આ દરમિયાન એક હાલારવાસીએ વડાપ્રધાન મોદીને એક ફોટો ફ્રેમ ગિફ્ટ આપી હતી. જેમાંથી એક કોપી મોદીએ સ્વીકારી અને બીજી કોપી પર વડાપ્રધાન મોદીએ સહી કરીને આપી હતી.

વિરોધીઓ પર વરસ્યા: આ સિવાય વડાપ્રધાન મોદી વિરોધીઓ પર વરસ્યા હતા.કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે એવું કહ્યું હતું કે, મારી કોઈ ઔકાત નથી. હું સેવક કે સેવાદાર છું. તમે નીચ અને નીચી જાતિ અને મોતનો સૌદાગર અને ગંદીનાળીનો કીડો કહ્યો. મહેરબાની કરીને વિકાસના મુદ્દાની ચર્ચા કરો. આ ઔકાત બતાવવાના ખેલ રહેવા દો. વિકાસના પ્રોજેક્ટ હોય આવો મેદાનમાં. હું તો દેશના લોકોનું ભલું કરું છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.