ગાંધીનગરઃ એક બાજું કોંગ્રેસમાં જાણે પક્ષનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની લડાઈ હોય એવું ચિત્ર જોવા મળ્યું છે. એવામાં ભંગામ પડતા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે એવિ સ્થિતિ વચ્ચે વધુ એક મોટા કહેવાતા નેતા એ રાજીનામું ધરી દીધું છે. જેના કારણે કોંગ્રેસની ડૂબતી નાવમાં કોઈ મોટું ગાબડું પડ્યું હોય એવી હાલત છે. કોંગ્રેસ નેતા હિમાંશુ વ્યાસે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપનો ભગવો ધારણ કરી લીધો છે.
ગેહલોત સાથે મુલાકાતઃ બીજી બાજું પૂર્વ આરોગ્ય પ્રધાન જય નારાયણ વ્યાસે ભાજપના તમામ પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપને આંચકો આપ્યો છે. અશોક ગેહલોત જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે સર્કિટ હાઉસ ખાતે એમની ટૂંકી મુલાકાત બાદ રાજકીય અટકળો વહેતી થઈ હતી કે, જય નારાયણ વ્યાસ ફરી કોઈ મોટા રાજકીય વાવડ આપી શકે છે. પણ એવું બન્યું નથી. એક વ્યાસ (જયનારાયણ) ભાજપમાંથી મુક્ત થયા જ્યારે બીજા વ્યાસ (હિમાંશુ) ભાજપમાં જોડાઈ ગયા છે. જેમણે ભગવો ધારણ કર્યા બાદ આવે આક્ષેપ કર્યા હતા કે, કોંગ્રેસમાં હાઈકમાન્ડ સુધી પહોંચવું કઠિન છે.
સામ પિત્રોડાના નજીકઃ હિમાંશુ વ્યાસને ટેકનોક્રેટ સામ પિત્રોડાના નજીકના માનવામાં આવે છે. હિમાંશુ વ્યાસે જણાવ્યું હતું કે, કોંગ્રેસનો કેન્દ્રીય નેતૃત્વ કોમ્યુનિકેશનમાં પ્રજાની વચ્ચે ફેલ ગયું છે. કોંગ્રેસના હાઈકમાન્ડના નેતાઓને અનેક લોકોએ ઘેરી લીધું છે. મારા જેવા અનેક કાર્યકર્તાઓ આગેવાનો મુંજવણ ભરી પરિસ્થિતિમાં જીવી રાહ્ય છે. મારા જેવા અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો ની વાત હાઇકમાન્ડ સાંભળતા નથી. આજે હું રાષ્ટ્રની મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો. અમિત શાહે મને આશીર્વાદ આપ્યા. હું કોઈ ટીકીટ કે ચૂંટણી લડવા નથી આવ્યો.
પાર્ટીને સમર્પિત જીવનઃ હિમાંશુ વ્યાસે ઉમેર્યું કે, પાર્ટી જે જવાબદારી આપશે એ હું નિષ્ઠા પૂર્વક નિભાવીશ. બહારથી બેઠા પછી તમને લાગે છે બહુ તક છે. ચૂંટણી લડવાની તકની વાત નથી. સમગ્ર જીવન પાર્ટીને સમર્પિત કરૂ છું. બહારથી આવેલા લોકો આવ્યા અને નેતાઓ બની ગયા. ભૂતકાળમાં સ્કૂટર ઉપર ફરી અમે પાર્ટીનું કામ કર્યું છે. હિમાંશુ વ્યાસ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. એવું રાજકીય સુત્રોમાંથી જાણવા મળ્યું છે. કોંગ્રેસમાં એમની અવગણના થઈ રહી હતી. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાની ગણતરીની કલાકમાં તેમણે ભાજપમાં જોડાવા નક્કી કર્યું હતું.
મુલાકાત અંગે ચોખવટઃ ભાજપ લોબીમાં લાંબા સમય સુધી સક્રિય રહેલા પૂર્વ આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. જ્યારે એમની મુલાકાત અશોક ગેહલોત સાથે અમદાવાદ સર્કિટ હાઉસમાં થઈ ત્યારે અનેક અટકળ વહેતી થઈ છે. હવે તેમણે આ રાજીનામા સાથે એવી ચોખવટ કરી છે કે, તેમણે એક પુસ્તકના અભ્યાસ હેતું અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ પુસ્તક નર્મદાને લઈને છે. થોડા સમય પહેલા સિદ્ધપુરમાં તેમણે એક શક્તિપ્રદર્શન પણ કર્યું હતું. જોવાનું એ રહે છે કે, જયનારાયણ વ્યાસ હવે કઈ રાજકીય પાર્ટી સાથે હાલ મિલાવે છે. હાલ તો તેમણે આ મુદ્દો કોઈ પ્રકારની ચર્ચા કરી નથી.