ETV Bharat / assembly-elections

કોંગ્રેસ રાપર વિધાનસભા બેઠક પર આટલા મતથી હારશે, વીરેન્દ્રસિંહ જાડેજાનો દાવો

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માટે કચ્છની રાપર વિધાનસભા બેઠક ( Rapar Assembly Seat ) પર ભાજપ તરફથી વીરેન્દ્રસિંહ જાડેજા જનતાના દરબારમાં ગુહાર લગાવી રહ્યાં છે. કોંગ્રેસના પ્રભુત્વવાળી બેઠક પર પોતાની જીત માટે કેટલા આશાવંત છે ભાજપના ઉમેદવાર વીરેન્દ્રસિંહ જાડેજા ( BJP Candidate Virendrasinh Jadeja) તે તેમની સાથેની વાતચીતમાં સાંભળીએ.

કોંગ્રેસ રાપર વિધાનસભા બેઠક પર આટલા મતથી હારશે, વીરેન્દ્રસિંહ જાડેજાનો દાવો
કોંગ્રેસ રાપર વિધાનસભા બેઠક પર આટલા મતથી હારશે, વીરેન્દ્રસિંહ જાડેજાનો દાવો
author img

By

Published : Nov 15, 2022, 8:56 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

કચ્છ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) નું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે.ભાજપે રાપર વિધાનસભા બેઠક ( Rapar Assembly Seat ) કે જે ગત ટર્મમાં કોંગ્રેસ પાસે હતી તે સીટ પર વીરેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી છે. વીરેન્દ્રસિંહ જાડેજાએ ( BJP Candidate Virendrasinh Jadeja) કચ્છની તમામ બેઠકો કરતાં વધારે જંગી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ETV ભારત સાથેની રૂબરૂ મુલાકાતમાં રાપર વિધાનસભા બેઠક કંઈ રીતે ભાજપને પરત અપાવશે શું રણનીતિ રહેશે તે અંગેની વાતચીત કરી હતી.

આમ આદમી પાર્ટીને પિક્ચરમાં નથી લેખતાં કોંગ્રેસ 20000 મતથી હારવાનો વિશ્વાસ

રાપર બેઠક કે જે કોંગ્રેસ પક્ષ પાસે હતી કચ્છની 6 વિધાનસભા બેઠક પૈકી 5 બેઠકો ગત ટર્મમાં ભાજપ હસ્તક હતી. માત્ર 1 રાપર બેઠક ( Rapar Assembly Seat ) કે જે કોંગ્રેસ પક્ષ પાસે હતી. રાપર વિધાનસભા બેઠક પર ભાજપે હવે ગત ટર્મમાં માંડવી બેઠક પરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા ( BJP Candidate Virendrasinh Jadeja) કે જેઓ કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ પણ છે તેમના પર વિશ્વાસ મૂકીને આ બેઠક પરથી ટિકિટ ( Gujarat Assembly Election 2022 ) આપવામાં આવી છે. જાણો રૂબરૂ મુલાકાત દરમિયાન શું કહ્યું વીરેન્દ્રસિંહ જાડેજાએ.

સવાલ પક્ષે આપના પર વિશ્વાસ મૂકીને ફરી ટિકિટ ફાળવી છે કેવો ઉત્સાહ છે શું કહેશો?

જવાબ ખૂબ સારો ઉત્સાહ છે. વાગડની પ્રજા પણ ખૂબ રાજી છે. અગાઉ 2017ની ચૂંટણીમાં પાર્ટીએ માંડવી મુક્યો હતો તો માંડવી ગયો હતો અને માંડવીમાં સારી રીતે જીતી શક્યો હતો. હવે પાર્ટીએ મને કહ્યું છે કે તમારું વતન વાગડ છે એટલે અહીં( Rapar Assembly Seat ) મને ટિકિટ આપી ( Gujarat Assembly Election 2022 ) પાછો મુક્યો છે અને એના માટે હું ખૂબ ખુશ છું પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મુક્યો છે અને જણાવ્યું છે કે તમે રાપર જાઓ ત્યાંથી સારી રીતે જીતશો.

સવાલ આ વખતે કોંગ્રેસ અને આપના બંને ઉમેદવારો છે કઈ રીતે ગણકારો છો આપ?

જવાબ આમ આદમી પાર્ટીને તો હું આ પિક્ચરમાં લેખતો જ નથી, છે જ નહીં ક્યાંય પિક્ચરમાં, અને કોંગ્રેસ છે તે મને અંદાજ છે એ મુજબ 20,000 મતથી ( Rapar Assembly Seat ) હારી જશે.

સવાલ રાપર વિધાનસભા બેઠક છે તે ગત ટર્મમાં કોંગ્રેસ પાર્ટી પાસે રહી છે ત્યારે ભાજપે આપને અહીં ટિકિટ ફાળવી છે તો શું રણનીતિ રહેશે આપની કંઈ રીતે આ બેઠક ભાજપને પરત અપાવશો?

જવાબ મુખ્ય મુદ્દો છે તે તો વિકાસનો જ છે. વાગડની અંદર નર્મદાની કેનાલ આવી ગઈ. ખેડૂતોને મોટા પ્રમાણમાં એરંડા, જીરા ના પાક આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો વિકાસ તો એક એક ગામ સુધી પહોંચી ગયો છે એટલે એમાં બીજો કોઈ વિષય મુકવાનો આવતો જ નથી.

સવાલ કચ્છના લોકોનો પ્રાણ પ્રશ્ન નર્મદાના પાણીનો રાપરમાં નર્મદાના નીર માટે કંઈ રીતે કાર્ય કરશો?

જવાબ રાપરમાં હજી 30-40 ગામો એવા છે જ્યાં હજી પણ નર્મદાના નીર પહોંચાડવાના બાકી છે તેને અગ્રીમતા આપીશું અને તમામ લોકો સુધી નર્મદાના નીર પહોંચે તેવા પ્રયત્નો કરીશું.

સવાલ વાગડ સૌથી આગળ તો ગત ટર્મમાં કોંગ્રેસના ધારાસભ્યએ ક્યાં વિકાસના કામો નથી કર્યા જો આપ ચૂંટાશો તો કઈ રીતે કાર્ય કરશો

જવાબ કોંગ્રેસના ધારાસભ્ય ( Rapar Assembly Seat ) છે તે બિલકુલ આ બેઠક પર નિષ્ફળ ગયા છે. તેમનું વતન ભલે રાપર છે પરંતુ તે મુંબઇ જ રહે છે અને ત્યાંના બિલ્ડર છે. તેઓ માત્ર MLAના લેબલ માટે કરીને જ લડ્યા હતા અને છેલ્લાં 5 વર્ષમાં હજી સુધી કોઈ ગામડામાં ગયા હોય તે હજી સુધી મારા ગામે ગામના પ્રવાસમાં કોઈએ કીધું નથી કે અહીંયા કોંગ્રેસના ધારાસભ્ય આવ્યા હતાં. કોરોના કાળમાં કે લમ્પી રોગમાં પણ તેઓ નહોતા દેખાયા. લોકોને તેમને રજુઆત કરવી હોય તો તેમને ગોતવા પડતાં તો મળે માટે લોકો તેમનાથી ત્રાસી ગયા છે અને મને ખૂબ સારો આવકાર ( Gujarat Assembly Election 2022 ) મળી રહ્યો છે અહીં.

સવાલ શિક્ષણ માટે એક જ કોલેજ છે ઉપરાંત મર્ડરના કિસ્સાઓ પણ વધારે બને છે તો તેને નિયંત્રણમાં લાવવા શું કરશો?

જવાબ રાપર વિસ્તારમાં 1 કોલેજ છે જ્યારે બીજી શિક્ષણને લગતી ઘણી બધી ઘટ છે તે બધી ખૂટતી કડીઓ પૂર્ણ થાય તે માટે વધારે ભાર રાખવામાં આવશે. અહીંયા ( Rapar Assembly Seat ) શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે જેના કારણે અહીં મારામારી અને ઝઘડાઓનું પ્રમાણ વધારે રહેતું હોય છે.

સવાલ રાપર વિધાનસભા બેઠકમાં ધોળાવીરા સાઈટ કે જેને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો પ્રાપ્ત થયો છે તો હજી સુધી તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં તેમજ આ વિસ્તારમાં જે બિસ્માર રોડ રસ્તા છે તે માટે શું કાર્ય કરશો

જવાબ એક આખો રોડ ઘડુલીથી સાંતલપુર બની રહ્યો છે તેના લીધે ધોળાવીરા સાઈટ ( Rapar Assembly Seat ) છે તે ભુજથી ખૂબ નજીક થઈ જશે. રાપરથી પણ રસ્તાના કામ મંજૂર થઈ ગયા છે અને આવનારા સમયમાં રસ્તાઓ સુધરી જશે. વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા માટે સરકાર ખૂબ ધ્યાન આપી રહી છે મોટું ફંડ આપી રહી છે અને પ્રવાસીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

આમ રાપર વિધાનસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર વીરેન્દ્રસિંહ જાડેજાએ ( BJP Candidate Virendrasinh Jadeja) વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાપર બેઠક ( Rapar Assembly Seat ) પર પરિવર્તન આવશે અને રાપરની પ્રજા તેમને જંગી બહુમતીથી ( Gujarat Assembly Election 2022 ) જીતાડશે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.