ETV Bharat / assembly-elections

સ્ટ્રોંગ રૂમ બહાર કોંગ્રેસની તિસરી આંખ: સીસીટીવી લગાવી મોનીટરીંગ - Rajkot election result

રાજકોટ કોંગ્રેસ દ્વારા મવડી કણકોટ રોડ ઉપર આવેલા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ એટલે કે સ્ટ્રોંગ રૂમની બહાર સીસીટીવી કેમેરા (Rajkot strong room Congress CCTV ) સાથેની એક કાર મૂકાઈ છે. જેમાં રૂમની અંદર કોણ જાય છે અને અંદરથી કોણ બહાર આવે છે, તે તમામ ગતિવિધિઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

Rajkot strong room Congress CCTV
Rajkot strong room Congress CCTV
author img

By

Published : Dec 6, 2022, 4:51 PM IST

રાજકોટ: આગામી 8 તારીખના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) લઈને મત ગણતરી યોજાનાર છે, ત્યારે રાજકોટમાં પણ 8 વિધાનસભા (Rajkot Assembly Seat) બેઠકની મત ગણતરી થશે. રાજકોટના મવડી કણકોટ રોડ ઉપર આવેલી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે, ત્યારે સ્ટ્રોંગ રૂમ ખાતે ચૂંટણી તંત્રોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. એવામાં કોંગ્રેસ દ્વારા પણ સ્ટ્રોંગ રૂમની બહાર સીસીટીવી (Rajkot strong room Congress CCTV ) કેમેરા મૂકવામાં આવ્યા છે. જે હાલ ચર્ચાનો વિષય બન્યું છે.

કોંગ્રેસે મુકાયા સીસીટીવી

કોંગ્રેસે સીસીટીવી મુકાયા : રાજકોટ કોંગ્રેસ દ્વારા મવડી કણકોટ રોડ ઉપર આવેલા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ એટલે કે સ્ટ્રોંગ રૂમની બહાર સીસીટીવી કેમેરા સાથેની એક કાર મૂકાઈ છે. જેમાં રૂમની અંદર કોણ જાય છે અને અંદરથી કોણ બહાર આવે છે, તે તમામ ગતિવિધિઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે આ કારને સ્ટ્રોંગ રૂમના ગેટની બરોબર સામે મૂકવામાં આવી છે. જેને લઇને સ્ટ્રોંગ રૂમના ગેટની તમામ ગતિવિધિઓ પર વિપક્ષની નજર રહી શકે છે.

Rajkot strong room Congress CCTV
ગેરરીતિ ન થાય તે માટેનું આયોજન

ગેરરીતિ ન થાય તે માટે મુકાયા સીસીટીવી: ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ ચૂંટણી હોય છે, ત્યારે EVM મશીનમાં ગોટાળા તેમજ સ્ટ્રોંગ રૂમમાં ગેરરીતિ સહિતના આક્ષેપો થતા હોય છે. તેવામાં રાજકોટમાં પણ આઠ બેઠકોની મત ગણતરી યોજાનાર છે. સ્ટ્રોંગ રૂમની બહાર વિપક્ષ દ્વારા કેમેરા ગોઠવવામાં આવ્યા છે. જેના કારણે કોઈપણ પ્રકારની ગેરરીતિ થાય તો તેના પર વિપક્ષની નજર રહી શકે, જ્યારે આવું પ્રથમ વખત રાજકોટમાં સામે આવ્યું છે કે, સ્ટ્રોંગ રૂમની બહાર વિપક્ષે પણ પોતાનો પહેરો ગોઠવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.