ETV Bharat / assembly-elections

જામનગરમાં વડા પ્રધાનની આવતીકાલે જાહેર સભા;પોલીસનો લોખંડી બંદોબસ્ત - રસ્તો તમામ પ્રકારના ભારે વાહનો માટે બંધ રહેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગર (prime minister modi will be in jamnagar) જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન પધારનાર હોય જે દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર જામનગર જિલ્લાના વિસ્તારના રસ્તા પ૨ ટ્રાફિક નિયમન અંગેનુ જાહેરનામું (traffic regulation on the roads of Jamnagar district) અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

જામનગરમાં વડા પ્રધાનની આવતીકાલે જાહેર સભા
prime-ministers-public-meeting-in-jamnagar-tomorrow-polices-ironclad-presence
author img

By

Published : Nov 27, 2022, 4:03 PM IST

જામનગર: જામનગરમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (prime minister modi will be in jamnagar) જાહેર સભાને સંબોધન કરશે.જમનગરમાં ગોરધનપર પાટીયા ગામ વિશાળ ડોમ બનાવવામાં આવ્યું છે.સમગ્ર હાલાર પથકના લોકો ઉપસ્થિત રહેશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં તા.28-11-2022 ના રોજ સાંજના 4.00કલાકથી 8.00કલાક સુધી લાલપુર બાયપાસથી ખંભાળીયા બાયપાસ, નાઘેડી પાટીયા, ગોરધનપર પાટીયા, સરમત પાટીયા, સિકકા પાટીયા તથા મેઘપર-પડાણા ત્રણ રસ્તા સુધીનો રસ્તો તમામ પ્રકારના ભારે વાહનો માટે બંધ રહેશે(road will close for All types of heavy vehicles). જિલ્લાના વિસ્તારના રસ્તા પ૨ ટ્રાફિક નિયમન અંગેનુ જાહેરનામું (traffic regulation on the roads of Jamnagar district) અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર (Additional District Magistrate BN Kher) દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

જામનગરમાં વડા પ્રધાનની આવતીકાલે જાહેર સભા

સુરક્ષાને ધ્યાને લઇને ગોઠવાયો લોખંડી બંદોબસ્ત: જો વાત કરવામાં આવે તો વડાપ્રધાનની મુલાકાતને પગલે વાહનચાલકોને અન્ય રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. બીજી તરફ PM મોદીની સુરક્ષાને ધ્યાને લઇને લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં DCP-14, ACP-22 PI-70, PSI-130 સહીત 1500 પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે અને આ સાથે હોમગાર્ડ-1000, TRB-500 અને SRPની 4 કંપનીઓના જવાનો પણ સૂરક્ષામાં ખડેપગે તૈનાત રહેશે. આ માટે વૈલ્પિક માર્ગ તરીકે મેઘપર પડાણા ત્રણ રસ્તા, પડાણા કાનાલુસ ફાટક, સેતાલુસ-આરબલુસ-મેઘનુ ગામ-પીપળી-ખોજા બેરાજા-ચંદ્રગઢ-ચંગા પાટીયા ત્રણ રસ્તા, દરેડ ગામ-લાલપુર બાયપાસ તરફનો રસ્તો ઉપયોગમાં લેવાનો રહેશે. તેમજ સરમત પાટીયાથી નાઘેડી પાટીયા સુધી સભા સ્થળની સાઈડ બાજુનો રોડ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે.

ઈમરજન્સી સેવામાં રોકાયેલ એમ્બ્યુલન્સ, ફાયર સર્વિસ, એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ, પ્રધાનમંત્રીના સભાસ્થળ પર આવતા તમામ પ્રકારના વાહનોને તથા માન. પ્રધાનમંત્રીના કાર્યક્રમ અન્વયે ફરજમાં હોય તેવા તમામ પ્રકારના વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કે ઉલ્લઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે.

PM મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે: PM મોદી આજે ફરી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 2 દિવસમાં PM મોદી 7 જેટલી સભાને સંબોધન કરશે. તેઓ ખેડા, નેત્રંગ અને સુરતમાં જનસભાને સંબોધન કરશે. જ્યારે PM મોદીની 28 નવેમ્બરે અંજાર, જામનગર, પાલીતાણા અને રાજકોટમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.