ETV Bharat / assembly-elections

રાજકીય પાર્ટીની ચૂંટણી પ્રચારની સામગ્રીનું ધૂમ વેચાણ, કોંગ્રેસની સામગ્રીનું વેચાણ વધારે - political

દેશનો સૌથી મોટો લોકશાહીનો તહેવાર (Gujarat assembly election 2022) ઉજવાઈ રહ્યો છે. અત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓના (every political party) ખેસ, ધ્વજ, ટોપી પણ બજારમાં જોવા મળી રહ્યા છે. આ વખતે ગતવર્ષની ચૂંટણી કરતા આ વખતે ભાવ ઓછો હોવા છતાં પણ માંગ ક્યાંક ને ક્યાંક ઓછી જોવા મળી (less sales) રહી છે.જેના કારણે વેપારી વર્ગમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

રાજકીય પાર્ટીની ચૂંટણી પ્રચારની સામગ્રીનું ધૂમ વેચાણ,

author img

By

Published : Nov 22, 2022, 2:41 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) જેમ નજીક આવી રહી છે. તેવી જ રીતે તમામ રાજકીય પાર્ટીના (every political party)નેતાઓ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ હવે પોતાના મત વિસ્તારની અંદર પ્રચાર (election campaign) કરવા માટે જોવા મળી રહ્યા છે. ત્યારે બજારમાં વિવિધ રાજકીય પાર્ટીના ધ્વજ, ખેસ, ટોપી પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વેપારી વર્ગનું માનવું છે કે ગત વર્ષની ચૂંટણી કરતા આ વખતે ચૂંટણીમાં તમામ ચીજ વસ્તુઓનો ભાવ ઓછા હોવા છતાં માંગ (less sales)પણ ઘટી છે.

રાજકીય પાર્ટીની ચૂંટણી પ્રચારની સામગ્રીનું ધૂમ વેચાણ

કોંગ્રેસનું વેચાણ વધારે: વેપારી શંભુનાથે etv bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગતવર્ષની ચૂંટણી કરતા આ વખતે બજારમાં રાજકીય પાર્ટીના વિવિધ ખેસનું વેચાણ ઓછું જોવા મળી રહ્યું છે. જ્યારે આ વખતે જે પણ વેચાણ થયું છે તેમાં કોંગ્રેસ પાર્ટીનું વેચાણ વધારે જોવા મળી રહ્યું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકર્તાઓને પોતાના કાર્યાલયથી જ માલ આપે છે.

20 વર્ષથી વ્યવસાય સાથે: આમ આદમી પાર્ટીના પણ ખેસ ધ્વજ ટોપી જોવા મળી રહે છે તેનું પણ સારું વેચાણ થઈ રહ્યું છે. અમે છેલ્લા છેલ્લા 20 વર્ષથી આ વ્યાપાર સાથે સંકળાયેલા છીએ દિલ્હીમાં પણ અમે મોટા પ્રમાણમાં વેચાણ કરીએ છીએ. પરંતુ જે રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે અમે આ રાજ્યોમાં વેચાણ માટે જઈએ છીએ ત્યાંજ પોતાની દુકાન પર નાખીએ છીએ. પરંતુ ગત વર્ષની ચૂંટણી કરતા આ વખતે કામ ઓછું જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી ફોર્મ ભરવાની ચાલતી હોવાથી ઓછું વેચાણ થયું હોઇ શકે છે પરંતુ હવે વેચાણ વધે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે.

ભાવ ઘટ્યા સાથે વેચાણ પણ ઘટ્યું: આ વખતે ધ્વજ,ખેસના ભાવ ગત વર્ષ કરતા ઘટ્યા છે. પરંતુ સાથે સાથે વેચાણ પણ ઘટ્યું છે. જે અમારા માટે ચિંતાનો વિષય છે. કારણ કે મોટાભાગનું વેચાણ હવે ઓનલાઈન થઈ ગયું છે. અને ડિજિટલ થઈ ગયું છે જેના કારણે વેચાણમાં પણ ઘટાડો થયો હોઈ શકે છે. પરંતુ આશા છે હજુ પણ ચૂંટણીના દિવસો બાકી છે જેથી વેચાણ પણ આગામી દિવસમાં વધી શકે છે.ભાવની વાત કરવામાં આવે તો અમારી પાસે 2 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીના દરેક રાજકીય પાર્ટીના અલગ અલગ ધ્વજ છે. જ્યારે ખેસના ભાવની વાત કરીએ તો તે પણ 3 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીના ખેસ પણ ઉપલબ્ધ છે.આ વખતે પણ બે ત્રણ વસ્તુ પણ નવી માર્કેટમાં આવી છે જેમાં ભાજપની ટોપી, બલૂન અને મતદારો માટે EVM ડેમો જે બે ત્રણ આઈટમ પણ નવી આવી છે.

સુરતમાં મોટાપાયે ઉત્પાદન: દરેક રાજકીય પાર્ટીના ધ્વજ, ફ્લેગ,ટોપી,ખેસનું ઉત્પાદનની વાત કરવામાં આવે તો મોટાભાગનું ઉત્પાદન સુરતમાંથી કરવામાં આવે છે. પહેલા અમદાવાદમાંથી ઉત્પાદન કરવામાં આવતું હતું. પરંતુ ફેક્ટરીઓને બંધ થઈ જતા છે.હાલમાં અમુક જ ફેક્ટરી જે છે એ અમદાવાદમાં કાર્યરત છે.પરંતુ મોટાભાગના વેપારી વર્ગના લોકો આ વસ્તુઓ સુરતની ફેક્ટરીઓમાંથી તૈયાર થાય છે. ત્યાંથી જ ટ્રાન્સફર દ્વારા અહીંયા મંગાવીએ છીએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.