અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) માં પ્રથમ ચરણમાં મતદાન ( First Phase Poll in Gujarat ) યોજાવાનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામ બેઠક પર ચૂંટણી લડી રહી છે. તો અન્ય પક્ષોએ પણ પસંદગીની બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યાં છે. આમાં ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસલમીન All India Majlis-e-ittehadul Muslimeen (AIMIM)પણ આ વખતે આશાવાદી છે. 1 ડીસેમ્બરે મતદાન છે ત્યારે ગુજરાત ચૂંટણી 2022માં મુસ્લિમ ઉમેદવારો માટે આ પક્ષ સિવાય પણ કેટલા મુસ્લિમ ઉમેદવારો છે ( Muslim candidates in Gujarat Election 2022 ) તે જોઇએ.
પ્રથમ ચરણમાં કુલ મુસ્લિમ ઉમેદવાર: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ ચરણમાં ( First Phase Poll in Gujarat ) 89 બેઠકો પર ચૂંટણી જંગ છે. તેમાં 42 બેઠકો પર કુલ 152 મુસ્લિમ ઉમેદવારો ( Muslim candidates in Gujarat Election 2022 ) ગુજરાત વિધાનસભામાં પોતાનો અવાજ પહોંચાડવા ચૂંટણી લડી રહ્યાં છે. સુરતની લિંબાયત બેઠક આ ચૂંટણીમાં અનેક રીતે નોંધપાત્ર બની છે તેમાં આ બાબત પણ ઉમેરાય છે કે લિંબાયત વિધાનસભા બેઠક પરથી સૌથી વધુ 36 મુસ્લિમ ઉમેદવારો ( Muslim candidates in Gujarat Election 2022 )ઊભા રહ્યાં છે.
પ્રથમ ચરણમાં બેઠકદીઠ મુસ્લિમ ઉમેદવારો: ગુજરાત વિધાનસભા ચૂંટણીની પ્રથમ ચરણની 89 બેઠકોમાંથી ( First Phase Poll in Gujarat )કઇ બેઠક પર કેટલી સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારો ( Muslim candidates per seat in first phase ) છે તે જોઇએ. 89માંથી 17 બેઠક એવી છે જ્યાં 1 જ મુસ્લિમ ઉમેદવાર છે. 5 બેઠક એવી છે જ્યાં 2 મુસ્લિમ ઉમેદવાર છે. 6 બેઠક એવી છે જ્યાં 3 મુસ્લિમ ઉમેદવાર ચૂંટણી લડે છે. 4 બેઠક એવી છે જ્યાં 4 મુસ્લિમ ઉમેદવાર ઊભાં છે. 5 બેઠક એવી છે જ્યાં 6 મુસ્લિમ ઉમેદવાર છે. એકની સંખ્યાની કેટલીક બેઠક એવી છે જ્યાં 6, 7 અને 12ની સંખ્યામાં પણ મુસ્લિમ ઉમેદવાર ( Muslim candidates in Gujarat Election 2022 )જોવા મળ્યાં છે. લિંબાયત બેઠક પર 36 મુસ્લિમ ઉમેદવારની વાત તો અલગથી જણાવી દીધી છે.
પ્રથમ ચરણમાં મુસ્લિમ મહિલા ઉમેદવારો: મુસ્લિમ મહિલા ઉમેદવારો ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 89 બેઠકો પરના પ્રથમ ચરણમાં મુસ્લિમ ન હોય તેવી મહિલા ઉમેદવારોની સંખ્યા પણ 10 ટકા માંડ થતી હોય ત્યારે મુસ્લિમ મહિલા મતદારો (Muslim women candidates in first phase) માટેના મોટા આંકડાની આશા રાખવી અસ્થાને કહેવાય. પ્રથમ ચરણમાં ( First Phase Poll in Gujarat ) મુસ્લિમ મહિલા ઉમેદવારોની કુલ સંખ્યા 14 ( Muslim candidates in Gujarat Election 2022 )છે.
પ્રથમ ચરણમાં પક્ષવાર મુસ્લિમ ઉમેદવારો: ગુજરાત વિધાનસભા ચૂંટણીનો આ વખતનો જંગ જ્યારે ત્રિપાંખીયો જંગ છે ત્યારે પણ મુખ્ય પક્ષ સહિત અને કોંગ્રેસ જેને પોતાની વોટબેંક ( Gujarat Muslim Voters) માને છે તેવા મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરવા માટે કેટલી ટિકીટ ( Party wise Muslim Candidates in first phase ) આપી છે તે પણ જોઇએ. ભાજપના ખાતામાં આ મુદ્દે 00 બોલે છે. આઈએનસી એટલે કે કોંગ્રેસે પ્રથમ ચરણની ચૂંટણી માટે કુલ 3 મુસ્લિમ ઉમેદવારને ટિકીટ ( First Phase Poll in Gujarat ) આપી છે. આમ આદમી પાર્ટીમાં આ સંખ્યા 1ની છે. જ્યારે મુસ્લિમ પોલિટિકલ પાર્ટી એઆઈએમઆઈએમ દ્વારા 6 મુસ્લિમ ઉમેદવારને ટિકીટ આપવામાં આવી છે. બીએસપી 6, બીબીસી 2, બીટીપી 1, સીપીઆઈ 1 જીએસએસપી 1, લોગ પાર્ટી 3, આરએસપી 1, આરઆરપી 1, એસપી 6, એસડીપીઆઈ 3 અને સૌથી વધુ પ્રમાણમાં અપક્ષ મુસ્લિમ ઉમેદવારની સંખ્યા 117ની છે.આમ કુલ 152 મુસ્લિમ ઉમેદવારોનું ભાવિ 1 ડીસેમ્બરે ઈવીએમમાં ( Muslim candidates in Gujarat Election 2022 ) સીલ થશે.