ETV Bharat / assembly-elections

વાંસદાના ધારાસભ્યએ યોજી સંઘર્ષ યાત્રા, આ બાબતની પર કરશે વાત - MLA of Vansda organized Sangharsh Yatra

વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલે પોતાના મતવિસ્તારમાં સંઘર્ષ યાત્રાનું (MLA of Vansda organized Sangharsh Yatra) આયોજન કર્યું છે. આ યાત્રા 135 ગામોમાં ફરશે. આ ઉપરાંત આ યાત્રામાં પાંચ વર્ષમાં લોકોને ઉપયોગી કામો અને સંઘર્ષની ગાથા આદિવાસી મતવિસ્તારમાં ગવાશે.

વાંસદાના ધારાસભ્યએ યોજી સંઘર્ષ યાત્રા, આ બાબતની કરશે ચર્ચા

author img

By

Published : Nov 4, 2022, 2:15 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

ન્યુઝ ડેસ્ક: નવસારી જિલ્લામાં આવેલી ચાર વિધાનસભા બેઠક પૈકી વાંસદામાં કોંગ્રેસનું શાસન છે, જેમાં આદિવાસી યુવા ધારાસભ્ય અનંત પટેલે (Adivasi Youth MLA Anant Patel) છેલ્લા પાંચ વર્ષમાં જળ જંગલ જમીનના મુદ્દે સારી લોકપ્રિયતા મેળવી છે. તાપી-નર્મદા રિવર લિંક હોય કે ભારત માલા પ્રોજેક્ટ જેમાં સંભવિત રીતે આદિવાસીઓની જમીન ન જાય તેવા મુદ્દા ને કેન્દ્રમાં રાખી ધારાસભ્યએ છેલ્લા પાંચ વર્ષમાં સરકાર સામે બાથ ભીડી છે. આંગણવાડી મહિલા કર્મચારીઓનો પગાર, રોજગારી, મધ્યાહન ભોજન, બંધ થતી શાળાઓને શરૂ કરવા જેવા સળગતા મુદ્દા લઈને અનંત પટેલ 10 દિવસ અને 11 રાત્રિએ લોકો વચ્ચે જઈને 135 ગામમાં જઈને સંઘર્ષનો અનુભવ વર્ણવવા સાથે પ્રચાર પણ કરશે. યાત્રાધામ ઉનાઇથી માં અંબાના આશીર્વાદ લઈને યાત્રાના શ્રીગણેશ કર્યા છે.

વાંસદાના ધારાસભ્યએ યોજી સંઘર્ષ યાત્રા

કોણ મારશે બાજી: ધારાસભ્ય અનંત પટેલ (Anant Patel MLA of Vansda Assembly) પર 8મી ઓક્ટોબરના રોજ ખેરગામ બજાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે આ સમગ્ર મુદ્દે ઉહાપોહ થતા સમગ્ર ઘટનાને હવે વિધાનસભાની ચૂંટણીમાં પણ જોડવામાં આવશે અને ધારાસભ્ય દ્વારા આદિવાસી મતવિસ્તારમાં સહાનુભૂતિ મેળવવા માટે પણ પોતાના સમર્થકો સાથે શરૂ કરેલી સંઘર્ષ યાત્રા (MLA of Vansda organized Sangharsh Yatra) 135 ગામ સહિત 11 જિલ્લા પંચાયત અને 41 તાલુકા પંચાયત સીટ પર ફરશે. આ યાત્રામાં આદિવાસી યુવાનો અને તેમના સમર્થકો પણ જોડાશે. વાંસદા વિધાનસભા જાળવી રાખવી ધારાસભ્ય અનંત પટેલ માટે એક પડકાર છે, તો ભાજપ માટે આ સીટ લેવી એ અસ્તિત્વનો પ્રશ્ન બની રહ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સાથે હવે આમ આદમી પાર્ટી પણ આ સીટ કબજે કરવા માટે મેદાનમાં આવી છે. આદિવાસી મતો હાસિલ કરવામાં કોણ બાજી મારે છે તે તો ચૂંટણીના પરિણામો પરથી જ ખ્યાલ આવશે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.