વડોદરા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022) માટે સતત વિવાદમાં રહેલી વાઘોડિયા વિધાનસભા બેઠક ( Vaghodiya Assembly Seat )ના પૂર્વ ધારાસભ્ય અને છ ટર્મથી ચૂંટાતા રહેલા મધુ શ્રીવાસ્તવ ભાજપ દ્વારા ટિકિટ કપાતા ભારે નારાજ ચાલી રહ્યાં છે.મધુ શ્રીવાસ્તવને સમજાવવાનો પ્રયત્ન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ કરી જોયો હતો પણ કારી ફાવી નથી. મધુ શ્રીવાસ્તવ દ્વારા ભાજપ સામે જ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યું હતું. સાથે જ તેઓએ જણાવ્યું હતું કે કોઈ મારા કાર્યકરની ફેંટ પકડશે તો હું ઘરમાં જઈને ગોળી( Madhu Srivastav threatened to shoot ) મારીશ.
મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા વિવાદિત નિવેદન આપતા મધુ શ્રીવાસ્તવ પોતાના જનસંપર્ક કાર્યાલય ખાતેથી મોટી સંખ્યામાં કાર્યકરો સાથે વાઘોડિયા વિધાનસભા બેઠક ( Vaghodiya Assembly Seat ) પર ઉમેદવારીપત્ર ભરવા નીકળ્યા હતા. તે પૂર્વે વિવાદિત નિવેદન આપતા જણાવ્યું કે મારા કાર્યકરની જો કોઈ ફેટ પકડશે તો હું ઘરમાં જઈને ગોળી ( Madhu Srivastav threatened to shoot )મારી દઈશ. આ ચૂંટણી ( Gujarat Assembly Election 2022)છેલ્લી પાયરીનું હશે તેવું જણાવ્યું હતું.
1995 બાદ ફરી અપક્ષ ઉમેદવારી વર્ષ 1995માં અપક્ષ ઉમેદવારી કર્યા બાદ સતત જીતનો સિલસિલો યથાવત રહ્યો હતો અને તેઓ ભાજપમાં જોડાયા બાદ ફરી એકવાર ટિકિટ કપાતા અપક્ષ ઉમેદવારી ( Madhu Shrivastav Independent candidacy ) કરી છે. ચૂંટણી જીતવાની આશા વ્યક્ત કરતાં વિરોધીઓ ઉપર આક્ષેપો કરી અને ફરીથી આ બેઠક વાઘોડિયા વિધાનસભા બેઠક પર ( Vaghodiya Assembly Seat ) તેઓનો કબજો હશે તેમ કહ્યું હતું. સાથે જ વાઘોડિયા બેઠકના તમામ કાર્યકર્તાઓને સાથે રાખી ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત ભાજપના જ નેતા અપક્ષ ચૂંટણી લડશે ત્યારે ચોક્કસથી ચતુષ્કોણીય જંગ ( Gujarat Assembly Election 2022) યોજાશે.