જામનગર: રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે જોકે ચૂંટણી પહેલા દરેક પાર્ટીએ સમાજોને વચન આપ્યા છે. (Lohana society is upset about not getting tickets )તેમાંય ધંધા રોજગાર સાથે સંકળાયેલા લોહાણા સમાજ સાથે અન્યાય થયો હોવાનું સોશિયલ મીડિયામાં ચર્ચા જાગી છે.
ટિકિટ માટે ફાંફા : લોહાણા સમાજને ટિકિટ ઓછી મળતા નારાજ હોવાના અહેવાલ સામે આવ્યા છે.(gujarat essembly election) ભાજપે માત્ર એક ટિકિટ આપી લોહાણા સમાજને જેને લઈ નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લોહાણા સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જામનગરમાં સામાજિક કાર્યકરે નારાજગી દર્શાવી છે. અને સોશિયલ મીડિયામાં મેસેજ નારાજગીના થયા વાયરલ છે. એક સમયે સરકારમાં લોહાણા સમાજના ત્રણ ત્રણ મિનિસ્ટર હતા અને આજે એક ટિકિટ માટે ફાંફા પડી રહ્યા છે. લોહાણા સમાજ સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ છે. કોંગ્રેસ ભાજપ બને પાર્ટીએ ટિકિટમાં લોહાણા સમાજ સાથે અન્યાય કર્યાનો આક્ષેપ લગાવાયો છે.
ટિકિટ આપવાના વચન: લોહાણા સમાજની સાથે પ્રજાપતિ સમાજ સાથે પણ અન્યાય થયો હોવાની વિગતો બહાર આવી છે જેની સિધી અસર જે તે પાર્ટીને થશે કારણ કે દરેક પાર્ટીએ દરેક સમાજને ટિકિટ આપવાના વચન આપ્યા હતા અને ઉમેદવારનું લિસ્ટ જાહેર થતા અનેક સમાજમાં નારાજગી જોવા મળી રહી છે.