ન્યુઝ ડેસ્ક: ગુજરાતમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં (Gujarat assemble election 2022)અનેક નવા રેકોર્ડ તુટસે અને અનેક નવા રેકોર્ડ બનશે. 1962થી 2017 સુધીના આંકડાકીય ઇતિહાસ પર નજર કરીયે તો સૌથી ઓછા મતથી જીતનાર (low margin win) ધારાસભ્યનો રેકોર્ડ ઠાકોર શંકરજી (Shankarji thakor from kheralu) છે. તેઓ 1975માં ખેરાલુ સીટ પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા.2017માં સૌથી ઓછા મતથી જીતનાર કોંગ્રેસના ધારાસભ્ય જીતુ ચૌધરી જીત્યા (jitu chaudhary bjp) બાદ ભાજપમાં જોડાઈ ગયા હતા. તેમને પ્રધાન પદ પણ આપવામાં આવ્યું હતું.
સૌથી ઓછા મતથી જીતનાર ઉમેદવાર: વિધાનસભા ચૂંટણીમાં બે આંકડામાં સૌથી ઓછા મતથી જીતનાર ઉમેદવાર ઠોકોર શંકરજી છે. તેઓ 1975માં ખેરાલુ સીટ પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. તેઓ માત્ર 11 મતના માર્જિન સાથે વિજેતા બન્યા હતા. જ્યારે 2007માં જામજોઘપુર વિધાનસભા સીટ પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડનાર બ્રિજરાજસિંહ જાડેજા માત્ર 17 મતથી વિજેતા બન્યા હતા. 1962ની વિધાનસભા ચૂંટણીમાં સૌથી ઓછા મતે જમીનદાર ફેઝલ અબ્બાસ માતર વિધાનસભા સીટ પરથી 33 મતથી વિજેતા બન્યા હતા.
2017માં અનેક સીટો પર માર્જિન ઓછું: ગુજરાતની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં એવી ઓછામાં ઓછી 16 બેઠકો હતી જેના પર જીત અને હાર વચ્ચેનો તફાવત 3,000 મતોથી ઓછો હતો. જેમાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોના ભાવિકોને અસર થઈ હતી. આમાંથી સાત બેઠકો પર જીત અને હારનું અંતર એક હજારથી પણ ઓછું હતું. આ 16 બેઠકોમાંથી ભાજપે 10 જ્યારે કોંગ્રેસે 6 બેઠકો જીતી હતી. વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા (અનુસૂચિત જનજાતિ) બેઠક પર, ભાજપના ઉમેદવાર મધુભાઈ રાઉત કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી સામે 170 મતોના ઓછા માર્જિનથી હારી ગયા હતા.
લાંબા કેસ બાદ ઉકેલ: 2017માં ધોળકા બેઠક પરથી ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માત્ર 327 મતોની સરસાઈથી જીતવામાં સફળ રહ્યા હતા. ઘણા માને છે કે આ સીટ પર બીએસપી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને બે અપક્ષ ઉમેદવારોએ લગભગ 11,000 મત મેળવ્યા હતા, જેણે ભાજપની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મળે કોર્ટમાં લાંબો કેસ પણ ચાલ્યો હતો. જો કે મામલો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના પક્ષમાં આવતા તેઓ ધારાસભ્ય પડે ચાલુ રહ્યા હતા