ETV Bharat / assembly-elections

પાટણના ચાણસ્મામાં જેપી નડ્ડાએ સભામાં કહ્યું વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને પુનઃ ભાજપની સરકાર બનશે - Chansma

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની (Bharatiya Janata Party national president Jagat Prakash Nadda) જાહેર સભા મંગળવારના રોજ પાટણ જિલ્લાની ચાણસ્મા વિધાનસભા બેઠકના (Chansma assembly seat) ભાજપના ઉમેદવાર દિલીપજી ઠાકોરના સમર્થનમાં યોજી હતી. સભામાં તેમને ભાજપના વિકાસના કામોને ગણાવ્યા હતા. સાથે સાથે તેમને વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. ચાણસ્મા સરદાર ચોક ખાતે યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય એ.જે પટેલ આ વિસ્તારના અગ્રણી સહિતના કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

પાટણના ચાણસ્મા ખાતે જેપી નડ્ડાની સભા
jp-naddas-meeting-at-patans-chansma-said-that-the-bjp-government-will-be-formed-again-keeping-in-view-the-development-works
author img

By

Published : Nov 23, 2022, 2:28 PM IST

પાટણ: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની (Bharatiya Janata Party national president Jagat Prakash Nadda) જાહેર સભા મંગળવારના રોજ પાટણ જિલ્લાની ચાણસ્મા વિધાનસભા બેઠકના (Chansma assembly seat)ભાજપના ઉમેદવાર દિલીપજી ઠાકોરના (BJP candidate Dilipji Thakor) સમર્થનમાં ચાણસ્માના સરદાર ચોકમાં વિશાળ જનમેદની વચ્ચે યોજવામાં આવી હતી. જાહેર સભા સંબોધી ભાજપના ઉમેદવાર દિલીપ ઠાકોરને વિજય બનાવી ચાણસ્માનું કમળ ગાંધીનગર મોકલવા આહવાન કર્યું હતું.જે.પી.નડ્ડાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (aam aadmi party) પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, મેધા પાટકર સાથેની આ નવી દોસ્તી શું છે?

પાટણના ચાણસ્મા ખાતે જેપી નડ્ડાની સભા

જે.પી નડ્ડાની અપીલ: પાટણ જિલ્લાની ચાર વિધાનસભાઓ પૈકીની 17 ચાણસ્મા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડાએ અહીંથી ચૂંટણી લડી રહેલા ઉમેદવાર દિલીપકુમાર ઠાકોરના સમર્થનમાં ચૂંટણી સભાને સંબોધી હતી. ચાણસ્મા ખાતે સરદાર ચોક ખાતે જે.પી નડાએ સભા સંબોધતા ભારતીય જનતા પાર્ટીના સૌના સાથ સૌના વિકાસના સૂત્રને સાર્થક કરી આ વિસ્તાર માટે નર્મદાના નીર, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ તેમજ આ વિસ્તારમાં શિક્ષણની જ્યોત જગાવવા માટે હારીજ સમી ખાતે આઇટીઆઇ કેન્દ્ર ,સાયન્સ કોલેજ અને આ વિસ્તારની દીકરીઓ શિક્ષિત બને તે માટે કરવામાં આવેલા પ્રયાસો લોકો સમક્ષ મૂકી આ વિસ્તારના ઉમેદવાર દિલીપકુમાર ઠાકોરને જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી.

અનેક વિકાસના કામ: વધુમાં તેમણે જણાવ્યું હતું કે વિકાસ પુરુષ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોઈપણ વ્યક્તિ મકાન વિહોણો ના રહે, પ્રાથમિક આરોગ્યની સુવિધા વગર ન રહે તે માટે આયુષ્માન કાર્ડ, સ્વચ્છતા અભિયાન થકી હર ઘર શૌચાલય સહિતના અનેક વિકાસ કાર્યો કર્યા છે. આ વખત પણ ભારતીય જનતા પાર્ટી જ ગુજરાતમાં વિજય બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ચાણસ્મા સરદાર ચોક ખાતે યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય એ.જે પટેલ આ વિસ્તારના અગ્રણી સહિતના કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાયા: એ.જે પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી ચાણસ્મા વિધાનસભા બેઠક ઉપર આયાતી ઉમેદવારને કોંગ્રેસ પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવે છે.જેને લઈને અમોએ પ્રદેશ મહુડી મંડળમાં રજૂઆતો પણ કરી હતી અને કીધું હતું કે સ્થાનિક ઉમેદવારને નહીં મૂકવામાં આવે તો રાજીનામાં આપવામાં આવશે.ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા આયાતી ઉમેદવારને ચાણસ્મા વિધાનસભા સીટ ઉપર ટિકિટ આપવામાં આવી છે જેને લઈને અમોએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા છીએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.