અમદાવાદ રાજ્યના પૂર્વ આરોગ્ય પ્રધાન તેમ જ ભાજપના વરિષ્ઠ નેતા ગણાતા જયનારાયણ વ્યાસ હવે વિધિવત્ રીતે (Jay Narayan Vyas joins Congress) કૉંગ્રેસી બની ગયા છે. કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ (Mallikarjun Kharge Congress National President) તેમને ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત સહિતના વરિષ્ઠ કૉંગ્રેસી નેતા ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આ પહેલા જયનારાયણ વ્યાસે સિદ્ધપુરમાં કૉંગ્રેસ ઉમેદવારને સમર્થનની જાહેરાત કરી હતી. ત્યારબાદ મોટા ભાગની અટકળોનો અંત આવી ગયો હતો.
કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના પ્રહાર અમદાવાદમાં કૉંગ્રેસ ભવન (Congress Office in Ahmedabad) ખાતે કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ (Jay Narayan Vyas joins Congress) પત્રકાર પરિષદ સંબોધી હતી. અહીં તેમણે જણાવ્યું હતું કે, ભાજપ કૉંગ્રેસ વિરૂદ્ધ લોકોને ભડકાવી રહી છે. ભાજપ આ વખતે ડરી રહી છે. એટલે રાષ્ટ્રીય નેતાઓ વોર્ડ વોર્ડ ફરી રહ્યા છે. કૉંગ્રેસે આટલા વર્ષો સુધી કંઈ કામ નથી કરી રહ્યું એવું આ લોકો બધા ભાષણમાં કહી રહ્યા છે.
કૉંગી નેતા જયનારાયણ વ્યાસનું નિવેદન આ પ્રસંગે કૉંગ્રેસમાં જોડાયેલા જયનારાયણ વ્યાસે (Jay Narayan Vyas joins Congress) જણાવ્યું હતું કે, મલ્લિકાર્જુન ખડગેના હાથે મને કૉંગ્રેસમાં આવવાની તક મળી છે. ગુજરાતમાં આજે જેટલી પણ યોજનાઓ છે. તેનો પાયો વર્ષ 1961 પહેલા રાખવામાં આવી હતી. મે મારા રાજીનામામાં (Jay Narayan Vyas resigns BJP) પણ લખ્યું હતું કે, મને કોઈનાથી કોઈ ફરિયાદ નથી. હું જ્યારે વિચાર વિમર્શમાં હતો ત્યારે જ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ચાલુ થઈ હતી. આ પાર્ટી કંઈક એવી વાત કરે છે, જ્યાં વ્યક્તિને કેન્દ્ર રાખીને વાત કરવામાં આવતી નથી.
કૉંગ્રેસ પાર્ટી લોકતંત્રવાળી પાર્ટી છે તેમણે (Jay Narayan Vyas joins Congress) ઉમેર્યું હતું કે, કૉંગ્રેસ પાર્ટી લોકતંત્રવાળી પાર્ટી છે. હું કૉંગ્રેસમાં સમજી વિચારીને જોડાયો છું. મને કૉંગ્રેસમાં જે પણ જવાબદારી આપવામાં આવશે તે સરખી રીતે નિભાવીશ.
જયનારાયણ વ્યાસે સિદ્ધપુરમાં કૉંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે (Jay Narayan Vyas joins Congress) ભાજપમાંથી રાજીનામું (Jay Narayan Vyas resigns BJP) આપ્યું હતું. ત્યારે 20 દિવસ બાદ ભાજપ સામે ઉતર્યા છે અને સિદ્ધપુર બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને ટેકો જાહેર કર્યો હતો. તેઓ સિદ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ આપવા ગયા હતા. પરંતુ તેમને ટિકીટ મામલે નકારાત્મક ચર્ચાઓનો દોર ચાલ્યો હતો. ત્યારબાદ તેઓ અશોક ગેહલોતને મળ્યા હતા.
4 નવેમ્બરે આપ્યું હતું રાજીનામું એક તરફ કૉંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદ જાહેર કરી અને તેના થોડા સમય બાદ જ મોડી રાત્રે જયનારાયણ વ્યાસે ભાજપને રામ રામ કર્યાના સમાચાર વાયુ વેગે પ્રસર્યા હતા. રાજીનામું (Jay Narayan Vyas resigns BJP) આપ્યાના થોડા દિવસ પહેલા જયનારાયણ વ્યાસે અમદાવાદ સર્કિટ હાઉસમાં (Ahmedabad Circuit House) અચાનક રાજસ્થાનના મુખ્યપ્રધાન અને ગુજરાતના ખાસ ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. તેઓ આગામી ચૂંટણીમાં કોંગ્રેસના સિધ્ધપુર બેઠક પરથી ઉમેદવારી કરશે એવી ચર્ચા હતી. જોકે, વ્યાસે ગેહલોત સાથેની તેમની મુલાકાત બાદ માત્ર એટલું જણાવ્યું કે, નર્મદાને લઇને તેઓ જે પુસ્તક લખી રહ્યા છે તે માટે પરામર્શ અર્થે તેઓ ગેહલોતને મળ્યા હતા.