ગાંધીનગર: સંગીતા પાટીલે(sangita patil mla of limbayat assembly seat) ETV ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું(interview with sangita patil) હતું કે નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં અને અમિત શાહ ભાઈના લીધે આજે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં જે લક્ષ્ય રાખ્યો હતો તેને અમે પ્રાપ્ત કર્યો છે. આની સાથે જ અમારા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જે પેજ કમિટી બનાવી હતી તે પેજ કમિટી ઘરે ઘરે પહોંચી હતી. જેના લીધે અમે ગુજરાતનો વિશ્વાસ ફરીથી મેળવી શક્યા છીએ.
સંગીતા પાટીલ મંત્રી બનશે ખરા?
સંગીતા પાટીલને (sangita patil mla of limbayat assembly seat) નવા મંત્રીમંડળમાં બાળ અને મહિલા વિકાસ મંત્રાલયનું ખાતું મળે એવી તમામ શક્યતાઓ સિવાય રહી છે. એ પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું (interview with sangita patil) હતું કે હું છેલ્લા દસ વર્ષથી MLA છું અને પૂરી નિષ્ઠાથી ભાજપ પ્રત્યે કામ કરું છું. તેથી પક્ષ મને જે પણ જવાબદારી આપશે તેને હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ.
આમ આદમી પાર્ટીની હાજરીને કેવી રીતે જુઓ છો?
સંગીતા પાટીલે(sangita patil mla of limbayat assembly seat) આમ આદમી પાર્ટી વિશે કહેતા જણાવ્યું(interview with sangita patil) હતું કે અરવિંદ કેજરીવાલે અને આમ આદમી પાર્ટીએ જે પણ દાવા કર્યા હતા તે તમામ પોકળ સાબિત થયા છે અને ગુજરાતમાં તેમનો સિક્કો ચાલ્યો નથી. ગુજરાતી પ્રજામાં ભાજપનો વિશ્વાસ કાયમ છે અને હંમેશા પ્રજામાં અમે અમારો વિશ્વાસ બનાવી રાખીશું.