ETV Bharat / assembly-elections

રાજકોટની હાઈપ્રોફાઈલ પશ્ચિમ બેઠક પર ભાજપના ઉમેદવારને 1 લાખથી વધુની મળી લીડ - Candidate for Rajkot West assembly seat

રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યારે અત્યાર સુધીમાં આ બેઠક પરથી બે મુખ્યપ્રધાન પણ ચૂંટાયા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ભાજપ દ્વારા ડોક્ટર દર્શિતા શાહને (Candidate for Rajkot West assembly seat) ટિકિટ આપવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા મનસુખ કાલરીયાને આ બેઠક પરથી ટિકિટ અપાઇ હતી અને આમ આદમી પાર્ટી દ્વારા આ બેઠક પરથી દિનેશ જોશીને ટિકિટ આપવામાં આવી હતી. એવામાં પ્રથમ વખત એવું બન્યું છે કે ભાજપ ઉમેદવારને 1 લાખથી વધુની લીડ (BJP candidate got a lead of over 1 lakh) મળી હોય.

રાજકોટની હાઈપ્રોફાઈલ પશ્ચિમ બેઠક પર ભાજપના ઉમેદવારને 1 લાખથી વધુની મળી લીડ

author img

By

Published : Dec 9, 2022, 6:57 PM IST

રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી યોજાયા બાદ હવે નવી સરકાર રચવા તરફની કાર્યવાહી થઈ રહી છે, ત્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટની હાઈ પ્રોફાઈલ એવી પશ્ચિમ બેઠક પર ભાજપના ઉમેદવાર ડો.દર્શિતા શાહને (Candidate for Rajkot West assembly seat) વર્ષ 2022ની ચૂંટણીમાં કુલ 138687 મત મળ્યા છે. જ્યારે દર્શિતા શાહ 105975 મતોની જંગી લીડથી જીત્યા છે. આ સાથે જ તેમને રાજકોટ પશ્ચિમ બેઠક પર જીતની પરંપરા સાથે નવો જ રેકોર્ડ કિર્તીમાન સ્થાપિત કર્યો છે. જેની હાલ ચારે બાજુ ચર્ચા થઈ રહી છે.

પૂર્વ CM વિજય રૂપાણીની લીડનો રેકોર્ડ તોડ્યો: વર્ષ 2017ની ચૂંટણીમાં રાજ્યના પૂર્વ CM વિજય રૂપાણી રાજકોટની પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, ત્યારે તે સમયે વિજય રૂપાણીને 54000થી વધુની લીડ મળી હતી અને તેઓ વિજય થયા હતા. જ્યારે આ બેઠક પર 54 હજારની લીડનો રેકોર્ડ હતો. જે વર્ષ 2022ની ચૂંટણીમાં એટલે કે આ વખતની ચૂંટણીમાં દર્શિતા શાહે તોડી નાખ્યો છે. દર્શિતા શાહને 105975 મતોની લીડ (BJP candidate got a lead of over 1 lakh) મળી છે અને તેઓ વિજય થયા છે.

ભાજપની પરંપરાગત બેઠક પર જીત યથાવત: રાજકોટ પશ્ચિમ બેઠકને ભાજપની પરંપરાગત બેઠક માનવામાં આવે છે, ત્યારે વડાપ્રધાન મોદી પણ પ્રથમ વખત અહીંથી ચૂંટણી લડ્યા હતા અને પ્રથમ વખત જ ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓ રાજ્યના મુખ્યપ્રઘાન પદે બિરાજયા હતા, ત્યારબાદ પૂર્વ CM વિજય રૂપાણી પણ આ જ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જંગી બહુમતીથી વિજય બન્યા હતા. હવે ડો.દર્શિતા શાહ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા છે અને એક લાખથી વધુની લીડથી (BJP candidate got a lead of over 1 lakh) તેઓ જીત્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.