સુરત: વિધાનસભા ચૂંટણી (gujarat assembly election 2022)માટે મતદાનના ત્રણ દિવસ પહેલા સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ બંને પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો (road show of prime minister) કરીને જનસભાને સંબોધી હતી જયારે કેજરીવાલે કાપડના વેપારીઓ સાથે બેઠક (AAP in Gujarat Election)કરી હતી. દરમિયાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે 92 બેઠક મેળવી આમ આદમી પાર્ટી સરકાર બનાવશે (aam aadmi party will form governmnet in gujarat), એટલું જ નહીં તેઓએ સત્યેન્દ્ર જૈનના વીડિયો અંગે જણાવ્યું હતું કે ભાજપ દિલ્હીમાં દરેક વોર્ડમાં વિડીયો બનાવવાની દુકાન ખોલવા જઈ રહી છે.
કેજરીવાલની ભવિષ્યવાણી: દિલ્હીના મુખ્યપ્રધાનના અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં પત્રકારોને સવાલોના જવાબ આપતા જણાવ્યું હતું કે આ વખતે ગુજરાતમાં મામાની પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે.એટલું જ નહીં તેઓએ કાગળ પર લખીને જણાવ્યું હતું કે હું ભવિષ્યવાણી કરું છું કે ગુજરાતમાં 'આપ'નો વિજય થશે.સુરત સહિત અન્ય શહેરોમાં આમ આદમી પાર્ટીની સભામાં થયેલ હુમલા અંગે તેઓએ જણાવ્યું હતું કે બીજેપી અનેક જગ્યા ગુજરાતની જનતા પર હુમલા કરી રહી છે.લોકો કહે છે અમે 'આપ'ને અમે વોટ આપીશું.તેથી બીજેપી બોખલાઈ ગઈ છે.
કોન્ટેક્ટ કર્મચારીઓને કાયમી કરવામાં આવશે: અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે કોંગ્રેસના વોટર શોધવા પર પણ મળતા નથી. ભાજપના વોટર ભયભીત છે.આજે હું આપ સૌને લખીને આપું છું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે.સરકારી કર્મચારીઓને આશ્વાસન આપું છું કે 31 જાન્યુઆરી સુધી ઓલ્ડ પેંશન લાગુ કરવા નોટીફિકેશન જાહેર કરાશે.કોન્ટ્રાકટ કર્મચારીઓને કાયમી કરવામાં આવશે અને પગાર વધારવામાં આવશે.પોસ્ટલ બેલેટમાં દરેક વોટ આમ આદમીને મળી રહ્યા છે.સરકારી કર્મચારીઓને હું કહેવા માગું છું કે તેઓ અમને મત આપી અને લોકોને પણ કહે કે તેઓ આમ આદમી પાર્ટીને મત તો આપે કારણ કે એક સરકારી કર્મચારી જ્યારે કોઈપણ વાત કહે છે.તેનો પ્રભાવ અનેક લોગો ઉપર પડતો હોય છે.
અમારી 92 બેઠક આવશે: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડડા દ્વારા સત્યેન્દ્ર જૈન પર કરવામાં આવેલી ટિપ્પણી અંગે તેઓએ જણાવ્યું હતું કે ભાજપ દિલ્હીમાં દરેક વોર્ડમાં વીડિયો બનાવવાની દુકાન શરૂ કરશે. ભાજપ વીડિયો બનવાની કંપની શરૂ કરશે. અમારી 92 બેઠક આવશે. અમે સરકાર બનાવીશું.