ETV Bharat / assembly-elections

ઘરમાં પારિવારિક પ્રસંગ છતાં ચૂંટણીમાં બજાવી ફરજ - gujarat election 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું(gujarat legislative assembly 2022) આજે બીજા તબક્કાનું મતદાન છે. મધ્ય ગુજરાતના 61 અને ઉત્તર ગુજરાતના 32 બેઠકો પર ચૂંટણી જંગ ખેલાશે. કુલ 93 બેઠકો પર 833 ઉમેદવારો મેદાને(battle between 833 candidates on 93 seats) છે. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ચૂંટણીમાં કામગીરીમાં રોકાયેલા છે. ત્યારે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં તે પોતાની દીકરીની સગાઈ પતાવીને તરત પોતાની જવાબદારી પર પાછા ફર્યા છે

ઘરમાં પારિવારિક પ્રસંગ છતાં ચૂંટણીમાં બજાવી ફરજ

author img

By

Published : Dec 5, 2022, 2:31 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું(gujarat legislative assembly 2022) આજે બીજા તબક્કાનું મતદાન છે. મધ્ય ગુજરાતના 61 અને ઉત્તર ગુજરાતના 32 બેઠકો પર ચૂંટણી જંગ ખેલાશે. કુલ 93 બેઠકો પર 833 ઉમેદવારો મેદાને(battle between 833 candidates on 93 seats) છે. અનેક લોકો કે નવદંપતી પણ પ્રભુતાના પગલા પાડે તે પહેલા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવતા હોય છે. મોટી સંખ્યામાં કર્મચારીઓ ચૂંટણીમાં કામગીરીમાં રોકાયેલા છે. ત્યારે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં તે પોતાની દીકરીની સગાઈ પતાવીને તરત પોતાની જવાબદારી પર પાછા ફર્યા છે.

પ્રસંગ વચ્ચે બજાવી ફરજ: વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઑફ ટેકનોલોજીમાં મદદનીશ પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવતા નિમિષાબેન પાઠક પતિના અવસાન પછી પરિવારની સઘળી જવાબદારી સંભાળી રહ્યા છે. આજે ઘેર દીકરીના સગપણનો પ્રસંગ હતો. આ કારણ આગળ ધરીને તેઓ ચૂંટણીની ફરજમાંથી મુક્તિ મેળવી શક્યા હોત પરંતુ તેમણે આમ ન કર્યું. એટલું જ નહીં. દીકરીની સગાઈ પતાવીને સીધા જ તેઓ અકોટા વિધાનસભા મત વિભાગમાં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની લોકશાહીના આ મહાપર્વની પોતાની ફરજમાં જોડાઈ ગયા છે. નિમિષાબેન પાઠક તો એક ઉદાહરણમાત્ર છે. આવા અનેક અધિકારીઓ અને કર્મચારીઓ પોતપોતાની અંગત જવાબદારીઓને બાજુએ મૂકીને ઉત્સાહપૂર્વક ચૂંટણી કામગીરીમાં જોડાઈ ગયા છે.

93 વિધાનસભા બેઠક પર મતદાન: ગુજરાતમાં 14 જિલ્લામાં 93 બેઠકો માટે 26,409 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીનો આ અવસર પાર પાડવા અનેક કર્મચારીઓ અને અધિકારીઓ અત્યંત જવાબદારીપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે. બીજા તબક્કામાં 1,13,325 કર્મચારીઓ-અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. જેમાં 29,062 પ્રિસાઇડિંગ ઓફિસર અને 84,263 પોલિંગ સ્ટાફ છે. મતદાનના આગળના દિવસે, રવિવારે જ આ તમામ સ્ટાફ પોતાની ફરજ પર હાજર થઈ ગયો છે. આ આખી પ્રક્રિયા અત્યંત ચીવટ અને ખૂબ મહેનત માગી લે તેવી હોય છે. લાખો કર્મચારીઓ-અધિકારીઓના મેનપાવરનું મેનેજમેન્ટ એક મહાઅભિયાન છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.