મોરબી: વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપે મોરબી બેઠક પરથી કાંતિ અમૃતિયાને ટિકિટ આપી હતી. (Gujarat Election 2022 Counting Day) તો તેમની સામે કૉંગ્રેસે બ્રિજેશ મેરજાને ટિકિટ આપી હતી. એ ચૂંટણીમાં કાંતિ અમૃતિયાનો વિજય થયો હતો. ત્યાર બાદ 2017ની ચૂંટણીમાં ફરી બંને આમનેસામને આવ્યા. જોકે, એ વખતે બ્રિજેશ મેરજાએ કાંતિ અમૃતિયાને હરાવ્યા હતા અને આ બેઠક કૉંગ્રેસના ફાળે ગઈ હતી. પણ વધુ એક રસપ્રદ વળાંક ત્યારે આવ્યો જ્યારે 2020માં રાજ્યસભાની ચૂંટણી પહેલાં બ્રિજેશ મેરજા કૉંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા અને આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ. વર્ષ 2020ની પેટાચૂંટણીમાં ભાજપે એ બેઠક પર પાંચ ટર્મ ચૂંટાયેલાં કાંતિ અમૃતિયાની જગ્યાએ પક્ષપલટો કરીને આવેલાં બ્રિજેશ મેરજાને ટિકિટ આપી અને તેઓ જીત્યા પણ. હાલમાં તેઓ ભુપેન્દ્ર પટેલની સરકારમાં શ્રમ અને રોજગાર મંત્રાલયનો સ્વતંત્ર હવાલો ધરાવે છે. Morbi Assembly seat Morbi Result
પુલ દુર્ઘટનામાં કાંતિ અમૃતિયા: ભાજપ પોતાના ચૂંટણીપ્રચારમાં પોતાના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ પુલ દુર્ઘટના દરમિયાન કરેલી કામગીરીનો સતત ઉલ્લેખ કરી રહ્યો છે. ભાજપ તરફથી તેમને ટિકિટ આપવી આશ્ચર્યજનક એટલા માટે કહી શકાય કારણ કે તેઓ અને હાલના મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા રસપ્રદ ભૂતકાળ ધરાવે છે. તો ગુજરાતમાં ચૂંટણીસભા સંબોધતી વખતે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો હતો કે મોરબી દુર્ઘટનામાં અસલી આરોપીઓ સામે કોઈ કાર્યવાહી થઈ નથી? આ બેઠક પર કુલ 17 ઉમેદવારો ચૂંટણીમેદાને છે. ભાજપે અહીંથી કાંતિ અમૃતિયાને, કૉંગ્રેસે અહીંથી જયંતિલાલ પટેલને અને આમ આદમી પાર્ટીએ અહીંથી પંકજ રાણસરીયાને ટિકિટ આપી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat Assembly election 2022) એલાન થાય તે પહેલા મતદારોને રીઝાવવા નાના મોટા દરેક પક્ષે મોરબી દુર્ઘટનાને પણ અસરકારક ફેક્ટર ગણાવ્યુ હતું. 182 વિધાનસભા સીટો પર સ્થળ અને મતદારોના મૂડ પર રાજનેતા અને પક્ષનું ભાવિ નક્કી થાય છે. તેથી રાજ્યની કઇ સીટ પર કેવા મતદાતાઓ અને રાજકીય હોદ્દેદારોને પ્રભાવ રહ્યો છે તે જાણવું અને સમજવું ખૂબ જરૂરી બની જાય છે. તેથી આજના આ લેખમાં અમે તમને બજાવશું સૌરાષ્ટ્રનું પેરીસ ગણાતા મોરબી વિધાનસભા બેઠકની (Morbi Assembly seat) કુંડળી વિશે. 1962થી લઈને 2017 સુધી મોરબી બેઠકમાં 13 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપે 6 વખત અને કૉંગ્રેસે 5 વખત જીત મેળવી છે. 1967ની વિધાનસભા ચૂંટણીમાં 'સ્વતંત્ર પાર્ટી'ની ટિકિટ ઉપર વી. વી. મહેતા આ બેઠકથી ચૂંટાઈને આવ્યા હતા. 1990માં અપક્ષ ઉમેદવાર બાબુભાઈ પટેલ 14208 મતોથી ચૂંટણી જીત્યા હતા.
2017 પરિણામ: 2017ની વિધાનસભા ચૂંટણીમાં 1.86%ની પાતળી સરસાઈથી બ્રિજેશ મેરજા ચૂંટાઈ આવ્યા હતા. તેમને 89396 મતો મળ્યા હતા અને ભાજપના ઉમેદવાર અમૃતિયા કાંતિલાલને 85977 મત મળ્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણી ઉપરાંત કૉંગ્રેસે 1962 અને ત્યારબાદ 1972થી 1980 વચ્ચે યોજાયેલ ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. 1985માં ભાજપે મોરબી બેઠક કૉંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી અને 1990ની વિધાનસભાની ચૂંટણીને જો બાદ કરી નાખવામાં આવે તો 1995થી લઈને સળંગ ચાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અહીં જીતી છે. મોરબી માળિયા વિધાનસભા બેઠક છેલ્લા 25 વર્ષથી ભાજપનો ગઢ હતી. ભાજપના ઉમેદવાર કાન્તીભાઈ અમૃતિયા 5 ટર્મથી સતત ચૂંટાઈ આવતા હતા. જોકે પાટીદાર આંદોલન સહિતના કારણોને લીધે વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ બેઠક ગુમાવી હતી અને કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેશ મેરજા વિજયી બન્યા હતા. જોકે અઢી વર્ષ બાદ બ્રિજેશ મેરજા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા અને ભાજપના ઉમેદવાર તરીકે પેટા ચૂંટણી લડી હતી.
મોરબી બેઠકની ખાસિયતો: મોરબી ઓદ્યોગિક રીતે વિકસિત શહેર છે. મોરબીમાં ઘડિયાળ, નળિયા, સિરામિક ઉપરાંત પેપરમિલ ઉદ્યોગ વિકસ્યા છે અને સિરામિક ટાઈલ્સ દુનિયાના ઘણા દેશોમાં એક્સપોર્ટ થાય છે. જેના થકી સરકારને વિદેશી હુંડીયામણ રળી આપે છે. તો કરોડો રૂપિયાનો ટેક્સ પણ મોરબી ચુકવે છે. મોરબી તાલુકો માથાદીઠ આવકમાં પણ માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં અગ્રેસર જોવા મળે છે. 65 મોરબી માળિયા વિધાનસભા બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ રહ્યું છે અને આ બેઠક ભાજપના ગઢ સમાન માનવામાં આવે છે. આ બેઠકમાં કુલ મળીને અંદાજે 2,70,906 મતદારો નોંધાયા છે. જેમાં 1,41,583 પુરુષ અને 1,29,322 સ્ત્રી તેમજ 2 અન્ય મતદારો નોંધાયા છે.
2022ની ચૂંટણીમાં જાતિ સમીકરણ: મોરબીને પાટીદારોનું હબ ગણવામાં આવે છે. અહીં પાટીદારોની વોટબેંક ખૂબ મજબૂત છે. પરંતુ વર્ષ 2015માં પાટીદાર સમાજને અનામત વર્ગમાં સમાવવાની માંગને લઈને આંદોલન થયું હતું. આ દરમ્યાન આંદોલનને કચડવા માટે સરકાર દ્વારા આંદોલન સમિતિના નેતાઓ, હોદ્દેદારો અને અનેક યુવકો પર સરકારે આડેધડ કેસો દાખલ કર્યા હતા. જેને હટાવવાની માંગ હાલ તીવ્ર બની છે. ભાજપ સરકાર માટે સૌથી મોટું ફેક્ટર બની શકે છે. કારણ કે પાટીદારોની નારાજગીની કિંમત બેઠક ગુમાવી કરવી પડી શકે છે. બીજી તરફ સતત વધી રહેલી મોંઘવારીથી ઉદ્યોગોની કમર તૂટી છે. તેમાં મોરબી સિરામિક અને ઘડીયાળના ઉદ્યોગનું હબ છે. તેથી વેપારીઓ પણ વિવિધ માંગો સાથે સરકાર સામે બાંયો ચઢાવી રહ્યા છે. આ સિવાય સામાન્ય સુવિધાથી લઇને અનેક એવા મુદ્દાઓ છે જે મોરબી બેઠકને 2022ની વિધાનસભા ચૂંટણીમાં હોટ સીટ બનાવે છે.
ચૂંટણી પ્રચારના મુદ્દા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થાય એ પહેલાં મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો અને આ દુર્ઘટનાની ચર્ચા વિશ્વભરમાં થઈ હતી. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ બ્રિજેશ મેરજાને જાણ જૂનો પક્ષ ભૂલાયો ન હોય તેમ ભાપજના પ્રદેશાધ્યક્ષ સી આર પાટીલને જાહેરમાં કોંગ્રેસના પ્રમુખ ગણાવી ભાંગરો વાટ્યો હતો. 2020માં યોજાયેલ પેટાચૂંટણીમાં ભાજપે ઉમેદવારે જાહેર કર્યા પહેલા જ બ્રિજેશ મેરજાને 65 વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જાહેર કરાતા પોસ્ટરો શહેરમાં લાગતા રાજકારણ ગરમાયું હતું. બ્રિજેશ મેરજાએ પક્ષ પલટો કરતા તેના વિરોધમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ મોરબીમાં ધામા નાખી તેમના નિર્ણયને વખોળ્યો હતો. કોંગ્રેસના મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ અચાનક ધારાસભ્યપદેથી તથા કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામુ આપતા લલિત કગથરાએ કહ્યું હતું કે – મેરજાએ પૈસા અને સત્તા માટે પ્રજા સાથે રાજદ્રોહ કર્યો છે.