સુરત: આમ તો કોંગ્રેસ હંમેશાં (Gujarat Congress Surat) આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપો અને (Aam Admi party Surat) પ્રહારો કરતી હોય છે. પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સુરત પૂર્વ બેઠક પર સમીકરણ અલગ જોવા મળી રહ્યું છે. અહીં રાજકીય દુશ્મન પાસેથી કોંગ્રેસના ઉમેદવારે ટેકો માંગ્યો છે. આપના ઉમેદવાર કંચન જરીવાલાએ નોમિનેશન પાછુ ખેંચતા કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલ વાલાએ અરવિંદ કેજરીવાલ સહિત આપના નેતાઓ પાસે ટેકો જાહેર કરવા માંગણી કરી છે.
રાજકીય ગરમાવોઃ આમ આદમી પાર્ટીના સુરત પૂર્વ (Aam Admi party Surat Seat) બેઠકના ઉમેદવાર કંચનજરીવાલાએ ઉમેદવારી પાછી ખેંચી લેતા આખો દિવસ ડ્રામા ચાલ્યો હતો. જેમાં આપ દ્વારા આ ફોર્મ પાછું ખેંચવા પાછળ ભાજપ હોવાના આક્ષેપથી રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. સુરત પૂર્વ વિધાનસભા ના કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાઇકલવાલા (Aslam cyclewala Congress Surat) એ કેજરીવાલને કરેલી ટ્વીટ ચર્ચામાં આવી ગઈ છે. તેઓએ કેજરીવાલને ટ્વિટ કરીને સુરત પૂર્વમાં કોંગ્રેસને ટેકો જાહેર કરવા માટે અપીલ કરી છે.
ખુલ્લો ટેકો આપોઃ આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ (Surat Assembly Seat 2022) પરર ખેંચી લેતા કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલ વાલા એ ટ્વીટ કરીને દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સંદીપ પાઠક ગુલાબ યાદવ ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવીને કહ્યું છે કે, સુરત પૂર્વ વિધાનસભા બેઠક પરથી આપના ઉમેદવાર કંચનજરીવાલાને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના સીધા આદેશથી ધાક ધમકી અને છળકટથી ઉમેદવારી પત્રક પાછું ખેંચાવી લેવામાં આવ્યું છે. લોકતંત્રમાં આવા દુષણને સાચા અર્થમાં દૂર કરવા માંગતા હો તો પૂર્વ બેઠક પરથી મને ખુલ્લો ટેકો જાહેર કરો આપ દ્વારા ઉમેદવારી પત્રક પાછું ખેંચવા સાથે ગરમાયેલું રાજકારણ હવે સાયકલવાલાની ટ્વીટ બાદ વધુ ગરમાયું છે.
કેજરીવાલ સાથ આપેઃ અસ્લમ સાઇકલ વાલાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓ કહે છે કે, ભાજપના ગુંડાઓ એ ધાક ધમકી આપીને કંચન જરીવાલા પાસેથી નોમિનેશન પાછુ ખેંચાવડાયું છે. ગુંડાગર્દી સામેં જો લડત આપવી હોય અને ઈટનો જવાબ પથ્થરથી આપવો હોય તો આમ આદમી પાર્ટીના નેતાઓ અને અરવિંદ કેજરીવાલ મને ટેકો આપે.. સાયકલ વાલાની ટ્વીટ બાદ આપના ઉમેદવાર કંચન જરીવાલા એ સુરત પોલીસ કમિશનરને અરજીમાં જણાવ્યું છે કે અસલામ સાયકલવાલાના માણસો મને મારી નાખે તેવો ડર છે. તે માટે મને પોલીસ બંદોબસ્ત આપવામાં આવે આ અંગે અસલમ સાયકલવાલા એ જણાવ્યું હતું કે, તદ્દન ખોટા અને પાયા વિહોણા આક્ષેપો છે પોલીસ તપાસ કરશે તો સત્યતા સામે આવશે .હું કોઈ ગેંગસ્ટર નથી જે આવી ઘટના કરે.