ETV Bharat / assembly-elections

સતત 7મી જીત મેળવનાર બાવળિયાની આવી છે પ્રોફાઈલ, પ્રધાનપદ માટે લિધા શપથ

author img

By

Published : Dec 12, 2022, 11:16 AM IST

Updated : Dec 12, 2022, 2:33 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય (Gujarat Assembly Election 2022) સફળતા મેળવનાર કુંવરજી બાવળીયાને ફરી એકવખત પ્રધાનપદ સાથે મોટું ખાતું મળી શકે છે. જેઓ મૂળ કોળી જ્ઞાતિમાંથી આવી રહ્યા છે. અગાઉ તેઓ કોંગ્રેસમાં (Koli Cast Saurashtra) હતા પછી પક્ષ પલટો કરીને ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા. આ પહેલા પણ તેઓ પ્રધાનપદે રહી ચૂક્યા છે. જસદણ પંથકમાંથી સતત બીજી વખતે તેમને મોટી જીત પ્રાપ્ત થઈ છે.

Etv Bharatસતત 7મી જીત મેળવનાર બાવળિયાની આવી છે પ્રોફાઈલ, પ્રધાનપદ માટે લેશે શપથ

જસદણઃ જસદણ વિધાનસભા-72 બેઠકની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) સૌ પ્રથમવાર ભાજપનું કમળ ખીલ્યું છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયાને 16172 મતની લીડથી જીત પ્રાપ્ત થઈ છે. જસદણ (Koli Cast Saurashtra) બેઠકની વાત કરીએ તો વર્ષ 2009 ની પેટા ચૂંટણીમાં ભાજપના ડો.ભરતભાઈ બોઘરા અને વર્ષ 2018 ની પેટા ચૂંટણીમાં કુંવરજીભાઈ બાવળીયા ભાજપના ઉમેદવાર તરીકે વિજેતા બન્યા હતા. જસદણ બેઠકના ભાજપના નેતા કુંવરજીભાઈ બાવળીયાની (Jasdan Kunvarji Bavaliya) ઐતિહાસિક મતની લીડથી જીત થતા જસદણ-વિંછીયા પંથકમાંથી સફળતા મળી છે. જસદણ બેઠકમાં અનેક વિવાદો વચ્ચે પણ ભાજપના કુંવરજીભાઈએ વધુ એક વાર ધારાસભ્ય તરીકે બાજી મારતા વિજય સરઘસમાં જોડાયેલા કાર્યકરોએ “જય ભોળાનાથ” ના નારા લગાવતા ભારે કુતુહલ સર્જાયું હતું.

શા માટેઃ જસદણ બેઠકને સૌરાષ્ટ્રની મહત્ત્વની બેઠક માનવામાં આવે છે. ખાસ કરીને કોળી સમાજને સાચવવા માટે એક મજબુત વ્યક્તિત્વ તરીકે બાવળીયાને માનવામાં આવે છે. આ પહેલા પણ અનેક વિવાદ વચ્ચે રહ્યા હોવા છતાં તેમણે આ ચૂંટણીમાં પોતાનું કદ જાળવી રાખ્યું છે. કુંવરજી બાવળીયાની આ સતત સાતમી જીત છે. જસદણની સામાન્ય ચૂંટણીમાં ભાજપનું કમળ અત્યાર સુધી ક્યારેય ખિલ્યું ન હતું. જ્યારે હરીફ રહેલા કોંગ્રેસના ભોળાભાઈ ગોહિલે હાર સ્વીકારી હતી. જ્યારે આ વખતે ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના તેજસ ગાજીપરાએ પણ હાર સ્વીકારી છે.

રાજકીય કારકિર્દીઃ કુંવરજી બાવળીયા વર્ષ 1995થી રાજકારણમાં સક્રિય છે. સૌરાષ્ટ્રના જસદણ મત વિસ્તારમાં કોસ્ટ પોલિટીક્સનો એવો દબદબો છે કે ત્રણ વખત તો અપક્ષ ઉમેદવાર પણ વિજેતા થયા છે. જેમાં સન 1975માં 11199 મતો તેમજ વર્ષ 1980માં 4628 મતો અને સન 1990માં 8187 મતોની લીડથી અપક્ષ ઉમેદવારોએ રાજકીય પક્ષોને કારમો પરાજય આપ્યો હતો. એ જ રીતે વર્ષ 1967ની બીજી ચુંટણીમાં કોંગ્રેસ સામે ભારે રસાકસી વચ્ચે સ્વતંત્ર પાર્ટીના ઉમેદવારની માત્ર 67 મતોના માર્જીનથી જીત થઈ હતી. અત્યાર સુધીમાં 13 સામાન્ય અને 1 પેટા ચુંટણી યોજાઈ છે. જેમાં સૌથી વધુ નવ વખત કોંગ્રેસ, ત્રણ વખત અપક્ષ અને એક વખત ભાજપની જીત થઈ છે.

કેટલા મતઃ કુંવરજી બાવળિયાને કુલ 63808 મત મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના તેજસ ગાજીપરાને કુલ 47636 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ભોળાભાઈ ગોહિલને 45795 મત મળ્યા છે. જોકે મત વચ્ચેનો તફાવત પણ ઘણો મોટો રહ્યો છે. ભાજપમાંથી સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારમાં બાવળિયાનો ઉલ્લેખ કરાય છે.

Last Updated : Dec 12, 2022, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.