ETV Bharat / assembly-elections

નેત્રંગ સભા : 4G એટલે સાયકલ અને 5G એટલે વિમાન : વડાપ્રધાન

આજે નેત્રંગ ખાતે જનસભાને સંબોધતા વડાપ્રઘાને જણાવ્યું કે, અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભાગ્યવાન છીએ કે, આજે આટલી મોટી સંખ્યામાં અમારા બધા ઉમેદવારોને વિજયી બનાવવા માટે આપ મેદાનમાં ઉતર્યાં છો. ગુજરાત વિધાનસભામાં કુલ 182 વિધાનસભા બેઠક છે. ઝઘડિયા (jhagadia assembly constituency)ભરૂચ જિલ્લાનો એક ભાગ છે અને આ બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે આરક્ષિત (reserve for sedual tribe) રાખવામાં આવી છે. આ વિધાનસભા બેઠક પર ભાજપ હજુ સુધી ખાતુ ખોલાવી શકી નથી.

જે બેઠક પર ભાજપનું ક્યારેય ખાતું નથી ખુલ્યું એવી 'ઝઘડીયા બેઠક' પર વડાપ્રધાનની રેલી!
gujarat-assembly-elections-2022-the-influence-of-chhotu-vasa-on-the-jangkiya-seat-bjps-account-has-not-been-opened-here
author img

By

Published : Nov 27, 2022, 6:08 AM IST

Updated : Nov 27, 2022, 4:00 PM IST

ભરુચ : આજે નેત્રંગ ખાતે જનસભાને સંબોધતા વડાપ્રઘાને જણાવ્યું કે, અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ભાગ્યવાન છીએ કે, આજે આટલી મોટી સંખ્યામાં અમારા બધા ઉમેદવારોને વિજયી બનાવવા માટે આપ મેદાનમાં ઉતર્યાં છો. એક અવાજે બધે એક જ વાત સાંભળી સંકલ્પ પત્ર એટલો બધો સ્પષ્ટ છે એટલો બધો સર્વસ્પર્શી છે કે, હવે ભાજપની સીટો પહેલાં કરતા પણ વધી જશે. તમારી વચ્ચે મોટો થયેલો મોદી એ દિલ્લી ગયો એને નક્કી કર્યું, હવે ડોક્ટર થવું હોય તો માતૃભાષામાં ભણી શકાય, એન્જિનિયર થવું હોય તો પણ માતૃભાષમાં ભણી શકાય પોતાની ભાષામાં ભણીને ડોક્ટર પણ બનાય અને એન્જિનિયર પણ બનાય અને એ આપણે શરુ કરી દીધું.

4G એટલે સાયકલ અને 5G એટલે વિમાન વડાપ્રધાન મોદીએ વધુંમાં જણાવ્યું કે, ત્રણ વર્ષ થયા 80 કરોડ લોકોને મફતમાં અનાજ પહોંચાડ્યું છે. તમે છો તો દેશ છે એટલા માટે આ કામ કરીએ છીએ. આ મોદીએ નક્કી કર્યું કે, પહેલાં મારા ગરીબ આદિવાસીઓનું વેક્સિનેશન થાય, આખા દેશમાં એકસાથે અભિયાન ઉપાડ્યું હતું. 2G, 4Gમાંથી બહાર નીકળ્યા અને 5Gમાં પહોંચી ગયા છીએ. 4G એટલે સાયકલ અને 5G એટલે વિમાન છે. નરેન્દ્ર ,ભૂપેન્દ્રની આ સરકાર ખડેપગે તમારી સેવામાં છે. દેશના સર્વોચ્ચ સ્થાન પર આદિવાસી દીકરી બેઠી હોય એટલે મારા આદિવાસીઓના કલ્યાણ માટેના બધા રસ્તા ખુલી જતા હોય છે. તમારા આશીર્વાદ મને નવી તાકાત આપશે.

સિટ પર BTPનો કબજો ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Elections 2022) યોજાઈ રહી છે. ભરૂચ જિલ્લાની ઝગડીયા વિધાનસભા (jhagadia assembly constituency)આદિવાસી અનામત (reserve for sedual tribe) બેઠક છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટીના (bhartiya tribal party)સુપ્રીમો છોટુભાઈ વસાવા (chhotubhai vasava btp) આ સીટ પર 1990થી ધારાસભ્ય છે. ભાજપ આ વખતે આ સીટ પર મહેનત કરતું જોવા મળી રહ્યું છે. આ વખતે પરિવારમાં વિવાદને (family comflict in chhotubhai vasava family) કારણે બીટીપીની સ્થિતિ બગડી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ઝગડીયા પર આ વખતે કોનો ઝંડો થશે બુલંદ તે જોવાનું રહ્યું. જાણો ઝગડિયાનું સરવૈયું.

2017 વિધાનસભા ચૂંટણીનું પરિણામ
2017 વિધાનસભા ચૂંટણીનું પરિણામ

રાજકીય ઇતિહાસ: ઝગડીયા બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે આરક્ષિત રાખવામાં આવી છે. આ વિધાનસભા બેઠક પર ભાજપ હજુ સુધી ખાતુ ખોલાવી શકી નથી. આ બેઠક પર સતત 7 ટર્મથી એટલે કે, 35 વર્ષથી છોટુભાઈ વસાવા જીતતા આવ્યા છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ના ઉમેદવારે ભાજપ ઉમેદવાર રવજીભાઈ વસાવાને હરાવીને જીત મેળવી હતી. તો વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં છોટુભાઈ વસાવા જનતા દળ (JD) પાર્ટીમાંથી ઊભા રહ્યા હતા અને કોંગ્રેસ ઉમેદવાર બાલુભાઈ વસાવાને હરાવ્યા હતા. છોટુ વસાવા ઝઘડિયા બેઠક પરથી 7 વાર ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા છે. વર્ષ 1990માં જનતા દળ તરફથી પહેલી વાર ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને જીત મેળવી હતી. ત્યારબાદ તેઓ સતત આ બેઠક પરથી અત્યાર સુધી ચૂંટણી જીતતા આવ્યા છે. તેમના પુત્ર મહેશ વસાવા પણ નર્મદા જિલ્લાની દેડિયાપાડા બેઠક પરથી ધારાસભ્ય છે.2017ની વિધાનસભાની ચૂંટણીમાં 5 પુરુષ અને 1 મહિલા મળી કુલ 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 2 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થતા 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 1 ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઇ હતી.2017 વિધાનસભા ચૂંટણીમાં છોટુભાઈ વસાવાને 1,13,854 જેટલા વોટ મળ્યા હતા. જયારે ભજપના ઉમેદવારને 64,906 જેટલા મત મેળવ્યા હતા

મતદારોની સંખ્યા: ઝઘડીયા બેઠક પર બેઠક પર 2022ના ચૂંટણી પંચના ડેટા પ્રમાણે પુરુષો મતદારોની સંખ્યા 131341, સ્ત્રી મતદારો 127403, જ્યારે અન્યોની સંખ્યા 7 છે, આમ આ બેઠક પર કુલ મતદાતાઓની સંખ્યા 258751 છે.

મતદારોની સંખ્યા
મતદારોની સંખ્યા

ઝઘડીયા વિધાનસભા બેઠકની ખાસિયત: ઝઘડીયા ભરૂચ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. આ તાલુકાની મોટાભાગની વસ્તી આદિવાસીઓની છે. ઝઘડીયામાં ગાયત્રી મંદિર, જૈન દેરાસર, ગુમાનદેવ હનુમાનદાદાનું મંદિર, સેવા રૂરલ હોસ્પિટલ, સ્વામી વિવેકાનંદ ગ્રામીણ તકનીકી કેન્દ્ર, જીઆઇડીસી. સહિત અનેક મહત્વનાં સ્થળો આવેલા છે. અહીંથી નજીક આવેલા ઝાઝપોર ગામની બાજુમાં આવેલ કડિયા ડુંગર પર પ્રાચીન કાળની ગુફાઓ આવેલી છે, તેમજ આ ડુંગરની તળેટીમાં ઉદાસીન અખાડા દ્વારા એક આશ્રમ પણ બનાવવામાં આવેલ છે.અંતરિયાળ વિસ્તારમાં પ્રાકૃતિક સુંદરતાને કારણે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે

ઝઘડીયા વિધાનસભા બેઠકની ખાસિયત
ઝઘડીયા વિધાનસભા બેઠકની ખાસિયત

ઝઘડીયા બેઠકની સમસ્યાઓ: ઝગડીયા વિધાનસભા બેઠક આદિવાસી સમાજ માટેની અનામત બેઠક છે. અંતરિયાળ વિસ્તાર ધરાવતી આ વિધાનસભા બેઠક પર લોકો માળખાગત સુવિધાના અભાવ હેઠળ જીવવા માટે મજબુર થયા છે. આ સિવાય જંગલ વિભાગ અને લોકો વચ્ચે વારંવાર ઘર્ષણ થતું હોય તેમ પણ મળી રહ્યું છે. ફોરેસ્ટ રાઈટ એક્ટ અંતર્ગત જે જમીનો આદિવાસી સમાજના લોકોને મળવી જોઈએ તે હજુ મળી નથી. તેથી આદિવાસી સમાજના લોકોને રોજગારી માટે સ્થળાંતર કરવું પડે છે. અંતરિયાળ વિસ્તારમાં સિંચાઈ માટેની વ્યવસ્થા ન હોવાથી લોકો ખેતી નથી કરી શકતા. પીવાના પાણીની પણ સમસ્યા વધુ છે.રોજગારીની અપૂરતી વ્યવસ્થાને કારણે યુવાનો ગામડાઓ છોડીને પલાયન કરવું પડે છે. શિક્ષણનું માળખું અને બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવને કારણે શિક્ષણની હાલત ઓન ખસતા છે.

ઝગડીયા બેઠકની સમસ્યાઓ

Last Updated : Nov 27, 2022, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.