ETV Bharat / assembly-elections

AAPના લીધે કોંગ્રેસે ગુમાવી ખંભાળિયા બેઠક, ભાજપે માર્યો દાવ - ઈસુદાન ગઢવીની હાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો(Gujarat Assembly Election Result 2022) આવી ચૂક્યા છે. ભાજપે 156 બેઠકો પર ઐતિહાસિક જીત નોંધાવી છે. ખંભાળિયા બેઠક(khambhalia Assembly seat) પર ભાજપ અને કોંગ્રેસની લડાઈમાં ભાજપે મેદાન માર્યું હતું. ભાજપના ઉમેદવાર મુળુ બેરાએ 77305 મતથી જીત મેળવી હતી. જ્યારે ઈસુદાન ગઢવીએ(isudan gadhavi lose) 58467 મત મેળવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમે 44526 મત મેળવ્યા હતા. ત્રિ-પાંખિયો જંગ સર્જાતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મતોની વહેચણી જતાં ભાજપ બાજી મારી ગઈ હતી.

ત્રિ-પાંખિયા જંગમાં ફાવ્યું ભાજપ:
ત્રિ-પાંખિયા જંગમાં ફાવ્યું ભાજપ:
author img

By

Published : Dec 9, 2022, 10:52 AM IST

ખંભાળિયા: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો(Gujarat Assembly Election Result 2022) આવી ચૂક્યા છે. ભાજપે 156 બેઠકો પર(bjp win 156 seat) ઐતિહાસિક જીત સાથે માધવસિંહ સોલંકીના રેકોર્ડને તોડી દીધો છે. કોંગ્રેસ 17 તો આપ 5 પર અટકી ગઈ હતી. ગુજરાતના રાજકારણમાં પહેલી વાર આમ આદમી પાર્ટીએ(aam aadmi party win 5 seat) નવો દાવ ખેલ્યો હતો. જો કે આ દાવ ઝાઝો ફાવ્યો નહિ પરંતુ ગુજરાતમાં પોતાનું ખાતું ખોલાવવામાં સફળ રહી હતી.

ભાજપના ઉમેદવાર મુળુ બેરાએ 77305 મતથી જીત મેળવી

ત્રિ-પાંખિયા જંગમાં ફાવ્યું ભાજપ: અરવિંદ કેજરીવાલે સીએમ પદના ઉમેદવાર તરીકે ઈસુદાન ગઢવીને જાહેર કર્યા હતા. ઈસુદાન ગઢવીએ ખંભાળિયાથી(khambhalia Assembly seat) ચૂંટણી લડી હતી. ખંભાળિયા બેઠક પર ત્રિ-પાંખિયો જંગ સર્જાયો હતો. આ બેઠક પર ભાજપે મુળુ બેરા, કોંગ્રેસે વિક્રમ માડમને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. શરૂઆતમાં આ બેઠક પર ભારે રસાકસી સર્જાઈ હતી. ઈસુદાન ગઢવી આગળ ચાલી રહ્યા હતા જો કે ત્યારબાદ ભાજપે લીડ મેળવી હતી. આ બેઠક પર ભાજપના ઉમેદવાર મુળુ બેરાએ 77305 મતથી જીત મેળવી હતી. જ્યારે ઈસુદાન ગઢવીએ 58467 મત મેળવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમે 44526 મત મેળવ્યા હતા. જો આ મત એકઠા થઈને કોઈ એક પાર્ટીના હિસ્સામાં જાત તો એ પાર્ટીની જીતની સંભાવના વધુ હતી. ત્રિ-પાંખિયો જંગ સર્જાતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે મતોની વહેચણી જતાં ભાજપ બાજી મારી ગઈ હતી.

કોંગ્રેસ અને આપને નુકસાન: ખંભાળિયા બેઠક પરની સ્થિતિ જોતા અંદાજ આવે છે કે ભાજપ બાદ બીજા નંબરે આમ આદમી પાર્ટીએ સૌથી વધુ મત મેળવ્યા છે. અને ત્રીજા નંબરે કોંગ્રેસ છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમ 2017ની ચૂંટણીમાં ધારાસભ્ય પદે ચૂંટાયા હતા અને 2022ની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. વિક્રમ માડમ આહીર સમાજના અને સીટિંગ ધારાસભ્ય છે. આ સીટ પર ભાજપના દિગ્ગજ કારું ચાવડાને 10,000 કરતા પણ વધુ મતથી મ્હાત આપીને જીત મેળવી હતી. ત્યારે આપની એન્ટ્રીથી કોંગ્રેસને પોતાની બેઠક ગુમાવવી પડી છે. જો કે આ વખતે આમ આદમી પાર્ટીએ સીએમ ઉમેદવાર ઈસુદાનને ઉભા રાખતાાં કોંગ્રેસ અને આપ બન્ને પાર્ટીને નુકસાન થયું હતું. અને બેની લડાઈમાં ત્રીજો ફાવ્યો જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો આ બેઠક પર આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ન હોત તો સીધી રીતે આ ટક્કર ભાજપ અને કોંગ્રેસ સર્જાત. અને આ બેઠક કોંગ્રેસના ખાતામાં જાય તેવી સંભાવના હતી. પરંતુ આ વખતે અલગ સમીકરણો સર્જાયા હતા.

જાતિગત સમીકરણો: 2017માં વિક્રમ માડમને 79779 મત અને ભાજપના કારુ ચાવડા ને 68891 મત મળ્યા હતા કૉંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષમાંથી આહીર સમાજના ઉમેદવાર છે. ત્યારે ઇસુદાન ગઢવી (Isudan Gadhvi AAP Candidate For Khambhalia) ચારણ સમાજમાંથી આવે છે, જેના 14,000 જેટલા જ મતો છે, પરંતુ તેમના દ્વારા ખેડૂત, વિદ્યાર્થી, યુવા, આઉસોર્સિંગ કર્મચારીઓ, આંગણવાડી, મઘ્યાહન ભોજન કર્મીઓ વિગેરે બાબતે અને લોઅર મિડલ ક્લાસ પરિવાર મોંઘવારીના મુદ્દા જેવી બાબતે મતદારો આપ તરફ સ્વિપ થતાં આ બેઠક પર ખૂબ જ ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે.

કુલ મતદારો: ખંભાળિયા બેઠક (Khambhalia Assembly Constituency) પર કુલ 2,98,237 મતદારો છે. અહીં આહીર સમાજના 54157 મત સાથે પ્રભુત્વ છે. આ બેઠક પર બીજા લઘુમતી સમાજ 46119 મત સાથ ખૂબ જ નિર્ણાયક છે. તો સતવારા સમાજ પણ 32978 મત ખુબ જ મહત્વ ધરાવે છે. અહીં આહીર મતદારો સૌથી વધુ છે અને એ જ કારણ છે કે, વર્ષ 1970થી લઈને અત્યાર સુધી અહીં ફકત એક જ વાર 2007 સતવારા સમાજના ઉમેદવાર જીત્યા હતા. તે સિવાય તમામ ચૂંટણીમાં કૉંગ્રેસ હોય કે ભાજપ આહીર સમાજ સિવાય અન્ય કોઈ સમાજના ઉમેદવારને જીત નથી મળી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.