ETV Bharat / assembly-elections

ચૂંટણી 2022: રાજ્યની કુલ 18 બેઠકો પર પાટીદાર vs પાટીદાર - PM Modi Gujarat Election Campaign

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ થઈ ચૂક્યા છે. પ્રથમ તબક્કાના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સામાન્ય રીતે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે જાતિ-જ્ઞાતિના સમીકરણ પર વિશેષ (Gujarat Legislative Assembly election 2022) ધ્યાન અપાતું હોય છે. અત્યાર સુધીની તમામ ચૂંટણીઓમાં પહેલી વખત તમામ પાર્ટીઓ જ્ઞાતિવાદના બદલે પોતાના પંથક કે ગામના વિકાસના મુદ્દાઓને લઈને આગળ આવી રહી છે. પણ સૌથી વધારે ચર્ચા જે થાય છે એ પાટીદાર પાવરની છે. અનામત આંદોલન બાદ એકાએક પટમાં આવેલા પાટીદારનો મિજાજ સૌથી વધારે ચૂંટણી સમયે સપાટી પર આવે છે. હકીકત એ પણ સ્વીકારવી પડે કે, કોઈ પણ રાજકીય પક્ષ પાટીદારોને પ્રથમ હરોળમાં બેસાડીને ચૂંટણી લડવા માગે છે. જોઈએ એક વિશેષ અહેવાલ

ચૂંટણી 2022: રાજ્યની કુલ 18 બેઠકો પર પાટીદાર vs પાટીદાર

author img

By

Published : Nov 22, 2022, 7:39 AM IST

Updated : Nov 22, 2022, 12:30 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં વિધાસભાની ચૂંટણી (Gujarat Legislative Assembly election 2022) માટેનો પ્રચાર ચરમસીમાએ છે. તમામ રાજકીય પક્ષન મોટા નેતાઓ ગુજરાતમાં દોડાદોડી કરી રહ્યા છે એવા સમયે હવે ગણિત એ પણ મહત્ત્વનું છે કે, ગુજરાત રાજ્યમાં પાવરફુલ ગણાતા પાટીદાર (Gujarat BJP) આ વખતે સામસામે છે. પક્ષ જુદા જુદા છે. એક સમયે રાજકીય મેદાનમાં આ તમામ પાટીદારને સૌથી મજબુત ખેલાડી તરીકે જોવામાં આવતા હતા. પણ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠક (Gujarat congress) પર સ્થિતિને થાળે પાડવા માટે ભાજપ હાઈકમાન્ડ જ નહીં તમામ રાજકીય પક્ષોએ મજબુત દાવેદારો અને જાણીતા ચહેરાઓ પર પસંદગી ઊતારી છે. ગુજરાત રાજ્યમાં કુલ 18 બેઠકો (Gujarat Aam Admi party) એવી છે જેમાં પાટીદાર સામે પાટીદારનો જંગ જોવા મળશે.

ચૂંટણી 2022: રાજ્યની કુલ 18 બેઠકો પર પાટીદાર vs પાટીદાર
ચૂંટણી 2022: રાજ્યની કુલ 18 બેઠકો પર પાટીદાર vs પાટીદાર

સૌરાષ્ટ્રનું સમીકરણઃ નોંધ લેવા જેવી વાત એ છે કે, આ વખતે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસે સૌથી વધારે ફોક્સ ગુજરાતમાં સૌરાષ્ટ્ર પ્રાંત પર કર્યું છે. વડાપ્રધાન મોદીએ ખુદ ભાજપના પ્રચાર અભિયાનની શરૂઆત સૌરાષ્ટ્રમાં આવી સોમનાથથી કરી છે. જોકે, આ પાછળની સમીકરણ એવું રહ્યું છે કે, ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીને આ બેઠક પરથી ધોબી પછડાટ મળી હતી. ખાસ કરીને એવા વિસ્તારમાંથી જ્યાં ભાજપ પોતાના ખાસ ઉમેદવારને મોટી તક આપી શકે એમ હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાં વિધાનસભાની કુલ 54 બેઠક છે. જેમાંથી ભાજપે 18, કોંગ્રેસે 16 અને આમ આદમી પાર્ટીએ 19 પાટીદારોને મેદાને ઊતાર્યા છે.

ફ્લેશબેકઃ 14મી વિધાનસભામાં કુલ 182 ધારાસભ્યોમાંથી 44 પાટીદારો હતા. જ્યારે 13મી વિધાનસભામાં 48થી પણ ઓછા હતા. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કુલ 111 ધારાસભ્યોમાંથી 31 પાટીદાર સમુદાયમાંથી આવે છે. ભાજપે પોતાની યાદીમાં જાહેર કરલા કુલ 181 ઉમેદવારમાંથી 44 પટેલ છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં કોઈ પણ પક્ષ માટે લડાઈ કઠિન છે. કારણ કે, ઘણી એવી પણ બેઠકો છે જેમાં બન્ને પાટીદાર ઉમેદવાર મજબુત અને પોતાની એક શાખ ધરાવે છે. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ પાટીદારો પર પસંદગી ઊતારીને ભાજપની મુશ્કેલી વધારવાનો પ્રયાસ કર્યો છે.

પાટીદાર મુખ્યપ્રધાનઃ ગુજરાતના ચૂંટણી ઈતિહાસના પરિણામ પર નજર કરવામાં આવે તો ઘણા એવા પાટીદારને મુખ્યપ્રધાનનું પદ મળ્યું છે. જેમાં આનંદી પટેલની વિશેષ નોંધ લેવી પડે. કારણ કે, ગુજરાતના પહેલા મહિલા મુખ્યપ્રધાન તરીકે રહ્યા છે. જેને સૌથી વધારે શિક્ષણક્ષેત્રે કામ કર્યું. કુલ 17 મુખ્યપ્રધાન અત્યાર સુધી થયા એમાંથી પાંચ પટેલ સમુદાયમાંથી આવે છે. ભાજપના ઉમેદવારની વર્તમાન યાદીમાં 24 લેઉવા અને 20 કડવા પટેલ છે.

કડવા પાટીદારના સૌથી મોટા અને મજબુત સંગઠનો પૈકી એક ઉમિયાધામ અને સિદસરના ટ્રસ્ટી જેરામ વાંસજાળિયા કહે છે કે, ગુજરાતમાં પાટીદાર પાવર એક કોઈ નવી વાત નથી. તેઓ ઉદ્યોગ અને વ્યાપાર ધંધા સાથે જોડાયેલા છે. મોટી સંખ્યામાં રોજગારી આપે છે. પક્ષો પોતાની ટિકિટ માટે અગ્રતા આપી શકે છે. કુલ સીટમાં 30 ટકા પટેલ છે. --જેરામ વાંસજાળિયા

Last Updated : Nov 22, 2022, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.