ETV Bharat / assembly-elections

અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલનું વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન - vallabh patel congres candidate

અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલનું (mumtaj patel daughter of late inc leader ahmed patel) વિધાનસભા ચૂંટણીને (gujarat assembly election 2022) લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. મતદાન કરવા પહોંચેલા મુમતાજ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં પરિવર્તનની જરૂર છે અને પરિવર્તનનો માહોલ પણ દેખાઈ રહ્યો છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી

અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલનું વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન
gujarat-assembly-election-fisrt-phase-voting-ahmed-patel-daughter-mumtaj-patel-voting-big-statement
author img

By

Published : Dec 1, 2022, 11:22 AM IST

Updated : Dec 1, 2022, 11:47 AM IST

અંકલેશ્વર: ગુજરાત વિધાનસભા ચૂંટણી (gujarat assembly election 2022)અંતર્ગત પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ(first phase of voting gujarat assembly election 2022) રહ્યું છે. ગુજરાતમાં અનેક દિગ્ગજ નેતાઓ મતદાન કરવા પહોંચ્યા હતા ત્યારે કોંગ્રેસના ભૂતપૂર્વ દિગ્ગજ નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાજ પટેલ (mumtaj patel daughter of late inc leader ahmed patel)અંકલેશ્વર ખાતે મતદાન કરવા પહોંચી હતી. કલેશ્વર બેઠક પર ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ(ishwar patel bjp candidate), કોંગ્રેસના ઉમેદવાર વલ્લભપટેલ (vallabh patel congres candidate)અને આપના ઉમેદવાર અંકુર પટેલ(ankur patel aam aadmi party candidate) છે.

gujarat-assembly-election-fisrt-phase-voting-ahmed-patel-daughter-mumtaj-patel-voting-big-statement

ગુજરાતમાં થશે પરિવર્તન: મુમતાજ પટેલે મતદાન કર્તાની સાથે ગુજરાતમાં પરિવર્તન થશે તેવી આશા વ્યક્ત કરી હતી. સાથે સાથે ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં મોંઘવારી ખુબ વધી છે. લોકો ખુબ પરેશાન છે અને પરિવર્તન ઈચ્છે છે. હાલ ગુજરાતમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે પરિવર્તન થવું જ જોઈએ. લોકતંત્રમાં પરિવર્તન ખુબ જરૂરી છે. ગુજરાતમાં હાલ ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. અંકલેશ્વર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારની જીત થશે તેવી આશા તેમને વ્યક્ત કરી હતી. તેમને વધુમાં જણાવ્યું કે અંકલેશ્વર ભાજપનો ગઢ રહ્યો છે ત્યારે આ બેઠક અઘરી તો છે છતાં કોંગ્રેસનો વિજય થશે. કોંગ્રેસના હજુ કોર વોટબેન્ક હયાત છે.

સક્રિય રાજકારણમાં ક્યારે?: મતદાન મથકે મતદાન કરવા પહોંચેલા મુમતાજ પટેલે જણાવ્યું હતું કે તેઓ પણ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે અને ત્યારબાદ તેઓ પણ સક્રિય રાજકારણમાં જરૂર આવશે. જો કે આ મામલે સવાલ પૂછતાં તેઓએ 1 વર્ષ બાદ કોઈ નિર્ણય લેશે તેમ જણાવ્યું હતું. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિષે પૂછતાં તેમને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોતાની કલ્ટ ફોલોવર છે પરંતુ ચૂંટણી સ્થાનિક મુદ્દાઓ પર જ લડાવી જોઈએ. સાથેસાથે તેઓ રાહુલ ગાંધીના વખાણ કરતા જણાવ્યું કે ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસમાં મોટા ફેરફાર થશે. રાહુલ ગાંધી જે રીતે ચાલી રહ્યા છે તે રીતે યાત્રા કરવી ખુબ કઠિન છે. કોંગ્રેસમાં અને દેશમાં પરિવર્તન આવશે.

Last Updated : Dec 1, 2022, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.