ETV Bharat / assembly-elections

સુરતમાં પાટીદારોના પ્રભુત્વ વાળી પાંચ વિધાનસભા બેઠકમાં મતદાન 4.65 ટકા ઓછું! - વિધાનસભા બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી (gujarat assembly election 2022) અંતર્ગત પ્રથમ તબક્કાનું મતદાન (first phase poling)ગુરુવારે યોજાયું હતું. જો કે મતદાન ઓછું થતા દરેક પાર્ટીઓમાં હાલ મૂંઝવણમાં જોવા મળે છે.સુરતમાં પાટીદારોના પ્રભુત્વ વાળી પાંચ વિધાનસભા બેઠકમાં મતદાન 4.65 ટકા ઓછું (less voting in patidar dominated seats of surat) થયું હતું.ત્યારે આ વખતે સાયલન્ટ વોટર મહત્વની ભૂમિકા ભજવી શકે છે

સુરતમાં પાટીદારોના પ્રભુત્વ વાળી પાંચ વિધાનસભા બેઠકમાં મતદાન 4.65 ટકા ઓછું!
gujarat-assembly-election-first-phase-less-voting-in-five-patidar-dominated-assembly-seats-in-surat
author img

By

Published : Dec 2, 2022, 2:59 PM IST

સુરત: સુરતમાં પાટીદારોના પ્રભુત્વ વાળી પાંચ વિધાનસભા બેઠકમાં મતદાન 4.65 ટકા ઓછું (less voting in patidar dominated seats of surat) થતાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી બંને ચિંતામાં છે. વરાછામાં વર્ષ 2017ની તુલનામાં આ વખતે 6.66 ટકા ઓછું મતદાન થતાં મૂંઝવણની સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે આ પાંચે બેઠકોને પ્રભાવિત કરવા માટે પીએમ મોદી સહિત દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પ્રચાર પ્રસાર (campaign of pm narendra modi and arvind kejriwal in suart) કર્યા હતા. તેમ છતાં પાટીદાર બહુમત ધરાવતી આ બેઠકો પર મતદાન ઓછું થતા રાજકીય નિષ્ણાતો પણ વિચારમાં પડી ગયા છે.ગુજરાત વિધાનસભા ચૂંટણી (gujarat assembly election 2022)અંતર્ગત પ્રથમ તબક્કાનું (first phase poling)મતદાન ગુરુવારે યોજાયું હતું.

સુરતમાં પાટીદારોના પ્રભુત્વ વાળી પાંચ વિધાનસભા બેઠકમાં મતદાન 4.65 ટકા ઓછું!
સુરતમાં પાટીદારોના પ્રભુત્વ વાળી પાંચ વિધાનસભા બેઠકમાં મતદાન 4.65 ટકા ઓછું!

મતદાન ઓછું થતા રાજકીય નિષ્ણાતો પણ વિચારમાં: ઉલ્લેખનીય છે કે આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યા વધી છે પરંતુ મતદાન બાદ જાણવા મળ્યું છે કે મતદાનની ટકાવારી ઓછી થઈ છે.. 2017 ની ચૂંટણીમાં સુરતની પાંચ પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠક (કામરેજ, કરંજ, કતારગામ, સુરત ઉત્તર, વરાછા) માં કુલ 62.59 ટકા મતદાન થયું હતું અને આ વર્ષ 2022 ની ચૂંટણીમાં 4.5 ટકા ઘટીને માત્ર 57.94 ટકા મતદાન થયું છે. આમ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો નેતાઓએ એડી ચોટીનું જોર લગાવ્યું છતાં વધુ મતદાન કરાવી શક્યા નથી.

ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રના લોકો લાખોની સંખ્યામાં: વિધાનસભા ચૂંટણીમાં આ વખતે લોકોની નજર સુરતની બાર વિધાનસભા બેઠક પૈકી પાંચ પાટીદારના બહુમત વિસ્તાર ધરાવતી બેઠકો ઉપર છે. આ વખતે આમ આદમી પાર્ટી એ પણ આ બેઠકો પર જોર લગાવ્યું હતું. આ બેઠકો પર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો લાખોની સંખ્યામાં રહે છે ગુજરાતમાં ભાજપની જીતમાં સુરતની બેઠકો મહત્વનું સ્થાન પણ ધરાવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સ્ટાર પ્રચારકોની ફોજ ઉતરાઈ હતી બીજી બાજુ આમ આદમી પાર્ટીના કેજરીવાલ પંજાબના મુખ્ય પ્રધાન પણ સભાને રોડ શો કર્યો હતો તેમ છતાં વિસ્તારમાં મતદાતાઓ મતદાન કરવા ઉષાબેન નીકળ્યા નથી.

સાયલન્ટ વોટર મહત્વની ભૂમિકામાં: રાજકીય નિષ્ણાંત હિમાંશુ ભટ્ટ એ જણાવ્યું હતું કે વર્ષ 2012 થી લઈને વર્ષ 2022 સુધી મતદાનના આંકડા ઉપર નજર કરીએ તો સતત ચારથી પાંચ ટકા મતદાન ઓછું થઈ રહ્યું છે. આ વખતે રાજકીય પક્ષોને આશા હતી કે મતદાન વધશે પરંતુ ટકાવારી ઓછી જોવા મળી રહી છે. જેના કારણે દરેક પાર્ટીમાં મૂંઝવણ છે. આ વખતે પાટીદાર બેઠકો પર સાયલન્ટ વોટર મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. આ લોકો જ નક્કી કરી રહ્યા છે કે કયા પાર્ટીનો ઉમેદવાર વિજય થશે. ઓછું મતદાન થવા પાછળનું કારણ યોગ્ય ઉમેદવારના હોવાના કારણે પણ થઈ શકે. બીજી બાજુ કોંગ્રેસે ભાજપ અને આમ આદમીની સરખામણીમાં પ્રચાર કર્યા નથી. આ પાંચે બેઠક પર આપને ભાજપના સ્ટાર પ્રચારકોએ ધામા બોલાવ્યા હતા. તેમ છતાં મતદાન ઓછું થયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.