ન્યુઝ ડેસ્ક: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાઈ રહી છે ત્યારે મહિલા ભાગીદારીની વાત કરવી ખુબ જરૂરી બની જતું હોય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો માટે કુલ 1,621 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને માત્ર 139 મહિલા ઉમેદવારો (Gujarat Assembly Election 2022 woman candidate) મેદાનમાં છે જેમાંથી 56 અપક્ષ તરીકે ચૂંટણી લડી રહી છે. જ્યારે તેમાંથી માત્ર આડત્રીસ જ ત્રણ મુખ્ય રાજકીય પક્ષો AAP, BJP અને કોંગ્રેસના છે.
2022માં મહિલા વિજેતાઃ દર વખતની જેમ આ ચૂંટણીના પરિણામો પણ મહિલાઓ માટે નીરાશાજનક છે. આ વર્ષે સૌથી વધુ 139 મહિલા ઉમેદવારો હોવા છતા માત્ર 14 મહિલાઓ વિજેતા થઈ છે. જેમાં પણ કોંગ્રેસની માત્ર એક મહિલા ઉમેદવાર ગેની ઠાકોર વાવ વિધાનસભાથી જીત્યા છે. ઉપરાંત ભાજપના ગીતાબા જાડેજા - ગોડલ, રીવાબા જાડેજા- જામનગર(ગ્રામ્ય), સેજલ પંડ્યા -ભાવનગર (ઈસ્ટ), દર્શના દેશમુખ -નર્મદા (નાંદોદ), સંગીતા પાટીલ -સુરત , લિંબાયત), નિમીષા બેન સુથાર - મોરવાહડફ, માલતી મહેશ્વરી -ગાધીધામ, રીટા પટેલ -ગાંધીનગર(નોર્થ), પાયલ કુકરાણી- નરોડા, કંચન રાદડીયા- ઠક્કરબાપાનગર, દર્શના વાઘેલા - અસારવા, દર્શીતા શાહ -રાજકોટ, ભાનુબેન બાબરીયા -રાજકોટને જીત મળી છે.
રાજ્યમાં માત્ર એક મહિલા મુખ્યપ્રધાન: 1962થી અત્યાર સુધી રાજ્યમાં માત્ર એક મહિલા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ અને માત્ર એક જ વિધાનસભા અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય (Assembly Speaker Dr. Nimaben acharya) બની શક્યા છે. વિધાનસભામાં મહિલા સભ્યોની સંખ્યા 10 ટકાથી પણ ઓછી રહી છે. અત્યાર સુધી યોજાયેલી 13 ચૂંટણીઓમાં 2307 ધારાસભ્યો ચૂંટાયા હતા, જેમાંથી માત્ર 111 જ મહિલાઓ હતી.
2022માં મહિલા ઉમેદવારો: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં મહિલા ઉમેદવારોની સંખ્યાએ (2022 woman candidate winner) ફરી વિશ્લેશકોની નજર ખેંચી છે. આ વર્ષે 182 સીટ ઉપર કુલ 139 મહિલાઓને વિવિધ પાર્ટી દ્વારા મેદાને ઉતારવામાં આવ્યા છે. જે કે, મહિલા ઉમેદવારોમાં પરિણામોમાં કોઈ વધુ ફેરફાર જોવા મળતો નથી. 1962 થી આજ સુધીના પરિણામ જોવા જઈએ તો 1962માં 23 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, જેમાં 15 મહિલાઓએ બાજી મારી હતી. જો કે 2017માં 126 મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, જેમાં માત્ર 13 મહિલાઓએ બાજી મારી હતી. આમ માત્ર 1985, 2002 અને 2007માં 16 મહિલાઓએ જીત મેળવી હતી. જો કે આ વર્ષે સૌથી વધુ 139 મહિલાઓને વિવિધ પાર્ટીઓએ મેદાને ઉતારી છે, ત્યારે હાલના પરિણામો પણ ઈતિહાસ દહોરાવશે કે કોઈક ચમત્કાર જોવા મળશે?
પ્રથમ મહિલા મુખ્યપ્રધાન: મહારાષ્ટ્રમાંથી અલગ થયા બાદ 1 મે, 1960ના રોજ પ્રથમ વખત ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું. દરમ્યાન ડૉ. જીવરાજ મહેતા પ્રથમ મુખ્યપ્રધાનબન્યા અને કલ્યાણજી મહેતા વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ બન્યા. લગભગ 54 વર્ષ બાદ મે 2014માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ 22 મે 2014ના રોજ ગુજરાતની કમાન આનંદીબેન પટેલના હાથમાં આવી. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ 6 ઓગસ્ટ 2016 સુધી જ ગુજરાતના મુખ્યપ્રધાનની ખુરશી પર રહ્યા અને બાદમાં પાટીદાર અનામત આંદોલનના કારણે તેઓએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
10 ટકાથી ઓછું પ્રતિનિધિત્વ: 27 સપ્ટેમ્બર 2021ના રોજ ડૉ. નીમાબેન આચાર્ય રાજ્ય વિધાનસભાના પહેલાં મહિલા અધ્યક્ષ બન્યા હતા. ડૉ.નીમાબેન કોંગ્રેસ છોડીને 2007 પહેલા ભાજપમાં જોડાયા હતા. ડૉ નીમાબેન રાજ્યના પ્રથમ મહિલા વિધાનસભા અધ્યક્ષ બન્યા. 1962થી 2017 સુધીમાં રાજ્યમાં 13 વખત વિધાનસભાની ચૂંટણીઓ થઈ હતી, જેમાં 2307 ધારાસભ્યો ચૂંટાયા છે, જેમાં પુરુષ ધારાસભ્યોની સંખ્યા 2196 છે, જ્યારે મહિલા ધારાસભ્યોની સંખ્યા માત્ર 111 છે.
લગભગ 50 ટકા મહિલા મતદારો : ચૂંટણી પંચ દ્વારા ઉપલબ્ધ કરાયેલા આંકડા મુજબ, ગુજરાતમાં લગભગ 50 ટકા મતદારો મહિલાઓ છે. જો આપણે 2017ની ચૂંટણી સાથે સરખામણી કરીએ તો, સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) અને વિપક્ષ કોંગ્રેસે આ વખતે વધુ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હોવાથી ચૂંટણી લડતી મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે. ભાજપે 2017માં 12ની સામે 18 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી, જ્યારે કોંગ્રેસે 14 મહિલાઓને ટિકિટ આપી હતી, જોકે ગત વિધાનસભા ચૂંટણીમાં આ આંકડો 10 હતો.
મહિલાઓને 33 ટકા અનામત : ભાજપે (woman candidate winner of bjp congress aap) 2017માં 12ની સામે 2022માં 18 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી, જ્યારે કોંગ્રેસે 14 મહિલાઓને ટિકિટ આપી હતી, જોકે ગત વિધાનસભા ચૂંટણીમાં આ આંકડો 10 હતો. બંને પક્ષોએ આ વખતે દલિત અને આદિવાસી સમુદાયની વધુ સંખ્યામાં મહિલા ઉમેદવારોને પણ સ્થાન આપ્યું હતુ. વડોદરાની સયાજીગંજ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતે જણાવ્યું હતું કે, જ્યારે સંસદમાં મહિલાઓને 33 ટકા અનામત આપતું બિલ પસાર થશે ત્યારે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે, જ્યારે ભાજપના પ્રદેશ મહિલા પાંખના વડા દીપિકાબેન સરવડાએ જણાવ્યું હતું કે તેમની પાર્ટી પહેલાથી જ મુખ્ય પદો આપીને તે કરી રહી છે.
2017માં કુલ 1,828 સ્પર્ધકોમાંથી 126 મહિલા ઉમેદવારો હતા. તે વર્ષે ગુજરાતે 13 મહિલા ઉમેદવારોને વિધાનસભામાં મોકલ્યા હતા. જેમાં ભાજપના નવ અને કોંગ્રેસના ચારનો સમાવેશ થાય છે. EC ડેટા દર્શાવે છે કે 104 જેટલી મહિલા સ્પર્ધકોની તેમની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવી હતી. અન્ય પક્ષોમાં, આમ આદમી પાર્ટી (AAP) જેણે તમામ 182 પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા હતા - જેમાંથી એક ઉમેદવાર રેસમાંથી પાછો ખેંચાયો હતો - તેણે માત્ર છ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે અને તેમાંથી ત્રણ અનુસૂચિત જનજાતિ (ST) - અનામત પર ચૂંટણી લડે છે.