પોરબંદરઃ ચૂંટણી ફરજ પર આવેલા જવાનો (jawans on election duty in Porbandar) વચ્ચે ઘર્ષણ બાદ ફાયરિંગમાં બે જવાનના મોત અને બે જવાન ઈજાગ્રસ્ત થયા છે. પોરબંદર ચૂંટણી બંદોબસમાં આવેલા આઇઆરબી જવાન વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડામાં ઇન્ડિયન રિઝર્વ બટાલિયન જવાનોના ઝઘડામાં ફાયરિંગ થયું હતું, જેના કારણે બે જવાનોના મોત થયા, જ્યારે બે જવાનો ઘાયલ છે. જવાનો મણીપુરની બટાલીયનના છે.
હાલ બંને ઇજાગ્રસ્તોને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને અન્ય જવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. વધુ સારવાર અંગે જામનગર ખસેડવામાં આવ્યા છે, હાલ પોરબંદરના એસ પી રવિ મોહન સૈની ઘટના સ્થળ પર છે. અને મામલો કાબુમાં છે. (gujarat assembly election 2022)