ETV Bharat / assembly-elections

Gujarat Assembly Election 2022: 100 વર્ષના માજીએ કર્યું ઘર બેઠા મતદાન - 100 years old lady Voting

Gujarat Assembly Election 2022: મહુવા વિધાન સભા અંતર્ગત આવતા બારડોલી તાલુકાના માંગરોલીયા ગામના 100 વર્ષીય વૃદ્ધાએ ઘર બેઠા મતદાન કર્યું હતું. અશક્ત અને 80 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને ઘરે જઈને મતદાન કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હોય ચૂંટણી સ્ટાફ મંગળવારે તેમના ઘરે પહોંચ્યો હતો અને બેલેટ પેપરથી મતદાન કરાવ્યું હતું. 100 years old lady Voting

100 years old lady Voting
100 years old lady Voting
author img

By

Published : Nov 22, 2022, 7:26 PM IST

બારડોલી: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) મતદાન કેન્દ્ર સુધી પહોંચવામાં અશક્ત એવા અને 80 વર્ષથી વધુ ઉંમર વાળા વરિષ્ઠ નાગરિકો માટે ચૂંટણીપંચ દ્વારા મતદાન માટે અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચૂંટણી સ્ટાફ આવા નાગરિકોના ઘરે જઈને મતદાન કરાવી રહ્યો છે, ત્યારે સુરત જિલ્લાની મહુવા વિધાનસભા (Surat Bardoli Mahuva Assembly ) અંતર્ગત આવતા બારડોલી તાલુકાનાં માંગરોલિયા ગામના 100 વર્ષના વૃદ્ધાએ ઘર બેઠા મતદાન કરતા પરિવારે ખુશી વ્યક્ત કરી હતી.

100 વર્ષના વૃદ્ધાએ ઘર બેઠા મતદાન કરતા પરિવારે ખુશી વ્યક્ત કરી

ત્રીજી જાન્યુઆરીના રોજ થશે 100 વર્ષના: શતાયુ વાલીબેન કેશવભાઈ પટેલ ત્રીજી જાન્યુઆરીએ સો વર્ષ પૂર્ણ કરનાર છે. તંત્રએ તેમના ઘરે પહોંચી બેલેટ પેપર આપી ચૂંટણી પ્રક્રિયાની સમજ આપી અને મતદાન (100 years old lady Voting ) કરાવ્યું હતું. આ અંગે તેમના પુત્રવધુએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થા ખૂબ જ સરસ છે. આનાથી વૃદ્ધ અને અશક્ત વ્યક્તિને મતદાન કરવાનો મોકો મળશે. તેમણે તમામને 1લી ડિસેમ્બરના રોજ મતદાન કરવા અપીલ કરી હતી.

Gujarat Assembly Election 2022
ત્રીજી જાન્યુઆરીના રોજ થશે 100 વર્ષના

ઘર બેઠા મતદાન : રાજ્યમાં આગામી પહેલી ડિસેમ્બરના રોજ પહેલા તબક્કાનું મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં પહેલી વાર ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા દરેકે-દરેક વ્યક્તિ મતદાન કરી શકે એ હેતુ સાથે કેટલાક અલાયદા આયોજન કરવામાં આવ્યા છે. જે પૈકી જે મતદારો 80 વર્ષથી વધુ ઉંમરના છે અથવા શારીરિક રીતે અશક્ત હોય એવા મતદાઓના ઘરે જઈને પણ તંત્ર મતદાન કરાવવાની તૈયારી કરી રહી છે. જેના ભાગરૂપે મહુવા વિધાનસભામાં સમાવિષ્ટ બારડોલી તાલુકાના માંગરોલીયા ગામે 100 વર્ષીય વૃદ્ધાએ આજે મતદાન કર્યું હતું.

Gujarat Assembly Election 2022
ઘર બેઠા મતદાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.