ન્યૂઝ ડેસ્ક ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 ) ને લઈને હવે રાજકીય પ્રચાર પ્રચંડ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા સોરઠની રાજનીતિને ( Sorath Region Politics ) લઈને ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોય તેવું પાછલા દિવસો દરમિયાન સામે આવ્યું છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોડીનાર ખાતે ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. તો રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે ચૂંટણી સભામાં હાજર રહીને ભાજપ ના પ્રચારની મુખ્ય કમાન તેમના હાથમાં લીધી હતી.. શનિવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોડીનારમાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથમાં અને આજે ગૃહપ્રધાન અમિત શાહે કોડીનાર અને માળિયામાં ચૂંટણી સભાને ( PM Modi Amit Shah Bhupendra Patel ) સંબોધન કર્યું છે. ત્રણ દિવસમાં ભાજપના ત્રણ સર્વોચ્ચ નેતાઓએ સોરઠને પ્રચારનું કેન્દ્ર બનાવ્યું છે. આગામી દિવસોમાં સોરઠનુ રાજકારણ ભાજપ માટે ખૂબ મહત્વનું હોવાનુ રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.
સોરઠના રાજકારણમાં એક નવો દિશાનિર્દેશ આજે ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા કોડીનાર અને માળિયામાં ચૂંટણી સભાનું આયોજન કર્યું છે. ત્રણ દિવસ દરમિયાન વડાપ્રધાન રાજ્યના મુખ્ય પ્રધાનની સાથે કેન્દ્રીય ગૃહપ્રધાનની સોરઠ પંથકમાં ત્રિકોણીય હાજરી સોરઠના રાજકારણમાં ( Sorath Region Politics )એક નવો દિશાનિર્દેશ ઉભો કરી રહી છે. ચૂંટણીના સમયમાં રાજકીય પક્ષો અને નેતાઓ પ્રચાર કરતા હોય છે. પરંતુ ત્રણ દિવસમાં રાજ્યના મુખ્યપ્રધાન વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહપ્રધાન ચૂંટણી સભાઓને સંબોધન કરે તે સોરઠના રાજકારણને વધુ એક વખત મહત્વનું પુરવાર કરી રહ્યા છે. વર્ષ 2017માં સોરઠ પ્રદેશની 14 વિધાનસભા સીટમાંથી એક માત્ર કેશોદ બેઠક પર ભાજપનો વિજય થયો હતો. જેને લઈને મોદી શાહ અને પટેલનો ત્રિકોણ સોરઠ પંથકમાં તાબડતોબ સભાઓ કરી રહ્યા છે.
સોરઠનું રાજકારણ ભાજપ માટે મહત્વનું હોવાનું દિશાનિર્દેશ ભાજપ માટે સોરઠનું રાજકારણ ( Sorath Region Politics )ફરી એક વખત મહત્વનું બનવા જઈ રહ્યું છે જેને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તાબડતોબ સૌરાષ્ટ્રમાં ચૂંટણી સભાઓને ખાસ કરીને સોરઠમાં ચૂંટણી સભાઓ કરીને પોતાનો ખોવાયેલી રાજકીય શાખ ફરી એક વખત ઉભી કરવાના પ્રયાસ રૂપે સતત ચૂંટણી પ્રચારમાં જોવા મળી રહ્યા છે. ધીરુભાઈ પુરોહિત જણાવી રહ્યા છે કે ભાજપ માટે આ વર્ષની ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )માં સોરઠ મહત્વનું કેન્દ્ર બિંદુ છે. ભાજપે સોરઠ પર નજર કેન્દ્રિત કરી છે. જે નવા રાજકીય સમીકરણના ઉદય સમાન માનવામાં આવી છે. સૌરાષ્ટ્રનો કબજો કરવા માટે સોરઠને સર કરવો ખૂબ મહત્વનું છે. ચૂંટણીમાં અહીંથી ભાજપને ખૂબ મોટા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ વર્ષે ચૂંટણીમાં કોઈ પણ પ્રકારનું નુકસાન જાય તે ભાજપને પરવડે તેમ નથી. જેને લઈને ભાજપ વડાપ્રધાનથી લઈને મુખ્યપ્રધાન અને કેન્દ્રીય ગૃહપ્રધાન ( PM Modi Amit Shah Bhupendra Patel ) સતત સોરઠ પંથકમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.