ETV Bharat / assembly-elections

પક્ષ, ચૂંટણી ચિન્હ, રાષ્ટ્રીય નેતૃત્વ અને ચહેરો એક માત્ર ચૂંટણીમાં જીતવાનું માધ્યમ: સંજય કોરડીયા - ભાજપના કાર્યકરોની ફોજ અને ચૂંટણી મેનેજમેન્ટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે, એવામાં ભાજપે જાહેર કરેલા યુવાન ઉદ્યોગપતિ પાટીદાર ઉમેદવાર સંજય કોરડીયાએ જૂનાગઢ વિધાનસભા સીટ જીતવાને લઇને એક આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જેમાં તેમણે રૂબરૂ મુલાકાતમાં ભાજપના કાર્યકરોની ફોજ અને ચૂંટણી મેનેજમેન્ટ જૂનાગઢ વિધાનસભા બેઠક જીત પર વિજય અપાવશે કે શું તેના બાબતે વધુ વાત કરતા

પક્ષ, ચૂંટણી ચિન્હ, રાષ્ટ્રીય નેતૃત્વ અને ચહેરો એક માત્ર ચૂંટણીમાં જીતવાનું માધ્યમ: સંજય કોરડીયા

author img

By

Published : Nov 12, 2022, 7:05 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

જૂનાગઢ જૂનાગઢ વિધાનસભા બેઠક (Junagadh assembly seat) પર ભાજપે જાહેર કરેલા યુવાન ઉદ્યોગપતિ પાટીદાર ઉમેદવાર (Industrialist Patidar candidate) સંજય કોરડીયાએ જૂનાગઢ વિધાનસભા સીટ જીતવાને લઇને પોતાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે ગિરનાર ક્ષેત્રના ધાર્મિક સ્થાનોની મુલાકાત કરીને દેવદર્શન બાદ વિધિવત રીતે સંજય કોરડીયાએ તેમનો ચૂંટણી (Gujarat Assembly Election 2022) પ્રચાર શરૂ કર્યો છે. આજે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં સંજય કોરડીયા ભાજપના કાર્યકરોની ફોજ અને ચૂંટણી મેનેજમેન્ટ (Army of BJP workers and election management) જૂનાગઢ વિધાનસભા બેઠક જીત પર વિજય અપાવશે તેઓ ભરોસો વ્યક્ત કર્યો હતો.

ભાજપે જાહેર કરેલા યુવાન ઉદ્યોગપતિ પાટીદાર ઉમેદવાર સંજય કોરડીયા એ જુનાગઢ વિધાનસભા સીટ જીતવાને લઇને પોતાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો

આવો સાંભળીએ સંજય કોરડીયાને, શું કહે છે ભાજપના કાર્યકરોની ફોજ અને ચૂંટણી મેનેજમેન્ટ જૂનાગઢ વિધાનસભા બેઠક જીત પર વિજય અપાવશે કે નહીં.

  • સવાલ ભાજપે વર્ષો પછી પાટીદાર ઉમેદવાર પર પસંદગીની મહોર મારી છે, આપ આ અંગે શું કહેશો?

જવાબ હું પાટીદાર સમાજમાંથી આવું છું પરંતુ સર્વ સમાજની સાથે જૂનાગઢનો ઉમેદવાર છું. આજે ચૂંટણી પ્રચાર ગિરનારમાં સ્થાપિત દેવતાઓના દર્શન કરીને શરૂઆત કરી છે. ગિરનારને હિમાલયનો પણ દાદા ગુરુ માનવામાં આવે છે, ત્યારે આવા ધાર્મિક રીતે ખૂબ જ પવિત્ર દેવસ્થાનોની દર્શન કરીને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. પાછલા વર્ષોનો જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિકાસનો માર્ગ કેન્દ્ર અને રાજ્ય સરકારની સામાન્ય લોકો માટે વિકાસ યોજનાઓ મળીને વિકાસનો રાષ્ટ્રીય કોરિડોર શરૂ થયો છે. તે જૂનાગઢ બેઠક પરથી ભાજપના ઉમેદવારને વિજય બનાવશે.

  • સવાલ વર્ષ 2017ની સરખામણીએ 2022ની ચૂંટણી અલગ રાજકીય પરિપેક્ષમાં યોજાશે, આ બાબતે શું કહેવા માંગશો?

જવાબ ભાજપનો કોઈપણ ચૂંટણી લડતો ઉમેદવાર વિપક્ષના કોઈપણ ઉમેદવારને નબળો કે નાનો ગણતા નથી. દરેક વિધાનસભા બેઠક પર ભાજપ પાસે પેજ પ્રમુખ થી લઈને બુથ કમિટી અને કાર્યકરોની ખૂબ મોટી ફોજ આજે મહેનત કરી રહી છે. દર વર્ષે ચૂંટણીમાં અલગ પરિબળો કારણભૂત બનતા હોય છે, પરંતુ ભાજપના જાહેર થયેલા ઉમેદવારો વિપક્ષના ઉમેદવારોને નબળો કે નાનો ગણવાની જગ્યા પર પેજ પ્રમુખ અને બુથ કમિટીની સાથે કાર્યકરોની મહેનત કોઈપણ રાજકીય પરિસ્થિતિ અને પરિમાણોની વચ્ચે ચૂંટણીમાં સફળતા મળે તે માટે કામ કરતા હોય છે. તે મુજબ જ આગામી વિધાનસભાની ચૂંટણી પણ જૂનાગઢ સીટ ઉપર અમે લડવાની તૈયારી પૂર્ણ કરી દીધી છે.

  • સવાલ 20 દિવસ જેટલો સમય બાકી છે ખૂબ ઓછો માની શકાય, શું કહેશો?

જવાબ વીસ દિવસનો સમય ઓછો નથી. અમારા માટે આ દિવસો વધારે માનવામાં આવે છે. ભાજપ માટે ઉમેદવાર ગૌણ હોય છે. પક્ષ અને પક્ષનું ચૂંટણી ચિન્હની સાથે રાષ્ટ્રીય નેતૃત્વ અને ચહેરો એક માત્ર ચૂંટણી લડી અને જીતવાનું માધ્યમ હોય છે, ત્યારે મતદાનને આડે 20 દિવસનો સમય ચોક્કસ બાકી છે, પરંતુ આ સમય અમારા માટે ઓછો નહીં પરંતુ વધારે છે. આ દિવસો દરમ્યાન ભાજપનો કાર્યકર ચૂંટણી લક્ષી મહેનત કરીને જૂનાગઢ વિધાનસભા બેઠક પર ફરી એક વખત કમળ ખીલતું થાય તે માટેના પ્રયાસોમાં લાગી ચૂક્યો છે.

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.