ETV Bharat / assembly-elections

ભાજપના બળવાખોર નેતાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા અહીં ચતુષ્કોણીય જંગ - Padra Assembly Seat

Gujarat Assembly Election 2022: ગુજરાતની વિધાનસભામાં ચૂંટણીને લઈને તખ્ત તૈયાર થઈ ગયો છે, ત્યારે ઘણા નેતાઓના નસીબ ચમક્યા છે, તો ઘણાને ટિકિટ નહીં મળતા બળવો કરવાના કિસ્સા પણ સામે આવ્યા છે. આવી એક વિધાનસભા બેઠક છે વડોદરાની પાદરા વિધાનસભા બેઠક, (Gujarat Election Big Fight) કે જ્યા ભાજપના બળવાખોર નેતાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ચતુષ્કોણીય જંગ સર્જાયો છે.

Vadodara Assembly Seat Padra
Vadodara Assembly Seat Padra
author img

By

Published : Nov 23, 2022, 1:31 PM IST

Updated : Nov 23, 2022, 5:50 PM IST

વડોદરા : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માટે વડોદરા જિલ્લાની પાદરા વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો, આ બેઠક પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો જાહેર થઇ ગયાં છે. સાથે ભજપાના બળવાખોર નેતા દિનેશ પટેલએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે અહીં ચતુષ્કોણીય જંગના (Gujarat Election Big Fight) મંડાણ સર્જાઈ રહ્યા છે. આ બેઠક પર ક્ષત્રિય પ્રભુતવાના કારણે ભાજપા, કોંગ્રેસ અને આપ દ્વારા ક્ષત્રિય ઉમેદવાર મુકવામાં આવ્યા છે.

Vadodara Assembly Seat Padra
પાદરા વિધાનસભા બેઠક
આમ આદમી પાર્ટીના ઉમેદવાર:
પાદરા વિધાનસભા બેઠક (Gujarat Election Big Fight) પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંદીપસિંહ રાજ આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ આપવામાં આવી છે. તેઓ વર્ષ 2018થી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ છે, તેઓ વ્યવસાયે પોતાનો બિઝનેસ કરે છે. તેઓ આમ આદમી પાર્ટીમાં વડોદરા જિલ્લા ઉપપ્રમુખ તરીકેની કામગીરી સંભાળી છે, તેઓ દ્વારા સતત આમ આદમી પાર્ટીના પ્રખર કાર્યકર તરીકેની ભૂમિકાને લઇ આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ ફાળવવામાં આવી છે.
Vadodara Assembly Seat Padra
પાદરા વિધાનસભા બેઠક મતદારોની સંખ્યા

કોંગ્રેસના ઉમેદવાર: પાદરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે 2017ની ચૂંટણીમાં વિજય મેળવેલ જશપાલસિંહ ઠાકોર (પઢીયાર) ને આ બેઠક પર ટિકિટ આપવામાં આવી છે. જશપાલસિંહ પઢીયાર હાલમાં રાજ્ય સરકાર માં ધારાસભ્ય છે અને તેઓની સામે કોઈ સક્ષમ ઉમેદવાર ન હોવાના કારણે કોંગ્રેસ પાર્ટી દ્વારા ફરી તેમને રીપીટ કરવામાં આવ્યા છે. તેઓ દ્વારા ફરી એકવાર પાદરા બેઠક પરથી કોંગ્રેસના એક દિગ્ગજ નેતા તરીકેની ભૂમિકા અને જીતના વિશ્વાસ સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા ટિકિટ ફાળવવામાં આવી છે.

Vadodara Assembly Seat Padra
પાદરા વિધાનસભા બેઠક 2017નું પરિણામ

ભાજપાના ઉમેદવાર: પાદરા બેઠક પર ભાજપાના ચૈતન્યસિંહ ઝાલાને ઉમેદવારીની કમાન આપવામાં આવી છે. તેઓ ભાજપાના એક પ્રખર કાર્યકર અને વફાદાર ઉમેદવાર છે. તેઓ વર્ષ 2000થી ભાજપા સાથે જોડાયેલ છે તેઓ પાદરા નગર યુવા મોરચા પ્રમુખ, કોર્પોરેટર, જિલ્લા યુવા મોરચા ઉપ્રમુખ, મહામંત્રી સાથે ત્રણ ટર્મથી પાદરા નગર સેવા સદનમાં કોર્પોરેટર તરીકેની મહત્વની ભૂમિકા ભજવી છે સાથે તેઓના ભાઈ પણ પાદરા નગર સેવા સદનમાં પ્રમુખ તરીકેનો પદભાર સંભાળી રહ્યા છે. આ બેઠક પર ભાજપા દ્વારા આ બેઠક પર ક્ષત્રિય ઉમેદવારને જોતા તેઓને ટિકિટ આપવામાં આવી છે.

Vadodara Assembly Seat Padra
પાદરા વિધાનસભા બેઠકની વાત

મતદારોની સંખ્યા: વડોદરા શહેરની પાદરા વિધાનસભા જનરલ બેઠક પર કુલ 2,37,788 મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,22,094 છે. તો સ્ત્રી મતદારોની સંખ્યા 1,15,692 નોંધાયા છે. આ બેઠક પર જ્ઞાતિ સમીકરણ ની વાત કરવાના આવે તો ક્ષત્રિત ઉમેદવારોની સંખ્યા સૌથી વધુ છે. ત્યારબાદ પાટીદાર, એસસી ,એસટી,અન્ય જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Vadodara Assembly Seat Padra
પાદરા વિધાનસભા બેઠકની વાત

2017નું પરિણામ: 2017માં આ બેઠક પર ભાજપ પક્ષ તરફથી દિનેશ પટેલને (દિનુમામા)ને ટિકિટ આપવામાં આવી હતી અને કોંગ્રેસ પક્ષમાંથી જશપાલસિંહ પઢીયારને ટિકિટ આપવામાં આવી હતી. જેમાં ભાજપના દિનેશ પટેલને 73,971 મત મળ્યા હતા, તો કોંગ્રેસના જશપાલસિંહ પઢીયારને 92,998 મત મેળવી આ બેઠક પર ભવ્ય જીત મેળવી હતી. આ બેઠક પર ભાજપના ચૈતન્ય સિંહ ઝાલા, કોંગ્રેસમાંથી જશપાલસિંહ પઢીયાર, આમ આદમી પાર્ટીમાંથી સંદીપસિંહ રાજ તેમજ ભાજપમાંથી છેડો ફાડનાર અપક્ષ ઉમેદવાર દિનેશ પટેલ (દિનુમામા) આ બેઠક પર ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આ બેઠકપર પરિણામમાં ચોક્કસથી ચતુષ્કોણીય જંગ ને લઈ પરિણામમાં નવા જુનીના એંધાણ જોવા મળશે.

વડોદરા : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માટે વડોદરા જિલ્લાની પાદરા વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો, આ બેઠક પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો જાહેર થઇ ગયાં છે. સાથે ભજપાના બળવાખોર નેતા દિનેશ પટેલએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે અહીં ચતુષ્કોણીય જંગના (Gujarat Election Big Fight) મંડાણ સર્જાઈ રહ્યા છે. આ બેઠક પર ક્ષત્રિય પ્રભુતવાના કારણે ભાજપા, કોંગ્રેસ અને આપ દ્વારા ક્ષત્રિય ઉમેદવાર મુકવામાં આવ્યા છે.

Vadodara Assembly Seat Padra
પાદરા વિધાનસભા બેઠક
આમ આદમી પાર્ટીના ઉમેદવાર: પાદરા વિધાનસભા બેઠક (Gujarat Election Big Fight) પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંદીપસિંહ રાજ આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ આપવામાં આવી છે. તેઓ વર્ષ 2018થી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ છે, તેઓ વ્યવસાયે પોતાનો બિઝનેસ કરે છે. તેઓ આમ આદમી પાર્ટીમાં વડોદરા જિલ્લા ઉપપ્રમુખ તરીકેની કામગીરી સંભાળી છે, તેઓ દ્વારા સતત આમ આદમી પાર્ટીના પ્રખર કાર્યકર તરીકેની ભૂમિકાને લઇ આમ આદમી પાર્ટી દ્વારા ટિકિટ ફાળવવામાં આવી છે.
Vadodara Assembly Seat Padra
પાદરા વિધાનસભા બેઠક મતદારોની સંખ્યા

કોંગ્રેસના ઉમેદવાર: પાદરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે 2017ની ચૂંટણીમાં વિજય મેળવેલ જશપાલસિંહ ઠાકોર (પઢીયાર) ને આ બેઠક પર ટિકિટ આપવામાં આવી છે. જશપાલસિંહ પઢીયાર હાલમાં રાજ્ય સરકાર માં ધારાસભ્ય છે અને તેઓની સામે કોઈ સક્ષમ ઉમેદવાર ન હોવાના કારણે કોંગ્રેસ પાર્ટી દ્વારા ફરી તેમને રીપીટ કરવામાં આવ્યા છે. તેઓ દ્વારા ફરી એકવાર પાદરા બેઠક પરથી કોંગ્રેસના એક દિગ્ગજ નેતા તરીકેની ભૂમિકા અને જીતના વિશ્વાસ સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા ટિકિટ ફાળવવામાં આવી છે.

Vadodara Assembly Seat Padra
પાદરા વિધાનસભા બેઠક 2017નું પરિણામ

ભાજપાના ઉમેદવાર: પાદરા બેઠક પર ભાજપાના ચૈતન્યસિંહ ઝાલાને ઉમેદવારીની કમાન આપવામાં આવી છે. તેઓ ભાજપાના એક પ્રખર કાર્યકર અને વફાદાર ઉમેદવાર છે. તેઓ વર્ષ 2000થી ભાજપા સાથે જોડાયેલ છે તેઓ પાદરા નગર યુવા મોરચા પ્રમુખ, કોર્પોરેટર, જિલ્લા યુવા મોરચા ઉપ્રમુખ, મહામંત્રી સાથે ત્રણ ટર્મથી પાદરા નગર સેવા સદનમાં કોર્પોરેટર તરીકેની મહત્વની ભૂમિકા ભજવી છે સાથે તેઓના ભાઈ પણ પાદરા નગર સેવા સદનમાં પ્રમુખ તરીકેનો પદભાર સંભાળી રહ્યા છે. આ બેઠક પર ભાજપા દ્વારા આ બેઠક પર ક્ષત્રિય ઉમેદવારને જોતા તેઓને ટિકિટ આપવામાં આવી છે.

Vadodara Assembly Seat Padra
પાદરા વિધાનસભા બેઠકની વાત

મતદારોની સંખ્યા: વડોદરા શહેરની પાદરા વિધાનસભા જનરલ બેઠક પર કુલ 2,37,788 મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 1,22,094 છે. તો સ્ત્રી મતદારોની સંખ્યા 1,15,692 નોંધાયા છે. આ બેઠક પર જ્ઞાતિ સમીકરણ ની વાત કરવાના આવે તો ક્ષત્રિત ઉમેદવારોની સંખ્યા સૌથી વધુ છે. ત્યારબાદ પાટીદાર, એસસી ,એસટી,અન્ય જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Vadodara Assembly Seat Padra
પાદરા વિધાનસભા બેઠકની વાત

2017નું પરિણામ: 2017માં આ બેઠક પર ભાજપ પક્ષ તરફથી દિનેશ પટેલને (દિનુમામા)ને ટિકિટ આપવામાં આવી હતી અને કોંગ્રેસ પક્ષમાંથી જશપાલસિંહ પઢીયારને ટિકિટ આપવામાં આવી હતી. જેમાં ભાજપના દિનેશ પટેલને 73,971 મત મળ્યા હતા, તો કોંગ્રેસના જશપાલસિંહ પઢીયારને 92,998 મત મેળવી આ બેઠક પર ભવ્ય જીત મેળવી હતી. આ બેઠક પર ભાજપના ચૈતન્ય સિંહ ઝાલા, કોંગ્રેસમાંથી જશપાલસિંહ પઢીયાર, આમ આદમી પાર્ટીમાંથી સંદીપસિંહ રાજ તેમજ ભાજપમાંથી છેડો ફાડનાર અપક્ષ ઉમેદવાર દિનેશ પટેલ (દિનુમામા) આ બેઠક પર ઉમેદવારી નોંધાવી છે. ત્યારે આ બેઠકપર પરિણામમાં ચોક્કસથી ચતુષ્કોણીય જંગ ને લઈ પરિણામમાં નવા જુનીના એંધાણ જોવા મળશે.

Last Updated : Nov 23, 2022, 5:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.