વલસાડ: કપરાડામા ભાજપ માટે (kaprada bjp candidate) અને જીતું ચોધરી માટે પોતાની શાખ બચાવવા માટેનો જંગ સાબિત થઈ રહ્યો છે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022. (Gujarat Assembly Election 2022) 181 કપરાડા વિધાન સભા બેઠક ઉપર ભાજપ દ્વારા અને પાણી પુરવઠા પ્રધાન જીતુભાઈ ચોધરી માટે પોતાની તાકાત દર્શાવવા અને શાખ બચાવવા માટેનો નિર્ણાયક જંગ સાબિત થશે. અગાઉ 2017માં તેઓ કોંગ્રેસ પક્ષમાંથી ચુંટણી લડ્યા હતા. તે સમયે તેમને 93000 મતો મળ્યા હતા. જેમની સામે ભાજપમાંથી ઉભેલા માધુ રાઉતને તે સમયે 92830 મતો મળ્યા હતા. અને માત્ર 170 મતોથી વિજેતા થયા હતા. Valsad kaprada Assembly Election
આમ આદમીના ઉમેદવાર: આમ આદમી પાર્ટીના (kaprada aap candidate) કપરાડાના હાલ ના જાહેર કરવામાં આવેલા ઉમેદવાર ૨૦૧૭માં પણ વિધાન સભાની ચુંટણીમાં માનવ અધિકાર નેશનલ પાર્ટી તરફ થી ઉમેદવારી કરી હતી અને તે સમયે ૨૦૧૭માં તેમને ૨૪૩૦ મતો મળ્યા હતા જયારે આ વખતે તે આમ આદમી પાર્ટીમાં ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે જે સોમવારના રોજ પોતાની ઉમેદવારી નોંધાવશે ધરમપુર ખાતે આમ આદમી પાર્ટીની યોજાયેલી અરવિંદ કેજરીવાલ ની સભાનો પણ તેને ફાયદો મળશે
કોંગ્રેસના ઉમેદવાર: કપરાડા કોંગ્રેસ (kaprada congress candidate) દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર વસંત પટેલ માજી ધારાસભ્ય બરજુલ પટેલના પુત્ર છે અને બરજુલ પટેલના જુના સમર્થકો તેમને ૨૦૨૨ ની ચુંટણીમાં સહયોગ કરશે તેમણે પણ કપરાડા વિધાન સભા બેઠક ઉપર થી પોતાની ઉમેદવારી પત્ર ભર્યું છે અને જીત નો દાવો કર્યો છે જીતુભાઈ ચોધરી ના કોંગ્રેસ છોડ્યા બાદ કોંગ્રેસમાં એવા કોઈ સક્ષમ નેતા નથી જેઓ ચુંટણી લડી શકે ત્યારે વસંત પટેલ માટે પણ ચુંટણીમાં વિજય થવા માટે કપરાડામાં કપરા ચઢાણ છે.
બીએસપીના ઉમેદવાર: બહુજન સમાજવવાદી પાર્ટી (kaprada bsp candidate) તરફ થી વૈચનભાઈ પટેલ દ્વારા કપરાડા વિધાન સભા બેઠક ઉપર થી ઉમેદવારી નોધાવવામાં આવી છે જેને પગલે હવે કપરાડામાં ચાર ઉમેદવારો નોધાયા છે જેમના વચ્ચે ચુંટણી જંગ યોજાશે
કપરાડામાં મતદારોમાં જાતીગત સમીકરણ: કપરાડા વિધાનસભા બેઠક ઉપર જાતિગત સમીકરણ અને મતદારોની વાત કરીએ તો ધોડિયા પટેલ ૭૨૮૩૭,વારલી ૮૮,૪૭૨,કુંકણા ૫૬૭૮૯,લઘુમતી ૨૨૭૨,આદીમજૂથ ૧૯૮૮૫,ઓબીસી ૭૩૦,એસ સી ૨૩૮૦,બક્ષીપંચ ૧૩૯૩૮ જેટલા મતદારો છે જેમાં ધોડિયા પટેલ અને કુંકણા સમાજના મતો ઉમેદવાર માટે નિર્ણાયક સાબિત થશે
૨૦૨૨માં મતદારો અને મતદાન મથકની સ્થિતિ: આજે કપરાડા વિધાનસભા બેઠક ઉપર ૨૦૨૨ ની ચુંટણી માટે મતદારોની સ્થિતિ અને મતદાન મથકની વાત કરીએ તો કપરાડામાં કુલ ૩૦૬ મતદાન મથકો છે જયારે કુલ મતદારો ૨,૬૬,૪૭૫ છે જેમાં ૧,૩૫,૨૭૫ પુરુષ મતદારો જયારે ૧,૩૧,૧૯૫ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે ૫૪૩૦ જેટલા નવા મતદારો એટલે કે ૧૮ વર્ષ થી ઉપરના ઉમેરાયા છે જયારે ૧૪૫૫ દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે.
આમ કપરાડા વિધાન સભા બેઠક ઉપર ૪ જેટલા ઉમેદવારો એ ચુંટણી મેદાનમાં ઉતર્યા છે ત્યારે હવે આગામી દિવસમાં ઉમેદવારી ફોર્મ ની ચકાસણી બાદ જ સ્પષ્ટ ચિત્ર બહાર આવશે પરંતુ હાલ તો દરેક ઉમેદવારે ચુંટણી જંગ જીતવા માટેના દાવા કર્યા છે.