ETV Bharat / assembly-elections

દુનિયાનું પહેલું CNG ટર્મિનલ ભાવનગરમાં બનવા જઇ રહ્યું છે - PM મોદી - દુનિયાનું પહેલું સીએનજી ટર્મિનલ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (gujarat assembly election 2022) ચૂંટણી પ્રચારને લઈને માહોલ ગરમાઈ ચુક્યો છે. પ્રથમ તબક્કાને લઈને રાજકીય પક્ષ દ્વારા અંતિમ ઘડીની ચૂંટણી પ્રચારની તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે PM મોદીએ(prime minister narendra modi) પાલીતાણા(palitana assembly seat) ખાતે સભાને સંબોધન કર્યું હતું.

પાલિતાણા વિધાનસભા બેઠકની સ્થિતિ
gujarat-assembly-election-2022-pm-modi-railly-in-palitana-know-the-status-of-palitana-assembly-seat
author img

By

Published : Nov 28, 2022, 7:01 AM IST

Updated : Nov 28, 2022, 3:11 PM IST

પાલીતાણા(ભાવનગર): ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (gujarat assembly election 2022) ચૂંટણી પ્રચારને લઈને માહોલ ગરમાઈ ચુક્યો છે. પ્રથમ તબક્કાને લઈને રાજકીય પક્ષ દ્વારા અંતિમ ઘડીની ચૂંટણી પ્રચારની તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે PM મોદીએ(prime minister narendra modi) પાલીતાણા(palitana assembly seat) ખાતે સભાને સંબોધન કર્યું હતું.

પાલીતાણા બેઠકની માગ
પાલીતાણા બેઠકની માગ

સરકારને ખેડૂતોની ચિંતા: PM મોદીએ જણાવ્યું હતું કે પાલીતાણા સૌર ઊર્જા માટેનું એક કેન્દ્ર બની રહ્યું છે. ભાવનગરમાં દુનિયાનું પહેલું સીએનજી ટર્મિનલ બનવા જઇ રહ્યું છે. જેના થકી હજારો યુવાનોને રોજગારી મળશે. ગુજરાતના લોકોને હિજરત કરીને બહાર જવું પડતું હતું, આજે આખો દેશ અહીંયા કમાવા આવે છે. વડાપ્રધાન મોદીએ ખેડૂતોને લઈને જણાવ્યું કે ખેડૂતોને ઓછો બોજ આવે તે માટે અમે કામ કર્યું છે. સરકારને ખાતરની થેલી 2000માં પડે છે અમે ખેડૂતને 270 રૂપિયામાં આપીએ છીએ. દુનિયાભરમાં ખાતર મોંઘુ થયું છે, પણ અમે સસ્તુ આપીએ છીએ. ગુજરાતમાં 13 લાખથી વધુ ખેડૂતો ટપક સિંચાઈથી ખેતી કરીને પાણી બચાવે છે. ખેડૂતોને વીજળી જોઈએ પણ બિલ મોંઘું પડે, હવે આપણે ખેતરે ખેતરે સોલર પ્લાન્ટનું આયોજન કરી રહ્યા છીએ. ભાવનગરમાં અઢી લાખ ખેડૂતોનાં ખિસ્સાંમાં 510 કરોડ રૂપિયા પીએમ કિશાન યોજનાથી મળ્યા છે.

પાલીતાણા બેઠકની ખાસિયત
પાલીતાણા બેઠકની ખાસિયત

કોંગ્રેસ પર પ્રહાર: મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે જેણે ગુજરાતને 40-40 વર્ષ સુધી તરસ્યું રાખ્યું તેના ખભે હાથ મૂકીને એક ભાઈ પદ માટે પદયાત્રા કરે છે. જોં કોગ્રેસને ગુજરાતનો હિસ્સો બનવું હશે તો જાતિવાદ છોડવો પડશે, રંગ બદલવાનું છોડવું પડશે. આ કારણે જ કોંગ્રેસની ગુજરાતમાંથી વિદાય થઈ. વડાપ્રધાન મોદીએ જનતાને દરેક પોલિંગ બુથ પર વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. આવતા 25 વર્ષમાં ગુજરાતને દુનિયાનું સૌથી શ્રેષ્ઠ રાજ્ય બનાવવું છે, જેમાંજનતાના સાથની માંગણી કરી હતી.

2017 વિધાનસભા ચૂંટણીનું પરિણામ
2017 વિધાનસભા ચૂંટણીનું પરિણામ

રાજકીય ઇતિહાસ: ભાવનગર શહેરની 102 વિધાનસભા બેઠક (palitana assembly seat) પર સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોળી સમાજ,પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે. 2012 થી 102 વિધાનસભા બેઠક પર મતદારોનો મિજાજ બદલાતો રહ્યો છે. ભાજપ 2012માં સત્તામાં મતદારોનો ટેકો નહીં મેળવતા દૂર રહ્યું હતુ .જો કે કોળી સમાજના નેતા પ્રવીણભાઈ રાઠોડનો સમાજ પર રહેલા પ્રભુત્વને કારણે કોળી સમાજનું પલડું કોંગ્રેસ તરફ રહ્યું હતું.જ્યારે કોળી સમાજના પણ મતોનું વિભાજન ભાજપને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે. ખેડૂત પુત્ર પ્રવીણભાઈ રાઠોડના પગલે પાલિતાણાની બેઠક પર પ્રભુત્વ કોંગ્રેસ ધરાવે છે. તેમની સામે કોઈ પણ ઉમેદવાર હોઈ તો ટકી શકયો નૉહતો. પરંતુ 2017 માં મતદારોનો મિજાજ બદલાઈ ગયો હતો.

મતદારોની સંખ્યા
મતદારોની સંખ્યા

2012ની ગ્રામ્યની 102 વિધાનસભાની સ્થિતિ અને મતની ટકાવારી પાલીતાણાના વિધાનસભા બેઠક (palitana assembly seat) 102 ઉપર 2012ની સ્થિતિ જાણીએ તો કોંગ્રેસે પ્રવીણભાઈ રાઠોડને ટીકીટ આપી હતી. પ્રવીણભાઈ કોળી સમાજમાંથી આવતા હોવાથી મતદારોનો મિજાજ કોંગ્રેસ પર ઉતર્યો હતો. પ્રવિનભાઈને 2012માં ભાજપના ઉમેદવાર સામે જીત મેળવી હતી. પ્રવિનભાઈએ કુલ 69,396 મત મળ્યા હતા જ્યારે તેમની સામે ભાજપના મહેન્દ્રસિંહને 55,071 મતો મળ્યા હતા. આમ કોંગ્રેસના પ્રવિણભાઈએ 14,325 મતોના માર્જિનથી જીત મેળવી હતી. 2012માં કુલ મતદારો 2,23,007 હતા. જેમાં કુલ મતદાન 71 ટકા થયું હતું.

મતદારોની સંખ્યા
મતદારોની સંખ્યા

ગ્રામ્ય વિધાનસભા 102 ની 2017ની મત અને પરિસ્થિતિ ગુજરાત વિધાનસભામાં 7 બેઠકમાંથી ભાજપ 2017 માં 6 મેળવવામાં સફળ રહી હતી. પાલીતાણા વિધાનસભા (palitana assembly seat) 102માં 2017માં જોઈએ તો ભાજપે કોળી સમાજના ભીખાભાઇ બારૈયા ઉપર પસંદગી ઉતારી હતી. જ્યારે કોંગ્રેસે કોળી, ક્ષત્રિય કે પલેવાલ બ્રાહ્મણ સમાજના આગેવાન અને 2012માં જીત મેળવનાર પ્રવીણભાઈ રાઠોડને ટીકીટ આપી હતી. મતદાન બાદ પરિણામ આવતા કોંગ્રેસના પ્રવીણભાઈને 55,290 મત મળ્યા જ્યારે ભાજપના ભીખાભાઇ બારૈયાને 69,479 મત મળ્યા હતા. કોંગ્રેસની સ્થિતિ 2012 કરતા બગડી હતી. કુલ મતદારો 2,47,040 નોંધાયેલા છે જેમાં પુરુષ 1,30,007 અને સ્ત્રી 1,17,033 નોંધાયેલ મતદારો છે. કોંગ્રેસ પાસેથી ભાજપે આ બેઠક છીનવી લીધી હતી. ભીખાભાઇ બારૈયા ભાજપના 14,189 માર્જિનથી જીત મેળવી હતી. જો કે આ બેઘક પર 60 ટકા મતદાન થયું હતું જે 2012ની સરખામણીમાં 11 ટકા ઓછું હતું જે ભાજપને ફાયદો આપી ગયું હતું.

પાલીતાણા બેઠકમાં વિશેષતા અને રોજગાર વ્યવસાય: ગુજરાત વિધાનસભાની 102 પાલીતાણા બેઠક (palitana assembly seat) ઉપર નજર કરવામાં આવે તો મુખ્ય વ્યવસાયમાં એક માત્ર ખેતી વ્યવસાય તાલુકાનો છે. તાલુકાના લોકોની કમાણી માટે ખેતી છે જ્યારે પાલીતાણાના સ્થાનિક લોકો માટે રોજગારમાં હીરાના કારખાના અને નાના મોટા વ્યવસાય છે. ખેતીમાં તાલુકામાં મજૂરી કામ મળી રહે છે. આ સિવાય જૈનનગરીનું યાત્રાધામ હોવાથી ધાર્મિક ચિઝોની દુકાનો અને ચણીયાચોળી અને ગુલકંદના વ્યાપારીઓને પગલે વ્યવસાય પણ મળી રહ્યો છે. આ બેઠકમાં મુખ્ય ખેતી વ્યવસાય છે જ્યારે પાલીતાણામાં નાના મોટા વ્યવસાય રહ્યા છે. એક વ્યવસાયમાં હાર્મોનિયમ બનાવતા બે વ્યાપારીઓ છે જેને પગલે રાજ્ય અને દેશના લોકો તેની નિમ્ન ખરીદી કરવા આવતા હોય છે.

પાલીતાણા બેઠકમાં આવેલા વિસ્તારો અને ઓળખ વિશે જાણીએ. 102 વિધાનસભામાં પાલીતાણા શહેરમાં (palitana assembly seat) છેવાડે આવેલો જૈન તીર્થ પર્વત શેત્રુંજી પર્વત છે. હજારો જૈન અહીંયા પવિત્ર યાત્રાધામમાં આવે છે. આ સિવાય પાલીતાણામાં હીરાના કારખાનાઓ,ખેતી અને શેત્રુંજી ડેમ ફરવા લાયક સ્થળ રહ્યું છે. પાલીતાણામાં ચણીયાચોળી અનવ ટ્રેડીશનલ ડ્રેસ જેવા ગૃહ ઉદ્યોગ પણ ચાલે છે એ સાથે ગુલાબની ખેતી થતી હોવાથી ગુલાબમાંથી બનતા ગુલકંદ પ્રચલિત છે તેમજ આ સિવાય ગામડાના લોકો માટે ખેતી સૌથી મોટું માધ્યમ છે. ડુંગળી સહિત કપાસના પાકો લેવામાં આવે છે.

સમસ્યાઓ અને શું રહી છે માંગો: પાલીતાણા વિધાનસભા બેઠક પર સૌથી મોટી સમસ્યા રોજગારીની રહેવા પામી છે. વિપક્ષમાં બેઠેલા કોંગ્રેસ વારંવાર વિરોધ કરતું આવ્યું છે. ગ્રામ્યમાં રોજગારીમાં માત્ર ખેતી એક માત્ર માધ્યમ છે. આ વિસ્તારમાં ખેતી મોટો વ્યવસાય છે જેમાં લોકોને ડુંગળીના ભાવના મળે તો ખેડૂત નારાજ થાય છે. આ સાથે ભાજપે 2017 માં શેત્રુંજી ડેમમાં શી પ્લેનની યોજના ભેટ આપી હતી પરંતુ આ યોજના હવે થઈ નથી ત્યારે આ વર્ષે ભાજપને તકલીફમાં મૂકી શકે છે. મનસુખ માંડવીયા કેન્દ્રીય કેબિનેટ મંત્રી પણ હાલમાં પાલીતાણા બેઠકના (palitana assembly seat) હણોલ ગામના રહેવાસી હોવાથી તેના પ્રભાવની શક્યતા રહે છે. તાલુકામાં ખેતી અને પાલીતાણામાં બોયઝ કોલેજ હજુ ભાડાના મકાનમાં ચાલે છે. સ્થાનિક હીરાના કારખાનાઓ સિવાય કોઈ રોજગારીનું સાધન રહ્યું નથી. બાકી જ્યારે જૈન પ્રવાસીઓ આવે ત્યારે થોડો ફાયદો થતો હોય છે.

Last Updated : Nov 28, 2022, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.