પાટણ: ગુજરાતમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન(Gujarat assembly election second phase) 5 ડિસેમ્બરે યોજાશે. બાકી રહેલી બેઠકો સર કરવા માટે દરેક પાર્ટીના નેતાઓ કમર કસી છે. શુક્રવાર બીજા તબક્કાના મતદાનના પ્રચારનો અંતિમ દિવસ (last day of election campaign)છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટણ ખાતે એક સભા યોજી (prime minister narendra modi public meeting)હતી. તેમને પાટણ ખાતે અનેક તેમની જૂની યાદો તાજી કરી હતી અને લોકો પાસે મત માંગ્યા હતા. સાથે સાથે કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા(attacked the Congress)હતા.
જૂની યાદો તાજી કરી: પાટણમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. વડાપ્રધાને જણાવ્યું હતું કે, પાટણ એટલે ભવીષ્યની તસવીર, પાટણ એટેલે મેળાઓની ધરતી, એક મેળો પુરો ન થાય અને બીજો મેળો શરૂ થાય.. પાટણમાં આવું એટલે જૂની બધી યોદો આવે. પાટણ ખાતે જનસભાને સંબોધતા જણાવ્યું કે, કોંગ્રેસ જ્યારે EVMને કોસવાનું ચાલુ કરે એટલે તમારે સમજી જવાનું કે કોંગ્રેસનું પત્તું કપાઇ રહ્યું છે. કોંગ્રેસની વિશેષતા એ છે કે, ચૂંટણી ચાલતી હોય ત્યારે મોદીને ગાળો બોલવાની અને ચૂંટણીનું મતદાન આવે ત્યારે EVM ને ગાળો દેવાની. આ સીધેસીધું સબૂત છે કે, આ ચૂંટણીમાં કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે.
પાટણ એટલે ભવિષ્યની તસ્વીર છે. પાટણ આવું એટલે જૂની યાદો તાજી થાય છે. કોંગ્રેસના જમાનામાં ગેસનો બાટલો લેવો હોય ને તો, MLA, MPના ઘરે લાઈનમાં ઊભું રહેવું પડે. ગુજરાતની જનતાને ભાજપ પર ભરોસો છે. ગુજરાતને વિકસિત ગુજરાત બનાવવું છે, એમાં ગુજરાતની નારી શક્તિની ભૂમિકા ખૂબ મોટી રહેવાની છે.ભાજપ સાથે બનાસનો વિકાસ છે. બનાસકાંઠાના કાંકરેજ ખાતે દેવ દરબારની પવિત્ર ભૂમિ પર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજય સંકલ્પ સંમેલનને સંબોધી જનતા જનાર્દનના આશીર્વાદ મેળવ્યા હતા. ગયા 20 વર્ષમાં દુષ્કાળ, અકાળ, સુજલામ્ સુફલામ્ દ્વારા લીલીછમ ધરતી બનાવવાનું કામ કર્યું છે. આવનારા દિવસોમાં વીર મેઘમાયાના નામની એક ટપાલ ટિકિટ આપણે બહાર પાડવાના છીએ જે આખા દુનિયામાં પાટણનું નામ રોશન કરવાની છે.
ભારતીય જનતા પાર્ટી ભરોસાની પ્રતીક બની ગઈ છે. ભરોસાનું બીજું નામ ભાજપ અને ભાજપનું બીજું નામ ભરોસો. પાટણની ઐતિહાસિક ધરા પર પ્રધાનમંત્રી એ વિજય સંકલ્પ સંમેલનને સંબોધતા ભાજપની ભવ્ય જીતનો અડગ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પાટણના નાગરિકોનો ઉત્સાહ જ એ વાતની સાબિતી છે કે ફરી એકવાર ભાજપ સરકાર જંગી બહુમતીથી આવી રહી છે.