ગાંધીનગરઃ વડાપ્રધાન મોદી ગુરૂવારે પાલનપુર, (Gujarat Election BJP Campaign) મોડાસા, દહેગામ અને બાવળામાં સભા સંબોધન કરશે. બપોરના સમયે તેઓ 12 વાગ્યા આસપાસ અરવલ્લી જિલ્લાના મોડાસા, ગાંધીનગરના દહેગામ તથા અમદાવાદના બાવળામાં (PM Modi in Palanpur) પ્રચાર કરશે. વિજય સંકલ્પ સંમેલન સંબોધશે. આ સમગ્ર કાર્યક્રમ પૂરો કરીને તેઓ દિલ્હી માટે રવાના થશે. વિધાનસભાની ચૂંટણી અંતર્ગત જ્યાં પહેલા તબક્કાનું મતદાન થવાનું છે એવા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની 89 બેઠક માટે પ્રચાર માટેના માત્ર છ દિવસ બાકી રહ્યા છે. ચૂંટણીના ચોથા રાઉન્ડમાં ગુજરાતમાં ભાજપના પ્રચાર અભિયાનને (PM Modi in Ahmedabad) આગળ વધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જ દિવસમાં ચાર મહાસભાને સંબોધશે.
એક દિવસનો વિરામઃ ગુરૂવારે પ્રચાર સભાને પૂરી કર્યા બાદ તેઓ શુક્રવારે એક દિવસનો વિરામ લેશે. શનિવારે ફરીથી ભરૂચના નેત્રંગ, સુરત અને ખેડાના માતરમાં ભાજપના વિજય વિશ્વાસ સંકલ્પ સભામાં ખાસ સંબોધન કરશે. જ્યારે રવિવારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ચૂંટણી સભાને સંબોધશે. એવું ભાજપના સુત્રોમાંથી જાણવા મળ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર કરી રહેલા ગૃહપ્રધાન અમિત શાહ પણ ગુરૂવારે એક દિવસનો આરામ લેશે. શુક્રવારે ફરીથી તેઓ દિલ્હીથી ગુજરાત આવશે. રાજ્યભરમાં બહારથી આવેલા ભાજપ સાંસદ, નેતાઓ તરફથી ચાલી રહેલા ઘરઘર સંપર્ક અભિયાનનો ગુરૂવારે અંતિમ દિવસ છે.
આદિવાસી રાષ્ટ્રપતિઃ દાહોદના ખરોડમાં યોજાયેલા વિજય સંકલ્પ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભાજપે આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવામાં ટેકો દેવાના બદલે પોતાનો ઉમેદવાર ઊભો રાખી દીધો હતો. મારા માટે આ પ્રજાએ ઈશ્વરનો અવતાર છે. જેટલી વખત માથું ટેકવવા મળે અને નમવાનો મોકો મળે એટલી વખત પુણ્ય જ મળે છે. હું અહીં આશીર્વાદ લઈને પુણ્ય કમાવવા માટે આવ્યો છું. કોંગ્રેસ અને ભાજપમાં ફર્ક એ છે કે, કોંગ્રેસવાળાની જીત પાક્કી હોય તો તમારી સામે પણ ન જુએ. ભાજપની જીત પાક્કી હોય તો પણ અમે પગે પડી જઈએ. દાહોદ આવતા વડાપ્રધાન મોદી પૂર્વ સાંસદ સુમન ભાંભોરને ભેટી પડ્યા હતા. આ સાથે તેમણે તેરસિંગ ડામોરના ખબર અંતર પૂછ્યા હતા. લોકોએ કહ્યું હતું કે, સાહેબ અમને નળથી જળ જોઈએ છે. તમારો આ દીકરી નળથી જળ પહોંચાડે છે. દાહોદમાં આવીને તેમણે ધારાસભ્ય તેરસિંગ ડામોરના ખબર અંતર પૂછ્યા હતા. સુમનભાઈ સાંસદ હતા. જસવંતસિંહના પિતા આજે પણ મને આશીર્વાદ આપવા માટે આવ્યા છે.
Conclusion: