જુનાગઢ: રાજ્ય વિધાનસભાની (Gujarat Assembly Election 2022) સામાન્ય ચૂંટણીને લઈને આજે 86 જુનાગઢ વિધાનસભા બેઠક (86 Junagadh assembly seat) પર ભાજપના સંજય કોરડીયા અને આપના ચેતન ગજેરાએ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. ઉમેદવારી પત્ર રજૂ કરતા પૂર્વે ભાજપે ચૂંટણી સભાનું આયોજન કર્યું હતું, જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારે તેમની પરંપરા મુજબ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું.
ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચ્યા: જુનાગઢ વિધાનસભા બેઠક પર આજે આમ આદમી પાર્ટી અને ભાજપ દ્વારા તેમના જાહેર થયેલા ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. ભાજપ તરફથી સંજય કોરડીયા અને આમ આદમી પાર્ટી તરફથી ચેતન ગજેરા પક્ષના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર થયા છે. આ બંને ઉમેદવારોએ આજે તેમનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું ઉમેદવારી પત્ર રજૂ કરતા પૂર્વે ભાજપે શહેરના સરદાર પટેલ ચોકમાં ચૂંટણી સભાનું આયોજન કર્યું હતું તો બીજી તરફ આમ આદમી પાર્ટી એ બિલકુલ સાદાયથી ઉમેદવારને ખભા પર ઊંચકીને ઉમેદવારી પત્ર રજૂ કરવા માટે ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા.
બે નકલમાં રજૂ કર્યું ઉમેદવારી પત્ર: ભાજપના સંજય કોરડીયા અને આમ આદમી પાર્ટીના ચેતન ગજેરા એ આજે પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી સમક્ષ બે નકલમાં રજૂ કર્યો હતુ ઉમેદવારી પત્ર રજુ કરતા સમયે તેમની સાથે તેમના ટેકેદારો અને ડમી ઉમેદવારો પણ હાજર રહ્યા હતા અને ચૂંટણી અધિકારી સામે ઉમેદવારી પત્રમાં સહી સિક્કા કરીને જુનાગઢ વિધાનસભા બેઠક પરથી સંજય કોરડીયા એ ભાજપ અને ચેતન ગજેરાએ આમ આદમી પાર્ટીમાંથી પોતાની દાવેદારી નોંધાવી હતી આગામી દિવસોમાં કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવાર ભીખાભાઈ જોશી પણ સોમવારે જુનાગઢ વિધાનસભા બેઠક પર તેમની ઉમેદાવેદારી કરશે ત્યારબાદ જૂનાગઢ વિધાનસભા બેઠક પર ચૂંટણી પ્રચારને લઈને ત્રણેય રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર પૂર જોશમાં કરતા જોવા મળશે.